બોલીવુડ એક્ટ્રેસ કરિશ્મા કપૂરનો દીકરો હવે થઇ ગયો છે મોટો, દેખાવા લાગ્યો છે ખુબ જ વધારે હૈંડસમ

કરિશ્મા કપૂર ૯૦ ના દશકની સૌથી પ્રસિદ્ધ અભિનેત્રી ગણવામાં આવતી હતી. તેની પહેલી ફિલ્મ ‘પ્રેમ કેદી’ હતી. તે તે સમયની સૌથી ઉત્તમ અને સુંદર હિરોઈન હતી. ગોવિંદા સાથે તેની જોડી સૌથી વધુ પ્રસિદ્ધ હતી. કરિશ્માનો નટખટ અંદાજ અને ગોવિંદાની કોમેડી લોકોના દિલ જીતી લેતી હતી. પરંતુ લગ્ન કર્યા પછી કરિશ્મા બોલીવુડ માંથી દુર જ થઇ ગઈ. આમ તો વચ્ચે વચ્ચે તે અમુક ફિલ્મો અને ટીવી શો માં જોવા મળી.

હાલના દિવસોમાં કરિશ્માની દીકરીને સમાચારો અને ન્યુઝ ચેનલ વાળા દેખાડતા રહે છે. તેની દીકરી સમાયરાની સુંદરતાની સરખામણી હંમેશા માં સાથે કરવામાં આવે છે. સમાયરા પણ દેખાવમાં માં જેવી જ સુંદર છે. આજકાલ સોશિયલ મીડિયા ઉપર સમાયરાના ફોટા ઘણા ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. આ ફોટામાં સમાયરા ઘણી જ સુંદર દેખાઈ રહી છે. પરંતુ શું તમે જાણો છો કે કરિશ્માને એક દીકરો પણ છે, જે દેખાવમાં ઘણો હેન્ડસમ છે અને પોતાને લાઈમલાઈટથી દુર રાખે છે.

દીકરો પણ ઘણો હેન્ડસમ :

કરિશ્મા કપૂરના દીકરાનું નામ કિયાન કપૂર છે. તે આમ તો લાઈમલાઈટથી દુર રહે છે, પરંતુ મીડિયાની નજરોથી કોઈ નથી બચી શકતું. કિયાન ઉંમરમાં પોતાની બહેન સમાયરાથી નાનો છે, પરંતુ તે વાતમાં કોઈ શંકા નથી કે થોડા વર્ષોમાં જલ્દી જ તે બોલીવુડ ઉપર રાજ કરશે. કિયાન હજુ ઉંમરમાં તો નાનો છે, પરંતુ નાની ઉંમરમાં પણ તે ઘણો હેન્ડસમ દેખાય છે. તેને જોઈને જ તમે કહેશો કે ખરેખર મોટો થઇને તે છોકરો ઘણો હેન્ડસમ દેખાવાનો છે. કરિશ્માની દીકરી સમાયરાને તો સૌએ જોઈ છે, પરંતુ આજે અમે તમારા માટે તેના દીકરા કિયાનના થોડા ફોટા લઈને આવ્યા છીએ. આ ફોટા જોયા પછી ખરેખર તમને પણ તેની સાથે પ્રેમ થઇ જશે.

તમને જણાવી દઈએ કે કરિશ્મા કપૂર પોતાના પતિ સંજય કપૂર સાથે છુટાછેડા લઇ ચુકી છે. લગ્નના થોડા વર્ષો પછી જ બન્નેમાં અણબનાવના સમાચારો આવવા લાગ્યા હતા. હાલમાં કરિશ્માના બન્ને બાળકો તેની સાથે જ રહે છે. હાલમાં જ સમાચારો આવ્યા હતા કે કરિશ્મા એક વખત ફરી જલ્દી જ લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. અને તેના એક્સ હસબંડ એ બીજા લગ્ન કરી લીધા છે.

સમાચારો આવી રહ્યા છે કે જલ્દી જ કરિશ્મા એક વખત ફરી વરવધુ બની શકે છે. સમાચારોના જણાવ્યા મુજબ, કરિશ્મા જલ્દી જ પોતાના બોયફ્રેન્ડ સંદીપ તોષનીવાલ સાથે લગ્ન કરી શકે છે. સંદીપ તોષનીવાલ એક મોટા વેપારી છે. કરિશ્મા અને સંદીપ ઘણા સમયથી એક બીજાને ડેટ કર્યા પછી બન્નેએ લગ્નનો નિર્ણય લીધો છે. જણાવી દઈએ કે સંજય કપૂરની જેમ સંદીપ તોષનીવાલ પણ પરણિત છે. તેમણે હાલમાં જ પોતાની પત્ની હર્ષિતા સાથે છૂટાછેડા લીધા છે. ઘણી વખત સંદીપ અને કરિશ્મા સાથે જોવા મળી ચુક્યા છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.