કાઠિયાવાડી ટેસ્ટ વાળો વઘારેલો રોટલો બનાવવાની રીત શીખો વિડીયો સાથે

આજે આપણે બનાવીશું વધારેલો રોટલો. વધારેલો રોટલો એ ગુજરાતી કાઠીયાવાડી રેસીપી છે. વધારેલો રોટલમાં તેલ, લસણ અને મરચુંનું પ્રમાણ થોડું વધારે હોય છે પણ આજે તે રેસિપી લસણ વિના કેવી રીતે બનાવવી અને તેટલી જ ટેસ્ટી બને છે તે જાણવા ચાલો આ કાઠીયાવાળી વધારેલો રોટલો કેવી રીતે બનાવીએ એ જોઈએ

સૌથી નીચે તમે તે શ્રીજી ફૂડ ના વિડિઓ માં પણ જોઈ શકો છો.

સામગ્રી

3 ઠંડા રોટલા

1.5 કપ ખાટી છાસ

2 મોટી ચમચી તેલ

1/2 નાની ચમચી રાઈ

1 નાની ચમચી હળદળ

1/2 નાની ચમચી હિંગ

1 મોટી ચમચી વાટેલા લીલા મરચા

1.5 ચમચી લાલ મરચાનું પાઉડર

મીઠું સ્વાદ અનુસાર

કોથમીર

રીત

સૌપ્રથમ 2 મોટી ચમચી તેલ ગરમ કરવા મૂકી દો, ત્યારબાદ તેમાં રાઈ એડ કરવાની, રાઈ થઇ જાય ત્યાર બાદ ગેસ ને ધીમો કરી ને તેમાં હળદળ અને હિંગ એડ કરવાના, ત્યારબાદ તેને થોડું હલાવી નાખવાનું છે. તેમાં વાટેલા લીલા મરચા એડ કરી ફરી એક વાર હલાવી દેવાનું છે, ત્યાર બાદ છાસ લઇ તેમાં મીઠું નાખી દેવાનું અને તે છાસ ને કઢાઈમાં નાખી અને તેમાં 1/2 કપ પાણી એડ કરી નાખવાનું.

ત્યારબાદ ગેસ ને મીડીયમ કરી તેમાં લાલા મરચાનું પાઉડર એડ કરી નાખશુ, અને તેને મિક્ષ કરી તેને થોડા સમય સુધી ગરમ થવા દો અને ગરમ થયા બાદ તેનામાં જે રોટલાનો ભૂકો છે તે નાખી દો. તેને પણ સારી રીતે મિક્ષ કરી લો. તેને 1 થી 2 મિનિટ ઢાંકી દેવાનું જેનાથી જલ્દી ગરમ થઇ જાય, ત્યારબાદ તેને ફરી એક વાર હલાવી દેવાનું, મોડિયમ ગેસ ઉપર તેને હજુ 2-3 મિનિટ ઉકાળવા દઈશું. ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો. તેમાં થોડી કોથમીર એડ કરી મિક્ષ કરી નાખો.

2 મિનિટ ઠંડુ થયા બાદ તેને એક બાઉલમાં લઇ લેશુ. હવે તમારો વધારેલો રોટલો તૈયાર છે અને તેને હમેશા ગરમ જ ખાવાનો કારણકે તે ગરમ વધારે ટેસ્ટી લાગે છે. આ રેસિપી લસણ નો ઉપયોગ કરીને કે કર્યા વગર બંને રીતે બનાવી શકીયે (જો તમે લસણ ખાતા હોય તો જ્યારે મરચા નાખવામાં આવે ત્યારે તેની સાથે લસણ નાખી દેવું)

હવે તમારા માટે ટેસ્ટી વધારેલો રોટલો તૈયાર છે

વીડિયોમાં શીખવા નીચે જુઓ .

જુઓ વિડિઓ :