દેવતાઓ ને પણ દુર્લભ છે વાડી ની આ મોજ જોઈ લો એ આ કાઠીયાવાડીઓ રોજ લે છે આવી મૌજ

વાડીમાં જ જમવાનું બનાવવું અને એને ત્યાં ને ત્યાંજ ખાવાની મોજ તો રાજાઓ અને દેવતાઓને પણ દુર્લભ છે. પણ આ ઠાઠનો અનુભવ કેટલાય ગામડા સાથે લગાવ રાખનારા લોકોએ અનુભવ્યો હશે.

આજનો યુગ ખુબ આધુનિક છે. આજના સમયમાં ઘણી બધી વસ્તુની શોધ કરવામાં આવી છે, તેમાંથી એક છે મોબાઇલ. મોબાઈલ આજના સમયમાં આપણા જીવનની મુખ્ય વસ્તુઓ માંથી એક ગણવામાં આવે છે. અને તે મોબાઈલના કારણે આપણને ઘણી બધી નવી નવી જાણકારી શીખવા અને જાણવા મળે છે. આજનો સમય સોશિયલ મીડિયાનો હોવાના કારણે આજે યુવાનોથી લઈને વૃદ્ધ સુધી દરેક સોશિયલ મીડિયાથી જોડાઈ ગયા છે. જેમ કે વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટગ્રામ અને યુટ્યુબ આ ચાર વસ્તુ સામાન્ય થઈ ગઈ છે, એનો લગભગ દરેક વ્યક્તિ ઉપયોગ કરે છે.

વિડીયો – 1

યુટ્યુબ એક એવી વસ્તુ છે જેમાં તમને દરેક પ્રકારની માહિતી સરળતાથી મળી રહે છે. અને તેનો ઉપયોગ પણ લોકો ખુબ સરળ રીતે કરી શકે છે. મોટાભાગના લોકો ઈન્ટરનેટ પરથી ઘણી માહિતી કે કોઈ વસ્તુ શીખવા માંગતા હોય, તો તે સૌથી પહેલા યુટ્યુબ પર જઈને તેની તપાસ કરે છે. યૂટ્યૂબ પર ઘણા બધા વિડીયો જોવા મળે છે જેને જોઈને તમે એના વિષે શીખી અને જાણી શકો છો.

આજે અમે તમને એક એવા યુટ્યુબર વિષે જણાવવા રહ્યા છીએ, જે પોતાની વાડીમાંથી બધાને રસોઈ બનાવવાનું શીખવે છે. તેઓ કોઈ પણ વધારાનો ખર્ચ કર્યા વિના એકદમ પ્યોર કાઠિયાવાડી રસોઈ બનાવે છે. અને આશ્ચર્યની વાત એ છે કે તેઓ આ બધું પોતાના ખેતરમાં જ બનાવીને શીખવે છે. અને તેની વિડિઓ બનાવીને યુટ્યુબ પર મૂકે છે.

અમે જે યુટ્યુબરની વાત કરી રહ્યા છીએ, તેમનું નામ નિકુંજ વસોયા છે. તેઓ ખીજડીયા ગામના વતની છે, જે જામનગરની પાસે આવેલું છે. અમારી જાણકારી મુજબ નિકુંજ ભાઈ હોટલ મેન્જમેન્ટ પણ શીખેલા છે. આજે તે યુટ્યુબ પર ઘણી બધી ચેનલ ચલાવી રહ્યા છે. તેમાંથી એક છે “Crazy For Indian Food” એમાં 3 લાખથી વધુ સબસ્ક્રાઈબર છે. અને તેઓએ ચાર મહિના પહેલા ગુજરાતીમાં પણ એક યુટ્યુબ ચેનલ શરુ કરી છે જેનું નામ છે “All India Recipe – Gujarati”. આ ચેનલને પણ લોકોએ ખુબ પસંદ કરી અને તેમની ચેનલ પર 1 લાખ 23 હજારથી પણ વધુ સબસ્ક્રાઈબર છે.

વિડીયો – ૨

તેઓ આજે બધાને કુદરતી રીતે એટલે કે કોઈ પણ પ્રકારના ગેસ કે કેમિકલ વાળા શાકભાજી વગેરેનો ઉપયોગ કર્યા વિના, પોતાની વાડીમાં રસોઈ બનાવવાનું શીખવે છે. તેમના વિડીયોને લોકો ખુબ પસંદ કરે છે, જેના કારણે તે નવી નવી રેસિપીઓ બનાવવાનું શીખવે છે. આ બધું કામ તે પોતે કરે છે. સાથે જ તે રેસિપી બનાવ્યા પછી પોતે તેનો સ્વાદ લે છે.

તેમની ચેનલના કેટલાક વિડીયો તમે આ લેખમાં જોઈ શકો છો. જેમાં તે કેવી રીતે ખેતરમાંથી શાકભાજી લઈને કેવી રીતે વાડીમાં રસોઈ બનાવવાનું શીખવી રહ્યા છે. જો તમને પણ વાડીમાં રસોઈ બનાવીને ત્યાં જ ખાવાની ઈચ્છા જાગૃત થઇ હોય, તો તમે પણ એક વખત તમારી વાડીમાં આવી રીતે કુદરતી રસોઈ બનાવીને ખાવાનો આનંદ લઇ શકો છો.

વિડીયો – ૩