કશ્મીર શૂટઆઉટ : માથામાં વાગી ગોળી, તો પણ આંતકવાદીઓને મારીને થયા શહીદ

જમ્મુ-કશ્મીરના લવેપોરા વિસ્તારમાં આંકવાદીઓ અને સીઆરપીએફ સિપાઈઓ વચ્ચે શૂટઆઉટમાં બે આતંકવાદીનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું અને એકને જીવતો પકડવામાં આવ્યો. આ શૂટઆઉટમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)નો એક સિપાઈ શહીદ થઇ ગયો. પરંતુ શહીદ થતા પહેલા સિપાઈએ દેશ માટે એવું કારનામું કર્યું જે અમર થઇ ગયો.

બુધવારે લવેપોરામાં આતંકવાદીઓ હોવાના સમાચાર સુરક્ષાબળોને મળ્યા હતા, એ પછી સુરક્ષાબળોએ તે વિસ્તારમાં સર્ચ અભિયાન ચલાવ્યું અને વિસ્તારની નાકાબંધી કરી દીધી. આ દરમિયાન સ્કુટી પર આવેલા આતંકવાદીઓએ સુરક્ષાબળો પર ગોળી મારવાનું શરૂ કરી દીધું. આતંકવાદીઓએ આપણા જવાન રમેશ રંજનને માથામાં ગોળી મારી દીધી.

ગોળી લાગવા છતાં પણ રમેશે રાયફલ સંભાળી અને જવાબમાં ફાયર શરૂ કરી દીધું. જમીન પર પડતા પડતા રમેશે એક આતંકવાદીને શૂટ કરીને મારી નાખ્યો. ફાયરિંગનો અવાજ સાંભળતા જ બીજા જવાનો અલર્ટ થઇ ગયા અને તેમની પર ફાયરીંગ શરુ કરી દીધું. તેમણે વધુ એક આતંકવાદીને મોતને ઘાટ ઉતારી દીધો.

રમેશ રંજનને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા, જ્યાં તેમને શહિદ જાહેર કરી દેવામાં આવ્યા. રમેશ રંજન બિહારના ભોજપુર જિલ્લાના રહેવાસી હતા. શહીદ થયા પછી તેમના ઘરે સૂચના આપવામાં આવી કે શૂટઆઉટમાં રંજન શહીદ થઇ ગયા છે.

શહીદ જવાન રમેશ રંજન વર્ષ 2011 માં કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળની 73 મી બટાલિયનમાં કોન્સ્ટેબલના પદ પર પસંદગી પામ્યા હતા, અને તેમની પહેલી પોસ્ટિંગ સંભલપુર ઉડ઼ીસામાં થઇ હતી. પછી તેમની પોસ્ટિંગ જમ્મુ કશ્મીરમાં કરી દેવામાં આવી હતી. તેમનાના લગ્ન બે વર્ષ પહેલા જ થયા હતા.

રમેશ રંજનના પિતા રાધામોહન સિંહે જણાવ્યું કે, લગભગ એક મહિના પહેલા તેમનો દીકરો રજાઓમાં ઘર આવ્યો હતો. રજાઓ પૂરી થયા પછી તે જમ્મુ કશ્મીર પોતાની ડ્યુટી પર નીકળી ગયા હતા. દીકરા સાથે હંમેશા તેમની વાત થતી હતી. ઘટનાના એક દિવસ પહેલા જ સાંજે તેમની દીકરા સાથે વાત થઈ હતી. પછી તેમની બટાલિયન કમાન્ડોનો ફોન આવ્યો કે, આંતકીઓ સામે શૂટઆઉટ થયું જેમાં રમેશ રંજન શહીદ થઈ ગયા છે.

દીકરો શહીદ થવા પર રમેશના પિતા જણાવે છે કે, મને ગર્વ છે કે હું તે દીકરાનો બાપ છું જે આતંકવાદીઓને મારીને શહીદ થયો છે. શહીદની માં ના આસું રોકાવાનું નામ લઈ રહ્યા નથી. શહિદના સંબંધીઓનું કહેવું છે કે, તે અમારા બધા લોકો માટે આદર્શથી ઓછો નથી.

આતંકવાદીઓની ઓળખાણ :

આતંકવાદીઓ વિરુદ્ધ આ ઓપરેશન સીઆરપીએફ અને જમ્મુ-કશ્મીર પોલીસે મળીને રચ્યું હતું. મૃતક બે આતંકવાદીઓની ઓળખાણ ખતીબ અહમદ દાસ અને જીઆઉલ રહમાન વાનીના રૂમમાં થઇ છે.

આ પહેલા પણ સીમા પારથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. મંગળવારે પાકિસ્તાનના જમ્મુ-કશ્મીરના પુંછમાં નિયંત્રણ રેખા પર સંધર્ષ વિરામનું ઉલ્લંઘન થયું હતું. જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો. સેના મુજબ પાકિસ્તાને સંધર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું અને પૂંછમાં નિયંત્રણ રેખા પર ફાયરિંગ કરી અને મોર્ટાર ફાયર કર્યું.

જેમાં જણાવવામાં આવ્યું કે, ભારતીય સેનાએ સીમા પર પાકિસ્તાની સેનાને જડબાતોડ જવાબ આપ્યો. સોમવારની રાત્રે જમ્મુ કશ્મીરના કુપવાડાના તંગધાર સેક્ટરમાં પાકિસ્તાનના ફાયરિંગથી એક નાગરિકનું મૃત્યુ થયું અને ચાર અન્ય ઘાયલ થઇ ગયા.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.