મહિલા બોલી, અમારા કશ્મીરિઓ માટે ભગવાનથી ઓછી નથી ભારતીય સેના, દરેકે વાંચવી જોઈએ એની આ વાત

જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી હિંસા વચ્ચે સામાન્ય લોકો સેના ઉપર ઘણા પ્રકારના ગંભીર આરોપ લગાવતા રહે છે, જે સેનાના જવાનોની છાતીને ચીરી નાખે છે. પરંતુ ત્યાર પછી સેનાના જવાન સ્થાનિક લોકોની મદદ કરતા જ રહે છે. અને જયારે પણ એવા ફોટા સામે આવે છે ત્યારે, જે ખરેખર એ વાતનો અનુભવ કરાવે છે કે સેનાના જવાન દરેક સંજોગોમાં પણ રાજ્યના લોકોની મદદ કરે છે.

એ બધા વચ્ચે એક એવા સમાચાર આવ્યા છે, જે સેના ઉપર આરોપ લગાવવા વાળા લોકોની બંધ આંખો ખોલી શકે છે. ખાસ કરીને અહિયાં નિયંત્રણ રેખા એટલે એલઓસીની પાસે દુર આવેલા ગામની એક મહિલાએ સેનાની એમ્યુલન્સ માં પોતાના બાળકને જન્મ આપ્યો છે. જણાવવામાં આવે છે, કે દુર એવા ગામમાં રહેવા વાળી એક ગર્ભવતી મહિલાની સ્થિતિ અચાનકથી ખરાબ થવા લાગી. ત્યાર પછી તેને સેનાની એમ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઇ જવામાં આવી રહી હતી.

સેનાના પ્રવક્તાના જણાવ્યા મુજબ, પ્રસુતિની પીડાને કારણે એક મહિલાની સ્થિતિ ખરાબ થયા પછી દુર એવા એક ગામના સ્થાનિક લોકોએ રાતના સમયમાં એલઓસી ઉપર સેનાની એક શિબિરનો સંપર્ક કર્યો. ત્યાર પછી સેનાના એક ડોક્ટર પોતાની ટીમ સાથે મહિલાના ઘરે પહોંચ્યા. ત્યાં મહિલાની ગંભીર સ્થિતિને જોતા ડોકટરોએ તેને તાત્કાલિક રાજોરી આવેલી એક હોસ્પિટલ લઇ જવાનો નિર્ણય કર્યો.

એ બધા વચ્ચે હોસ્પિટલ લઇ જતા દરમિયાન મહિલાએ એમ્યુલન્સમાં એક બાળકીને જન્મ આપ્યો. છેલ્લા સમાચાર મુજબ મહિલા અને તેનું નવજાત બાળક બન્ને સ્વસ્થ છે. સેનાએ કરેલા આ માનવતા ભરેલા કાર્યની જેટલી પ્રશંસા કરવામાં આવે એટલી ઓછી પડે તેમ છે. ખાસ કરીને એવા વિસ્તારમાં જ્યાં સેના ઉપર સ્થાનિક લોકો હંમેશા હુમલા કરતા રહે છે.

દેશના જવાનો જમ્મુ કશ્મીરમાં ઘણી બધી મુશ્કેલીઓ હોવા છતાં પણ દેશની સેવા કરે છે. જેમની રક્ષા કરવાં માટે તેઓ ત્યાં રહે છે, એ જ લોકો એમનો વિરોધ કરે છે. આ એમના માટે ગણી ખરાબ સ્થિતિ કહેવાય. સલામ છે આપણા દેશના દરેક જવાનને જે આપણા માટે તમામ વસ્તુ છોડીને દેશ માટે પોતાનો જીવ આપવા માટે તૈયાર રહે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.