ફક્ત 15 સેકંડમાં જુઓ કેવી રીતે મળે છે ‘કર્મોનું ફળ’, વિડીયો જોઈ લોકો બોલ્યા – જેવા કર્મ તેવા ફળ.

વ્યક્તિ કરી રહ્યો હતો કુતરાને પરેશાન, પછી થયું કંઈક એવું કે બીજી વખત આવું કરતા પહેલા 100 વખત વિચારશે.

માત્ર માણસો જ નહીં પરંતુ પ્રાણીઓ પણ બદલો લેવાનું જાણે છે. જ્યારે પણ કોઈ તેમને ફટકારે છે અથવા પરેશાન કરે છે, ત્યારે તેમને પણ ગુસ્સો આવે છે. ઘણી વખત જો તેઓ પોતે બદલો નથી લઈ શકતા, તો તેમના સાથીઓ બદલો લે છે.

અને હાલના દિવસોમાં એવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ફેમસ થઈ રહ્યો છે. તેને એક IFS અધિકારીએ શેર કર્યો છે. તે વીડિયો ક્યાંનો છે અને ક્યારનો છે તેની માહિતી અમારી પાસે નથી, પરંતુ આ વીડિયો જોઈને લોકો કહી રહ્યા છે કે, કર્મોનું ફળ ચોક્કસ મળે છે.

ફેમસ થઈ રહેલા વિડિયોમાં તમે જોઈ શકો છો કે, એક માણસ કૂતરાના કાન અને ગળાને પકડીને તેને પોતાની તરફ ખેંચે છે, તે પોતાની મજા માટે કૂતરા સાથે આવું ખરાબ વર્તન કરે છે અને કૂતરો દુઃખાવાને કારણે ચીસો પાડવા લાગે છે. પરંતુ કહેવાય છે કે ઉપર વાળો બધાની ખબર રાખે છે. અને એ કહેવત સાચી સાબિત કરતા એક ગાય પેલા કુતરાની મદદ કરવા ત્યાં આવી પહોંચે છે. સૌથી પહેલા તે કૂતરાને સાઈડમાં કરે છે અને પછી તે વ્યક્તિને એવો પાઠ ભણાવે છે કે તે બીજી વખત કોઈને પરેશાન કરતા પહેલા સો વખત વિચારશે.

ફેમસ થઈ રહેલા આ વીડિયોને IFS ઓફિસર સુશાંત નંદાએ શેર કર્યો છે. જેને આ આર્ટિકલ લખાય ત્યાં સુધી 1.5 લાખથી વધુ વ્યુ મળી ચૂક્યા છે. તેની સાથે યુઝર્સ આ વીડિયો પર સતત રિએક્શન આપી રહ્યા છે.

વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘આને કહેવાય ઈન્સ્ટન્ટ રિઝલ્ટ… આવા લોકો સાથે આવું જ થવું જોઈએ…! તેમજ અન્ય એક યુઝરે લખ્યું, ‘આવા લોકો સાથે આવું થવું જોઈએ, તો જ આ લોકો સુધરશે.’ આ સિવાય અન્ય ઘણા યુઝરોએ આ વીડિયો પર કમેન્ટ કરતા પોતાની પ્રતિક્રિયા આપી હતી. તમે પણ તમારા મનની વાત કોમેન્ટ કરી શકો છો.

આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.