કર્મફળ દાતા શનિદેવના શુભ પ્રભાવ માટે કરો આ ઉપાય, ક્યારેય દુઃખી નઇ કરે તમને શનિદેવ

જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિદેવને એવા દેવતા માનવામાં આવે છે જે કોઈનું પણ બગડેલું નસીબ સુધારી શકે છે, પરંતુ તે કોઈ વ્યક્તિથી નારાજ થઇ જાય તો વ્યક્તિનું જીવન ઘણું દુઃખદાયક થઈ જાય છે, દરેક વ્યક્તિ શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માંગે છે અને તેની કૃપા પ્રાપ્તિ માટે વ્યક્તિ શક્ય એટલા પ્રયાસમાં લાગેલા રહે છે, વૈદિક જ્યોતિષમાં શનિદેવને કર્મફળ દાતા માનવામાં આવે છે, તે આપણા કર્મો મુજબ જ આપણને ફળ પ્રદાન કરે છે, શનિદેવની ચાલ ઘણી જ ધીમી હોય છે તે કારણે જ તેની સારી અને ખરાબ અસર ઘણા લાંબા સમય સુધી રહે છે.

ઘણા લોકોનું માનવું છે કે શનિદેવ હંમેશા વ્યક્તિને ખરાબ ફળ જ પુરા પાડે છે પરંતુ તમારી આ ધારણા એકદમ ખોટી છે કેમ કે સારા કર્મ કરવા વાળા લોકોને શનિદેવ હંમેશા સારું ફળ પૂરું પાડે છે, જેમ કે તમે લોકો જાણો છો શનિવારનો દિવસ શનીને સમર્પિત છે, જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનીની ખરાબ અસર છે કે પછી શની નબળી સ્થિતિમાં છે તેવામાં તમે શનિવારના દિવસે થોડા ઉપાય કરીને શનિદેવને પ્રસન્ન કરી શકો છો, આ ઉપાય કરવાથી શની ગ્રહની શાંતિ થશે અને તમને શનીની શુભ અસર મળશે. જેને કારણે તમારા જીવનમાં આનંદ જળવાઈ રહેશે.

આવો જાણીએ શનિદેવની શુભ અસર માટે ક્યા ઉપાય કરવા

જો તમે દરેક શનિવારના દિવસે તમારા ઘરની આસપાસ કોઈ શની મંદિરમાં જઈને તેલનો દોવડો પ્રગટાવો છો તો તે શુભ માનવામાં આવે છે.

વ્યક્તિએ શનિવાર કે પછી મંગળવારના દિવસે ગુસ્સો કરવાથી દુર રહેવું જોઈએ અને તે દિવસે કોઈનું અપમાન કરશો નહિ.

શનિવારના દિવસે વ્યક્તિએ ક્યારેય પણ માંસ, મચ્છી અને મદિરાનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ.

જો તમે ઈચ્છો છો કે તમારા જીવનના તમામ દુઃખ દુર થાય અને શની દેવની કૃપા દ્રષ્ટિ તમારી ઉપર હંમેશા જળવાઈ રહે તો તમે દરેક શનિવારે કોઈ વાટકીમાં સરસીયાનું તેલ ભરી લો અને તે વાટકીમાં તમારો ચહેરો જોઇને તેને કોઈ ગરીબ વ્યક્તિને દાન આપી દો, તેનાથી તમને તમારા જીવનમાં સારા પરિણામ મળશે.

તમે દરેક શનિવારના દિવસે સુતી વખતે તમારા શરીર અને નખ ઉપર તેલ લગાવીને સુવો.

જો તમે શનિવારના દિવસે શનિદેવની પૂજા કરી રહ્યા છો તો તમે શનિદેવને સરસીયાનું તેલ જરૂર અર્પણ કરો, તે ઉપરાંત શનિવારે ગોળ અને ચણામાંથી બનેલી વસ્તુનો ભોગ ચડાવો.

શનિવારના દિવસે તમે કાળા વસ્ત્રોને ધારણ કરો કેમ કે શની દેવને કાળી વસ્તુ વધુ પ્રિય છે, જો તમે આ દિવસે કાળી વસ્તુનું દાન કરો છો અને કાળા કપડા પહેરો છો તો તેને કારણે જ શનિદેવની કૃપા તમારી ઉપર હંમેશા જળવાઈ રહે છે.

શનિદેવની કૃપા તો દરેક વ્યક્તિ પ્રાપ્ત કરવા માંગે છે પરંતુ તેની કૃપા પ્રાપ્ત કરવું એટલું સરળ નથી, પરંતુ એવું નથી કે તમને શનિદેવની કૃપા પ્રાપ્ત નથી થઇ શકતી, જો તમે તમારી ટેવોમાં થોડો ફેરફાર કરો છો અને થોડા ઉપાય કરો છો તો તેનાથી તમારી ઉપર શનિદેવના આશીર્વાદ જળવાઈ રહેશે. ઉપરોક્ત થોડા ઉપાય બતાવવામાં આવ્યા છે, જો તમે આ ઉપાય શનિવારના દિવસે કરો છો તો તેનાથી તમને તમારા જીવનમાં જરૂર સારા પરિણામ જોવા મળશે અને શની પીડા માંથી મુક્તિ પ્રાપ્ત થશે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.