કરોડો રૂપિયાની ઓફર મળવા છતાં બિગબોસમાં નથી આવ્યા આ 9 સ્ટાર, જાણો શું હતું કારણ?

બીગ બોસ ઇંડિયાનો સૌથી મોટો રીયાલીટી શો છે. આ શો માં જેટલા પણ લોકો આવે છે તેને આખા ભારતમાં એક નવી ઓળખ મળે છે. એ કારણ છે કે અદ્રશ્ય થઇ ગયેલા કે ફ્લોપ થયેલા લોકો આ શો માં આવ્યા પછી પોતાની કારકિર્દીમાં પુનઃ સફળ થયા છે. આ એક એવો શો છે જેણે ઘણાનું જીવન બદલી દીધું છે. ઉપરથી આ કંટેસ્ટેન્ટને બીગ બોસમાં રહેવાના પૈસા પણ મળે છે. તેવામાં આજે અમે તે અભિનેતાઓ વિષે જણાવીશું જેમણે કરોડો રૂપિયા ઓફર થવા છતાં પણ બીગ બોસમાં આવવાનું યોગ્ય ન સમજ્યા.

કરન સિંહ ગ્રોવર

ટીવી અને ફિલ્મ અભિનેતા કરણ સિંહ ગ્રોવર બિપાશા બસુના પતિ પણ છે. કરણને ઘણી વખત બીગ બોસની ઓફર મળી ચુકી છે પણ તેમણે એવું કહીને ના કરી દીધી કે હું એક પ્રાઈવેટ પર્સન છું. હું નથી ઈચ્છતો કે ૨૪ કલાક કોઈની નજર સામે રહું. મને મારી પર્સનલ સ્પેસ જોઈએ.

હની સિંહ

બોલીવુડના પ્રસિદ્ધ સિંગર અને સંગીતકાર હની સિંહને બીગ બોસ સીઝન ૬ની ઓફર મળી હતી. પરંતુ તેમણે તેનો એટલા માટે અસ્વીકાર કરી દીધો કેમ કે તેમને તેના બદલામાં ઘણા ઓછા પૈસા ઓફર થયા હતા.

નેહા ધૂપિયા

નેહા બીગ બોસની ઘણી મોટી ફેંસ છે. તે આ શોમાં ગેસ્ટ તરીકે જોડાયેલી પણ છે.જો કે નેહાનું પણ એવું કહેવું હતું કે તે ૨૪ કલાક રૂમમાં કેમેરા સામે નથી રહી શકતી.

શાયની આહુજા

કામવાળી સાથે ખોટું કામ કરવાના આરોપમાં જેલ જઈ ચુકેલા બોલીવુડ અભિનેતા શાયની આહુજાને બીગ બોસ સીઝન ૯ અને ૧૦ની ઓફર મળી હતી. પણ તેમણે એવું કહીને ના કહી દીધી હતી કે તે હવે કોઈ બીજા વિવાદનો ભાગ નથી બનવા માંગતો.

ઉદય ચોપડા

બોલીવુડમાં ફ્લોપ એક્ટરની ગણતરીમાં આવતા ઉદય ચોપડાને બીગ બોસ સીઝન ૯ની ઓફર મળી હતી.જો કે તેમણે ટ્વીટ કરી જણાવ્યું હતું કે હું બીગ બોસમાં ભાગ નથી લઇ રહ્યો, તે એક સારો શો છે પણ હું તેના માટે યોગ્ય વ્યક્તિ નથી.

રણવિજય સિંહ

એમટીવીના પ્રસિદ્ધ આરજે અને અભિનેતા રણવિજય સિંહને બીગ બોસની લગભગ ૭ વખત ઓફર મળી હતી. રણવિજયે દર વખતે એવું કહીને ના કહી દીધી છે કે તે હાલમાં ઘણા વ્યસ્ત છે અને આ શો માટે તેની પાસે સમય નથી.

પુનમ પાંડે

ઈન્ટરનેટ સંસેશન હોટ અને બોલ્સ પુનમ પાંડેને બીગ બોસ સીઝન ૭ની ઓફર મળી હતી. તેના માટે તેમને મેકર્સ દર અઠવાડિયે ૨.૫ કરોડ રૂપિયા પણ આપવા તૈયાર હતા. પણ પુનમની માંગણી હતી કે તેને 3 કરોડ દર અઠવાડિયે મળે, જો કે તે મેકર્સના બજેટ બહાર હતું એટલા માટે પુનમ બીગ બોસમાં ન આવી શકી.

મિયા ખલીફા

એડલ્ટ ફિલ્મોની સ્ટાર મિયા ખલીફાને લઈને પણ એ સમાચાર ઉડ્યા હતા કે તે બીગ બોસમાં આવવા માંગે છે. આમ તો તેમણે ટ્વીટ કરી સ્પષ્ટ કરી દીધું હતું કે હું હાલમાં ભારતમાં પગ નહિ મુકુ. એટલા માટે જેમણે પણ એવું કહ્યું કે હું બીગ બોસમાં રસ ધરાવું છે તેને જોબ માંથી છુટા કરી દેવા જોઈએ.

સુરવિન ચાવલા

‘ઝલક દિખલા જા’ રીયાલીટી શોમાં સૌના દિલ જીતવા વાળી સુરવિન ચાવલાને પણ બીગ બોસની ૯મી સીઝનમાં ઓફર થઇ હતી પરંતુ તેમણે તે ઓફરનો અસ્વીકાર કરી દીધો હતો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.