કરો હનુમાનજીના આ 12 નામોના જાપ, થઈ જશે જીવનના દરેક સંકટ દૂર

હનુમાનજીને અનેક નામોથી ઓળખવામાં આવે છે અને માત્ર તેમના નામના જાપ કરવાથી જીવનના તમામ દુઃખ દુર થઇ જાય છે. જે લોકો દેવાથી દુઃખી છે કે જેને કોઈપણ કાર્યમાં સફળતા નથી મળી રહી, તેમને બસ હનુમાનજીના નામના જાપ કરવાથી જીવનની તકલીફો દુર થઇ જશે. હનુમાનજીના ૧૨ નામોનું વર્ણન ગ્રંથોમાં મળે છે અને એક શ્લોકમાં તેના ૧૨ નામ લખવામાં આવ્યા છે. આ શ્લોક વાચીને હનુમાનજીને પ્રસન્ન કરી શકાય છે. એવું કહેવામાં આવે છે કે જે લોકો આ શ્લોક વાંચે છે તેને સાડાસાતી માંથી મુક્તિ મળી જાય છે.

हनुमानञ्जनीसूनुर्वायुपुत्रो महाबल:।

रामेष्ट: फाल्गुनसख: पिङ्गाक्षोऽमितविक्रम:।।

उदधिक्रमणश्चैव सीताशोकविनाशन:।

लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पहा।।

एवं द्वादश नामानि कपीन्द्रस्य महात्मन:।

स्वापकाले प्रबोधे च यात्राकाले च य: पठेत्।।

तस्य सर्वभयं नास्ति रणे च विजयी भेवत्।

राजद्वारे गह्वरे च भयं नास्ति कदाचन।।

ઉપર જણાવવામાં આવેલા શ્લોકમાં હનુમાનજીના ૧૨ નામો દર્શાવવામાં આવ્યા છે અને આ શ્લોકમાં જણાવવામાં આવેલા હનુમાનજીના નામ આ મુજબ છે.

૧. हनुमान और मंत्र ॐ श्री हनुमते नमः।

અર્થ – હનુમાન જેના અંતરમાં રામ જ રામ હોય

૨. वायु पुत्र, ॐ वायुपुत्राय नमः।

અર્થ – પવન દેવના પુત્ર

3. अञ्जनी सुत, ॐ अञ्जनी सुताय नमः।

અર્થ – દેવી અંજનીના પુત્ર

૪. महाबल, ॐ महाबलाय नमः।

અર્થ – વધુ બળ હોય

૫. फाल्गुण सखा, ॐ फाल्गुण सखाय नमः।

અર્થ – અર્જુનના મિત્ર

૬. रामेष्ट, ॐ रामेष्ठाय नमः।

અર્થ – શ્રીરામના પ્રિય

૭. अमित विक्रम, ॐ अमितविक्रमाय नमः।

અર્થ – જેની વીરતા અથાહ કે અસીમ હોય

૮. पिङ्गाक्ष, ॐ पिंगाक्षाय नमः।

અર્થ – જેની આંખો લાલ કે સોનેરી છે.

૯. सीता शोक विनाशन, ॐ सीताशोकविनाशनाय नमः।

અર્થ – માતા સીતાના દુઃખ દુર કરવા વાળા

૧૦. उदधिक्रमण, ॐ उदधिक्रमणाय नमः।

અર્થ – એક છલાંગમાં સમુદ્ર પાર કરવા વાળા

૧૧. दशग्रीव दर्पहा, ॐ दशग्रीवस्य दर्पाय नमः।

અર્થ – દશ માથા વાળા રાવણના અહંકારનો નાશ કરવા વાળા

૧૨. लक्ष्मण प्राण दाता, ॐ लक्ष्मणप्राणदात्रे नमः।

અર્થ – લક્ષ્મણના પ્રાણ પાછા લાવવા વાળા

આવી રીતે કરો નામોનો જાપ

તમે હનુમાનજીના ૧૨ નામો અને આ નામો સાથે જોડાયેલા મંત્રના જાપ મંગળવારના દિવસે કરો. જે લોકોને સાડાસાતી છે તે લોકો શનિવારના દિવસે હનુમાનજીના નામના જાપ કરો.

હનુમાનજીની મૂર્તિને લાલ રંગની ચુંદડી ચડાવીને તેના ૧૨ નામોના જાપ કરવામાં આવે તો કાર્ય સફળ કરવામાં આવી રહેલી અડચણો દુર થઇ જાય છે.

દેવામાંથી મુક્તિ મેળવવા માટે મંગળવારના દિવસે હનુમાનજી સામે એક સરસીયાના તેલનો અને એક ઘી નો દીવડો પ્રગટાવી દો અને તેના નામના જાપ ૧૧ વખત કરો. આ ઉપાય કરવાથી તમને દેવામાંથી મુક્તિ મળી જશે.

તમારા કોઈ દુશ્મન ઉપર વિજય મેળવવા માટે સતત પાંચ મગળવાર મંદિરે જઈને હનુમાનજીને પાંચ ગુલાબના ફૂલ અર્પણ કરો અને તેના ૧૨ નામોના જાપ કરો. આમ કરવાથી તમારા દુશ્મનો તમને ક્યારે પણ હરાવી નહિ શકે.

ખરાબ સપના અને વિચાર આવવા ઉપર જો હનુમાનના નામો સાથે જોડાયેલા મંત્રને વાંચવામાં આવે. તો ખરાબ સપના આવવાના બંધ થઇ જાય છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.