કરિશ્મા બધાની સામે શાહિદ પર ખીજાઇ હતી ને, બોલી હતી – કોણ છે આ, બહાર કાઢો આને

બોલીવુડના ચોકલેટી બોયના નામથી પ્રસિદ્ધ શાહિદ કપૂર તે કલાકારો માંથી એક છે, જેનું કેરિયર એક બેકગ્રાઉન્ડ ડાંસર તરીકે શરુ થયું હતું. સુપરસ્ટાર બનતા પહેલા શાહિદ કપૂરે પોતાના કેરિયરની શરુઆત બેકગ્રાઉન્ડ ડાંસર તરીકે કરી હતી, જેને લઇને તેમણે એક મોટો ખુલાસો કર્યો છે. શાહિદ કપૂરે ખાસ કરીને બેકગ્રાઉન્ડ ડાંસર વાળી ફિલ્મની એક ઘટના જણાવી, જો કે ઘણી જ વાયરલ થઇ રહી છે. શાહિદ કપૂરે જણાવ્યું કે તેમણે તેની જ એક્સ ગર્લફ્રેન્ડની બહેનનો ઠપકો સાંભળવો પડ્યો હતો. તો આવો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે વિશેષ શું છે?

શાહિદ કપૂર હવે બોલીવુડના જાણીતા અભિનેતા છે, અને તેમણે પોતાના કેરિયરમાં એક થી એક ચડીયાતી ફિલ્મો આપી છે. તો તેમની થોડી ફિલ્મો ફ્લોપ પણ રહી છે. શાહિદ કપૂરે એક શો માં પોતાના જુના રહસ્યો ખોલ્યા હતા. શાહિદ કપૂરે જણાવ્યું કે જયારે તે ખાસ કરીને બ્રેકગ્રાઉન્ડ ડાંસર તરીકે કામ કરતો હતો, ત્યારે તેને કરીનાની બહેન કરિશ્માનો સ્ટેજ ઉપર ઘણો ઠપકો સાંભળવો પડ્યો હતો, અને કરિશ્મા શાહિદથી ઘણી જ વધુ દુ:ખી થઇ ગઈ હતી, કેમ કે તેના કારણે જ કરિશ્માને ઘણી તકલીફ થઇ હતી.

કરિશ્માએ જાહેરમાં શાહિદ કપૂરને આપ્યો હતો ઠપકો :

શાહિદ કપૂરે ખુલાસો કરતા જણાવ્યું, કે વર્ષ ૧૯૯૭ માં આવેલી ફિલ્મ ‘દિલ તો પાગલ હે’ ના ગીત ‘લે ગયે લે ગયે’ માં બેકગ્રાઉન્ડ ડાંસર હતા અને તેમાં હિરોઈન તરીકે અભિનેત્રી કરિશ્મા હતી. કરિશ્મા સાથે શાહિદ કપૂર ડાંસ કરી રહ્યો હતો. તેમાં એક છોકરાને કારણે વારંવાર કરિશ્માએ રીટેક લેવું પડતું હતું, કેમ કે તે છોકરાના સ્ટેપ કરિશ્મા સાથે મેચ થઇ રહ્યા ન હતા. તેવામાં જયારે ૧૫ વખત કરિશ્માને રીએક કરવું પડ્યું તો કરિશ્મા પાછળ ફરી અને કહ્યું કોણ છે આ? તેવામાં કરિશ્માનો ઠપકો સાંભળીને શાહિદ ઘણો જ વધુ ડરી ગયો હતો અને તેણે કહ્યું હું નથી.

અફેયર્સને કારણે જ હંમેશા સમાચારોમાં રહ્યા શાહિદ કપૂર :

શાહિદ કપૂરનું નામ આમ તો ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયું, પરંતુ પ્રિયંકા અને કરીના સાથે તે ઘણા સમાચારોમાં રહ્યા. તેવામાં હાલમાં જયારે તેને પૂછવામાં આવ્યું કે તમે તમારી કઈ એક્સ ગર્લફ્રેન્ડને ભૂલવા માંગો છો. તો તેમણે કહ્યું કે હું કરીના સાથે લાંબા સમય સુધી રીલેશનશીપમાં રહ્યો અને પ્રિયંકા સાથે પણ, એટલે હું તે સમયે ઘણું બધું શીખ્યો, એટલા માટે હું કોઈને ભૂલવા નથી માંગતો. શાહિદ કપૂરે થોડા વર્ષો પહેલા મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા અને હવે તેને બે બાળકો પણ છે.

આગળની ફિલ્મમાં ધમાલ મચાવશે શાહિદ કપૂર :

શાહીદ કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં તે પોતાની આવનારી ફિલ્મ ‘કબીર સિંહ’ ના શુટિંગમાં વ્યસ્ત છે. કબીર સિંહ સાઉથ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ ની હિન્દી રીમેક છે. એ ફિલ્મમાં શાહિદ કપૂર સાથે કીયારા આડવાણી જોવા મળશે. પડદા ઉપર પહેલી વખત આ જોડીને જોવા માટે લોકો અધીરા છે. સાથે જ જણાવી દઈએ કે શાહિદની આ ફિલ્મના થોડા વિડીયો શુટિંગ દરમિયાનથી જ વાયરલ થઇ રહ્યા છે, જેમાં શાહિદ અને કીયારાને ઘણા પસંદ કરવામાં આવી રહ્યા છે.