કારમાં આવી રીતે છુપાવીને રાખ્યા હતા 11 કરોડ, ગણવા માટે પોલીસને મંગાવવા પડ્યા મશીન.

આ રકમ કારની સીટમાં ખાંચા બનાવીને છુપાવવામાં આવી હતી, જેને ૪ લોકો આગરાથી કટક લઇ જઈ રહ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આ રકમ ૧૧ કરોડ ની આસ પાસ છે.

મહાસમુંદ, છતીસગઢ અને ઓડીસાની સરહદ ઉપર પોલીસે મંગળવારના રોજ એક કારમાં છુપાવેલા કરોડો રૂપિયા કબજે કર્યા. આ રકમ કારની સીટમાં ખાંચા બનાવીને ત્યાં છુપાવવામાં આવ્યા હતા. જે ૪ લોકો ઓડીસાના કટકથી ઉત્તર પ્રદેશના આગરા જઈ રહ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આ રકમ ૧૧ કરોડ ની આસપાસ છે. પોલીસનું અનુમાન છે કે રકમ તેનાથી પણ વધુ હોઈ શકે છે.

હાલમાં ચોકીમાં નોટ ગણવાનું મશીન લગાવી એ ગણવામાં આવી રહી છે. જેની પાસેથી રકમ કબજે કરવામાં આવી છે. ખલ્લારી ચોકીના વડા સ્વરાજ ત્રિપાઠી એ જણાવ્યું કે જાણકાર દ્વારા સમાચાર મળ્યા હતા કે અમુક લોકો મોટી રકમ લઇ ને ઓડીસાના કટક થી ઉત્તર પ્રદેશ ના આગરા તરફ જઈ રહ્યા છે. આ સમાચારના આધારે તપાસ કરવામાં આવી.

એક કારને રોકવામાં આવી, જેમાં ત્રણ પુરુષ અને એક મહિલા સવાર હતા. રકમ સાથે પકડવામાં આવેલા લોકોના નામ બનવારી સિંહ, પ્રહલાદ બધેલ, મોહમ્મદ ઈબ્રાહીમ અને નઝમા ખાન બતાવવામાં આવ્યા છે. તે બધા આગરાના રહેવાસી બતાવવામાં આવે છે.

આ કારની શરુઆતમાં તપાસ કરવાથી કોઈ પ્રકારની કોઈ રકમ ન મળી, પરંતુ જાણકારની સુચના પાક્કી હતી, એટલા માટે કારને ચોકી લાવવામાં આવી. અહિયાં ઝીણવટભરી રીતે તપાસ કરવાથી જાણવા મળ્યું કે કારની સીટને કાપીને તેમાં ખાંચા બનાવામાં આવ્યા છે અને તેની અંદર રકમ છુપાવીને રાખવામાં આવી છે.

પકડાયેલા લોકોના જણાવ્યા મુજબ આ લગભગ ૧૦ કરોડ ૯૦ લાખ રૂપિયા છે. ચોકીમાં નોટ ગણવાનું મશીન લગાવીને તેને ગણવામાં આવી રહ્યા છે. જેની પાસેથી પૈસા કબજે લેવામાં આવ્યા છે, તેમણે પુછપરછમાં જણાવ્યું કે ૧૭ ફેબ્રુઆરીના રોજ તે આ રકમ લઇને ઓડીશાના કટકથી ઉત્તર પ્રદેશના આગરા માટે રવાના થયા હતા. તેમણે જણાવ્યું કે આ રકમ કટકના રહેવાસી અવધેશ અગ્રવાલની છે, જેનો આગરામાં પણ સરાફનો ધંધો છે.

એ વાતની તપાસ કરવામાં આવી રહી છે કે ખરેખર આટલી મોટી રકમ લઇને આ ચારે કટક કેમ જઈ રહ્યા હતા? જેના પૈસા બતાવવામાં આવી રહ્યા છે એની પાસે રકમ સાથે સંબંધમાં કોઈ ચોક્કસ દસ્તાવેજ છે કે નહિ એ વાતની પણ તપાસ કરવામાં આવી રહી છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.