કાશીની પવિત્ર ધરતી પર માતાનો ચમત્કારિક દરબાર, જ્યાં ભક્તો દર્શન કરીને થઈ જાય છે ધન્ય

ભારતમાં જુદા જુદા ધર્મને માનવા વાળા લોકો રહે છે અને બધા લોકો પોત પોતાના દેવી દેવતાઓની પૂજા કરે છે અને મંદિરોમાં દર્શન કરવા માટે જાય છે, આમ તો જોવામાં આવે તો દેશભરમાં ઘણા બધા ધાર્મિક સ્થળ રહેલા છે અને તેના પ્રત્યે લોકોને અતુટ વિશ્વાસ જોવા મળે છે.

ક્યાંકને ક્યાંક લોકોના મનમાં આ મંદિરો પ્રત્યે વિશ્વાસ જરૂર રહેલો છે, તેના કારણે જ તે તેઓ દુઃખ તકલીફોને લઈને ભગવાનના દરબારમાં જાય છે, પરંતુ આજે અમે તમને એક એવા મંદિર વિષે જાણકારી આપવાના છીએ. જે કાશીમાં આવેલું છે અને આ મંદિરમાં લોકો દુર દુરથી પૂજા અને દર્શન કરવા માટે આવે છે.

આમ તો અમે તમને જે મંદિર વિષે જાણકારી આપી રહ્યા છીએ તે મંદિર કશીના ગંગા કાંઠે બાલાજી ઘાટ ઉપર આવેલું છે, આ મંદિરને માં બ્રહ્મચારીણીના મંદિરના નામથી લોકો ઓળખે છે, આ મંદિરમાં શ્રદ્ધાળુઓની ઘણી ભીડ સવારથી જ લાગી જાય છે, તમામ ભક્ત માતાના દર્શન કરવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહે છે, માતા રાનીના રૂપમાં દર્શન કરવા માટે શ્રદ્ધાળુ નારીયેલ, માળા, ફૂલ, ચુંદડી વગેરેએ લઈને માતાના દરબારમાં જાય છે અને પોતાનો વારો આવવાની રાહ જુવે છે, તમામ ભક્ત ઘણી જ શ્રદ્ધા ભક્તિથી માતાના દર્શન કરે છે.

આ મંદિરમાં જે બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ છે તે ઘણું ભવ્ય છે, માતાની મૂર્તિના જમણા હાથમાં જપની માળા અને ડાબા હાથમાં કમંડળ રહે છે, એવું કહેવામાં આવે છે કે જે ભક્તિ માતા રાનીના આ રૂપની પૂજા આરાધના કરે છે તેમને સાક્ષાત પરબ્રહ્મની પ્રાપ્તિ થઇ જાય છે, જે શ્રદ્ધાળુ માતાના આ રૂપના દર્શન કરે છે, તેણે યશ અને કીર્તિની પ્રાપ્તિ થાય છે, આ મંદિર ઉપર લોકોને અતુટ વિશ્વાસ જોવા મળે છે.

માતાના આ દરબારમાં આમ તો દરરોજ ભક્તોની ઘણી ભીડ લાગેલી રહે છે પરંતુ જયારે નવરાત્રીના દિવસ આવે છે, તો આ મંદિરમાં લાખોની સંખ્યામાં ભક્ત માતાના દર્શન કરવા માટે ઉપસ્થિત રહે છે, એવું કહેવામાં આવે છે કે નિઃસંતાન દંપત્તિઓને માતાના આ રૂપના દર્શન કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થઇ જાય છે.

જે દંપત્તિને કોઈ સંતાન નથી હોતું તે પોતાની દુઃખ તકલીફો લઈને માતાના આ દરબારમાં દર્શન કરવા માટે આવે છે અને માતાના આશીર્વાદથી તેમને સંતાન સુખ પ્રાપ્ત થાય છે, તેની સાથે જ જે ભક્ત માતાના દર્શન કરે છે, તેની તમામ મનોકામનાઓ જરૂર પૂરી થાય છે.

આ મંદિરના પુજારીનું એવું કહેવું છે કે જે કોઈ કન્યાના વિવાહ નથી થઇ રહ્યા હોતા કે પછી જે બાળકનું ભણવામાં મન નથી લાગતું જો તે નિયમિત રીતે બ્રહ્મચારિણી દેવીના દર્શન અને તેની પૂજા કરે તો તેની તમામ તકલીફો દુર થઇ જાય છે એટલે કે તેમની તમામ માનતાઓ પૂરી થઇ જાય છે, એટલું જ નહિ આ મંદિરના પુજારીનું એવું કહેવું છે કે આ મંદિર અનાદી કાળથી જ છે, અને જ્યારથી કાશી છે ત્યારથી જ બ્રહ્મચારિણી દેવીનું મંદિર અહિયાં બ્રહ્મા ઘાટ ઉપર આવેલું છે.

આમ તો સામાન્ય દિવસોમાં સવારે ૬.૦૦ વાગ્યાથી દિવસના ૧૨ વાગ્યા સુધી અને સાંજે ૪ વાગ્યાથી રાતના ૧૦ વાગ્યા સુધી અહિયાં દર્શન અને પૂજા કરવામાં આવે છે, પરનું શરદ નવરાત્રીના બીજા દિવસે બ્રહ્મચારિણી દેવીના દર્શન અને પૂજાનું વિધાન છે, આ મંદિર સવારે ૪ વાગ્યાથી જ મંગલા આરતી ઉપરાંત સામાન્ય લોકો માટે ખોલી દેવામાં આવે છે.

આ માહિતી હિંદુ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.