ભારત ની આ જગ્યા જ્યાં તમારો પડછાયો પણ નહિ દેખાય, જાણો આ અલગ જગ્યા વિષે

કહેવામાં આવે છે કે પડછાયો તમારો સાથ ક્યારે પણ નથી છોડતો, પણ આપણા દેશમાં જ એક એવું સ્થળ છે જ્યાં તમારો પડછાયો પણ તમારો સાથ છોડી દેતો હોય છે. તમને આ વાંચીને કદાચ નવાઈ લાગી રહી હશે, પણ આ સાચું છે. તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશ ના ભોપાલ વિદિશા રોડ ઉપર દિવાનગંજ ની બાજુમાં આ જગ્યા રહેલ છે અહિયાં તમને તમારો પડછાયો પણ નજરે નથી આવતો ભલે તમે ગમે તેટલા તડકા માં ઉભા રહેતા હો.

આ છે સાચું કારણ :

ભોપાલથી વિદિશા રોડ ઉપર આવેલ આ જગ્યા ઉપર તમને તમારો પડછાયો એટલા, માટે જેવા મળતો નથી કેમ કે આ જગ્યા થી “કર્ક રેખા” પસાર થાય છે. હાલમાં પ્રશાસને આ વિશેષ જગ્યા ઉપર એક રાજસ્થાની પથ્થર મુકીને “કર્ક રેખા” લખાવરાવી દીધું છે. જે લોકો ને આ સ્થળના મહત્વ ની ખબર છે તે આ સ્થળ ઉપર અટકીને પોતાનો પડછાયો ચેક કરતા જોવા મળે છે. આ સ્થળ ઉપરથી પસાર થતા લોકો કર્ક રેખા વાળા આ સ્થાન ઉપર ઉભા રહી જાય છે અને પોતાનો પડછાયો ન જોઇને એક અલગ પ્રકારનો અનુભવ લેતા હોય છે. ઘણા વિદેશી પણ આ જગ્યા ઉપર ઉભા રહીને પોતાનો પડછાયો જોવાનો પ્રયત્ન કરે છે.

ઘણા પ્રકારની છે ખામીઓ –

પ્રશાસને આ વિશેષ જગ્યા ઉપર પથ્થર ઉપર “કર્ક રેખા” તો લખાવરાવી દીધું છે, પણ તેના મહત્વ વિષે જાણકારી મળી શકે તેના માટે કોઈ પ્રયત્ન નથી કર્યો. સાથે જ આ સ્થળે ઉભા રહેતા લોકો ને બેસવા માટે કોઈ વ્યવસ્થા પણ ઉભી નથી કરવામાં આવી. આ જગ્યાએથી જે પસાર થાય છે તેમને અહિયાં ના વિષે કોઈ વિશેષ જાણકારી ન મળવાને લીધે સીધા જ નીકળી જાય છે.

તમને જાણવી દઈએ કે કર્ક રેખા આ જગ્યાએ થી હાઈવે ને ક્રોસ કરીને નીકળે છે. ઘણા વાહન ચાલકો પણ આ જગ્યા ઉપર ઉભા રહીને જાય છે, પણ જાણકારી અને મહત્વ વિષે જાણતા ન હોવાને લીધે અહિયાથી નીકળી જાય છે. આવા પ્રકારની ખામીઓ ને લીધે આ સ્થળ ની મહત્વ જળવાતું ન હોય તેમ લાગે છે. જો પ્રશાસન આ વિષે બધી માહિતી મળે એવું કંઇક ત્યાં મુકે તો એ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની શકે છે.

આ જગ્યા વિષે ઘણા ઓછા લોકો માહિતગાર હોવાને કારણે લોકોમાં એનું મહત્વ જાણવા નથી મળતું. જેમને આના વિષે ખબર છે તે અહી ફોટા પડાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરતા રહે છે.

ગુજરાત માં પણ એન્ટી ગ્રેવિટી રોડ છે જ્યાં વાહન નીચે નાં બદલે ઉપર જવા માંડે છે આ સ્થાન પર આવું બોર્ડ પણ નથી મુકાયું જેથી ત્યાં જનાર ઘણા લોકો ને એ સ્થળ મળતું નથી. ક્લિક કરી ને જાણો એ સ્થળ વિષે >>>> દુનિયા ની સૌથી અનોખી જગ્યા છે આપડા ગુજરાત નો તુલસીશ્યામ જતા એંટીગ્રેવેટી રોડ