કરિશ્મા કપૂરના એક્સ હસબન્ડ ત્રીજી વખત બન્યા પપ્પા, ત્રીજી પત્નીએ આપ્યો બેબી બોયને જન્મ

બોલીવુડની જોરદાર હિરોઈન અને કપૂર ખાનદાનની મોટી દીકરી કરિશ્મા કપૂરના તેના પતિ સંજય કપૂર સાથે છુટાછેડા લીધાને ઘણો સમય પસાર થઇ ગયો છે. બન્ને હંમેશા એક સાથે જોવા મળ્યા છે પરંતુ તે માત્ર પોતાના બે બાળકો માટે. કરિશ્માના એક્સ હસબન્ડ એક વખત ફરી પિતા બની ગયા છે. તે સમાચાર કરિશ્માને થોડી ઉદાસ કરી શકે છે, કેમ કે તેના પતિ તો પોતાના જીવનમાં આગળ વધી ગયા પરંતુ તે આજે પણ પોતાના બે બાળકો માટે જીવન જીવી રહી છે.

સંજય કપૂરના ઘરે એક નાના બેબી બોયનો જન્મ થયો છે. તે ત્રીજી વખત પિતા બન્યા છે. પહેલા તેને કરિશ્મા દ્વારા એક દીકરો અને એક દીકરી છે. ગયા અઠવાડિયાની શરૂઆતમાં જ સંજયના ઘરે ખુશાલી આવી હતી. તેમણે પોતાના દીકરાનું નામ અજરીય કપૂર રાખ્યું છે. સંજય અને એમની ત્રીજી પત્ની પ્રિયાએ ગયા વર્ષે એપ્રિલમાં જ એક ખાનગી કાર્યક્રમમાં લગ્ન કરી લીધા હતા. તેમણે કરિશ્મા સાથે છુટાછેડાની કાર્યવાહી પૂરી કર્યા પછી જ લગ્ન કર્યા હતા. કરિશ્મા અને સંજય છેલ્લા ઘણા વર્ષોથી પોતાના છુટાછેડા માટે કાયદાકીય લડાઈ લડી રહ્યા હતા.

આમ તો આપણે જાણીએ જ છીએ કે પ્રિયા સચદેવાના આ બીજા અને સંજય કપૂરના આ ત્રીજા લગ્ન છે. તેમણે પહેલા ફેશન ડિઝાઈનર નંદિતા મેહતા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા વર્ષો પછી જ બન્નેના છુટાછેડા થઇ ગયા. નંદિતા પછી સંજયે કરિશ્મા સાથે લગ્ન કર્યા. કરિશ્મા અને સંજયના બે બાળકો છે. આ સંબંધ પણ લાંબો સમય ન ચાલ્યો અને બન્ને જુદા થઇ ગયા. બે લગ્ન કર્યા પછી સંજયે પ્રિયા સચદેવા સાથે લગ્ન કર્યા. પ્રિયા સચદેવાના પહેલા લગ્ન હોટલ બિઝનેસમેન વિક્રમ ચટવાલ સાથે થયા હતા. બન્નેની એક દીકરી પણ છે.

કરિશ્મા કપૂર ફિલ્મી દુનિયાથી ઘણા સમયથી દુર છે. પણ એમની ફોલોઈંગ આજે પણ યથાવત છે. પોતાના જમાનામાં તે ટોપ અભિનેત્રીઓની યાદીમાં આવતી હતી. અને એમણે બોલીવુડને ઘણી ઉત્તમ ફિલ્મો આપી છે. તેમની જોડી ગોવિંદા સાથે ખુબ હિત સાબિત થઈ હતી. એમણે ગોવિંદા સાથે ઘણી બધી હિત ફિલ્મો આપીને દર્શકોનું ખુબ મનોરંજન કર્યુ છે. કરિશ્માનું લગ્ન જીવન ઘણું મુશ્કેલ રહ્યું છે. સંજય કપૂર સાથે લગ્ન પહેલા એમની સગાઈ અભિષેક બચ્ચન સાથે થઈ ગઈ હતી, પણ કોઈ કારણસર તે મહાનાયક અમિતાભ બચ્ચનની વહુ બનતા રહી ગઈ અને એમની સગાઈ તૂટી ગઈ. અને સંજય કપૂર સાથે એમના લગ્ન તો થયા પણ તે લાંબો સમય ટક્યા નહિ.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.