કર્ક વાર્ષિક રાશિફળ 2020 : વર્ષની શરૂઆતમાં થઈ શકે છે પરેશાની, શનિના રાશિ પરિવર્તન સાથે મળશે સારા પરિણામ.

કર્ક રાશી : નવા વર્ષમાં તમને તમારી મહેનત મુજબ ફળ મળશે. વર્ષની શરુઆતમાં ચંદ્રમાં તમારા અષ્ટમ ભાવમાં રહેશે. જે તમારા આરોગ્ય માટે તકલીફ રહેવાના સંકેત આપી રહ્યા છે. ૨૪ જાન્યુઆરી પછી શનીનું પરિવર્તન થવાથી તમને લાભ મળવાના અણસાર રહેશે. અવિવાહિત વ્યક્તિ માટે લગ્નના યોગ ઉભા થઇ શકે છે.

૨૪ જન્યુઆરી પછી શનીનું રાશી પરિવર્તન થવાથી તમારી કારકિર્દીમાં થોડા ફેરફાર આવી શકે છે. બની શકે છે કે તમે કાંઈક નવું કરવાનું વિચારી રહ્યા છો જે તમારા પક્ષમાં રહેશે. વેપારીઓ માટે શનીનું મકરમાં ભ્રમણ લાભદાયક સાબિત થશે.

આ રાશી વાળાને નવા વર્ષમાં કર્મ મુજબ ફળ મળશે. એટલે જેટલી મહેનત તમે કરશો તેમાં સફળ થશો. વર્ષ 2020ના ગ્રહોની સ્થિતિ મુજબ તમારે કર્મ ઉપર વધુ ધ્યાન આપવું પડશે. વર્ષની શરુઆતમાં કર્ક વાળા માટે ચંદ્રમાં અષ્ટમ ભાવમાં રહેશે. જે તમારા આરોગ્યની બાબતમાં થોડા દુઃખી કરી શકે છે. આ સમય તમારે ઘણી હરીફાઈમાં ભાગ લેવાની તક મળશે.

ખાસ કરીને તમારી રાશીના છઠ્ઠા સ્થાન ઉપર બુધ, ગુરુ, શની અને કેતુ બેઠા છે જે તમારા કાર્યક્ષેત્રમાં નવી નવી તકો પૂરી પાડશે. બુધ અને શની તમારા માટે વિપરીત રાજયોગ ઉભા કરી રહ્યા છે. જેથી તમારે સખત મહેનત કરવાની જરૂર પડશે. પ્રવાસ ઘણા કરવા પડી શકે છે. અચાનકથી ધનની પ્રાપ્તિની પણ શક્યતા છે.

૨૪ જાન્યુઆરી પછી શની રાશી પરિવર્તન થવાથી તમારી કારકિર્દીમાં પણ થોડો ફેરફાર આવી શકે છે. બની શકે છે તમે કાંઈક નવું કરવાનું વિચારો જે તમારા પક્ષમાં રહેશે. વેપારીઓ માટે શનીનું મકરમાં ભ્રમણ લાભદાયક સાબિત થશે. પરંતુ ઘરમાં કોઈ શુભ કાર્ય કરતી વખતે તકલીફોનો સામનો કરવો પડી શકે છે.

૩૦ માર્ચના રોજ ગુરુ મકર રાશીમાં આવી જશે જે તમારી રાશીમાં ભાગ્ય સ્થળના સ્વામી છે. કાર્યક્ષેત્રમાં નવી યોજનાઓ બનાવી શકે છે. ગુરુ અને શનીની યુતિથી નીચભગ રાજયોગ ઉભા થશે. જેના કારણે શરુઆતમાં વધુ પરિશ્રમ કરવો પડી શકે છે. પરંતુ પાછળથી તમને લાભ પ્રાપ્ત થશે.

૧૧ મે ના રોજ શનીની વક્રી થવું તમારા માંગલિક કાર્યો પુરા કરવામાં અડચણ ઉભી કરશે. ૧૪ મે ના રોજ ગુરુ વક્ર થવાથી તમને લાભ મળશે. ગુરુની સપ્તમી દ્રષ્ટિ તમારી ઉચ્ચ રાશી ઉપર થવાથી આરોગ્ય સબંધી તકલીફો દુર થઇ શકે છે.

૩૦ જુનના રોજ ગુરુ ગ્રહ ધન રાશીમાં આવી જશે. જે આરોગ્ય માટે કોઈ સમસ્યા ઉભી કરી શકે છે. તે દરમિયાન તમારું વજન વધી શકે છે. ૧૩ સપ્ટેમ્બરના રોજ ગુરુના માર્ગી થવાથી આરોગ્ય સાથે સાથે કારકિર્દી, લવ, ફાઈનેંસ દરેક પ્રકારના ટેન્શન દુર થવાની શક્યતા છે. ૨૩ સપ્ટેમ્બરના રોજ રહું તમારી રાશિમાં ૧૧માં સ્થળ ઉપર આવી જશે જે તમારી રાશિમાં લાભનું સ્થાન છે. તેનાથી તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતી મળશે.

૨૦ નવેમ્બરના રોજ ગુરુ પુનઃ મકર રાશીમાં આવી જશે. જે તમારા માટે સ્થળ પરિવર્તનના યોગ ઉભા કરી રહ્યું છે. જીવનસાથીનો પુષ્કળ સાથ તમને મળી શકે છે. બધું મળીને નવું વર્ષ તમારા માટે સારા પરિણામ લઈને આવી રહ્યું છે.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.