કરીના કપૂરનો મોટો ખુલાસો, કહ્યું : ‘મને નાના છોકરાઓ સાથે રોમાંસ…’

બોલીવુડની બેબો કહેવાતી કરીના કપૂર હાલના દિવસોમાં ખુબ જ સમાચારોમાં છવાયેલી છે. તેનો એક લેટેસ્ટ ઈન્ટરવ્યું ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેણે પોતાની કારકિર્દીની ઘણી વાતો કરી છે. કરીના કપૂરની બિંદાસ વાતો અને અલગ સ્ટાઈલને કારણે જ એક અલગ ઓળખ ઉભી કરી ચુકી છે. એટલું જ નહિ છેલ્લા થોડા દશકથી બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં કરીના કપૂરનો વટ જળવાયેલો છે, જેના કારણે તે અત્યાર સુધી એક મોટી અભિનેત્રી બની ગઈ છે.

બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર લાંબા સમયથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે, જેના કારણે હાલમાં તે એક અલગ છાપ ઉભી કરી ચુકી છે. કરીના કપૂરે ઇન્ડસ્ટ્રીમાં ન માત્ર ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તેમણે ઘણી માન્યતાઓ પણ તોડી છે. ખાસ કરીને કરીના કપૂર તે ધારણાઓ ખોટી પાડી દીધી છે, જેમાં કહેવામાં આવતું હતું કે લગ્ન પછી અભિનેત્રીઓનું કોઈ કારકિર્દી નથી રહેતી, પરંતુ તે હજુ પણ કામ કરી રહી છે અને ઘણી સફળતા મેળવી રહી છે.

કરીના કપૂરે આપ્યો જોરદાર ઈન્ટરવ્યું :-

હાલમાં જ કરીના કપૂરે એક ઈન્ટરવ્યું આપ્યો, જેમાં તેમણે આવનારા સમય વિષે ખુલીને વાત કરી. તે દરમિયાન તેમણે કહ્યું કે હું આવનારા સમયમાં નાની ઉંમરના છોકરા સાથે રોમાન્સ કરવા માગું છું, જેથી એક અલગ અને નવો સંદેશ લોકો સુધી પહોચે. એટલે કે કરીના કપૂર હજુ લાંબી પાળી રમવા માંગે છે. ખાસ કરીને કરીના કપૂરે સ્પષ્ટ જણાવ્યું કે તે ઘરડી થઈને નાની ઉંમરના છોકરાઓ સાથે રોમાન્સ કરવા માંગે છે, જેથી લોકો વચ્ચે એક અલગ સંદેશ પહોચે.

બે પેઢીમાં પ્રેમ – કરીના કપૂર

અભિનેત્રી કરીના કપૂરે જણાવ્યું કે એવા ઘણા કપલ્સ આપણી વચ્ચે રહેલા છે, જેની ઉંમરમાં ઘણું અંતર છે અને તે અલગ અલગ જનરેશનના છે. એટલા માટે તેમણે પ્રિયંકા ચોપડા અને નીક જોનસનું પણ ઉદાહરણ આપ્યું. એટલું જ નહિ, તેમણે જણાવ્યું કે મારા અને સૈફ અલીનો પણ સંબંધ પણ કાંઈક વિશેષ અને અલગ છે, કેમ કે અને બંને પણ અલગ અલગ જનરેશન સાથે જોડાયેલા છીએ. પરંતુ અમારી વચ્ચે કોઈ અંતર નથી, જેમ કે આખી દુનિયા જાણે છે.

ગુડ ન્યુઝમાં દેખાડી કમાલ

હાલમાં જ કરીનાની ફિલ્મ ગુડ ન્યુઝ થીએથરમાં રીલીઝ થઇ, ત્યાર પછીથી જ દરેક તેની પ્રસંશા કરતા થાકતા નથી. ખાસ કરીને આ ફિલ્મમાં કરીના કપૂરે જોરદાર અભિનય કર્યો છે. જેના કારણે તેના ફેંસ ઘણા ખુશ છે. એટલું જ નહિ બોક્સ ઓફીસ ઉપર પણ ફિલ્મ જોરદાર કમાલ કરી રહી છે. કરીના કપૂર હવે વર્ષમાં એક કે બે ફિલ્મો કરી લે છે, જેના કારણે તેના ફેંસ તેની સાથે જોડાયેલા રહે છે. તે ઉપરાંત કરીના કપૂર પાસે અંગ્રેજી મીડીયમ છે, જેમાં તે ઇમરાન ખાન સાથે જોવા મળશે અને આ ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.