ચોગ્ગા છગ્ગા ફટકાર્યા પછી ઉત્સાહિત થઇ કેટરીના કૈફ, અનુષ્કાને કહ્યું – વિરાટને કહેજે કે મારા….

જયારે કોઈ ફિલ્મ બને છે તો તેની પાછળ ઘણા લોકોની મહેનત છુપાયેલી હોય છે. હવે જે નાના પાયા ઉપર કામ કરી રહ્યા છે તેને તો કામ કરવાનું જ છે, પરંતુ જે ફિલ્મના મુખ્ય કલાકારો હોય છે તેમની ઉપર સ્ટ્રેસ હોય છે. તે કલાકો સુધી સતત કામ કરતા રહે છે, પરંતુ સીન કરવા માટે સેટ ઉપર જ કોઈને કોઈ બબાલ કરી જ લે છે. એવું હંમેશા જોવા મળે છે કે નિર્દેશક અલી અબ્બાસ ઝફરના સેટ ઉપર કલાકારો મસ્તી કરે જ છે. અને જો ફિલ્મના હીરો સલમાન ખાન હોય તો મસ્તી કરતા રહો. ભાઈજાન બધું સંભાળી લેશે એવી ફીલિંગ આવે છે.

કાંઈક એવું જ કર્યુ કેટરીના કેફે, જે છેલ્લા દિવસોમાં ફિલ્મ ભારતના સેટ ઉપર ક્રિકેટ રમી, અને તેનો વિડીયો ઈંસ્ટાગ્રામ ઉપર શેર કરી દેવામાં આવ્યો હતો. ચોગ્ગા છગ્ગા જુડ્યા પછી ઉત્સાહિત થઈ કેટરીના કેફ. અને એટલું જ નહિ તે ઉત્સાહમાં આવી અને તેણે અનુષ્કા શર્માને એક સલાહ પણ આપી દીધી.

ચોગ્ગા છગ્ગા જુડ્યા પછી ઉત્સાહિત થયેલી કેટરીના કેફ :

થોડા દિવસ પહેલા એક વિડીયો સામે આવ્યો જેમાં તે ક્રિકેટ રમતી જોવા મળી. સલમાન ખાને આ પહેલા ઘણા છગ્ગા લગાવ્યા અને પોતાના ફેન્સને જણાવ્યું કે તે ક્રિકેટમાં પણ હોંશિયાર છે. હવે કેટરીના કેફ પણ સલમાનના રસ્તે ચાલી રહી છે. કેટરીનાએ પોતે એ વિડીયો જોયા પછી પોતાના અભિનયથી વધુ પોતાનો ક્રિકેટ રમવાના અંદાજની ફેન થઇ છે. કેટરીના પણ ઘણા ચોગ્ગા છગ્ગા જોડવામાં લાગી છે. જુવો વિડીયો

ફલડ લાઈટના પ્રકાશમાં ક્રિકેટ રમતી કેટરીના કેફએ બ્લેક ટ્રાઉઝર અને ટીશર્ટ પહેર્યુ છે. થોડી વારમાં જ વિડીયોને ૧૨ લાખથી વધુ લોકોએ જોઈ લીધો હતો. વિડીયોને શેર કરતા કેટરીનાએ એક મજાનું કેપ્શન આપ્યું અને અનુષ્કા શર્માને ટેગ કરી. કેટરીનાએ લખ્યું, પેકઅપ પછી ભારતનો સેટ, કેમ કે વર્ડ કપ નજીક આવી રહ્યો છે. અનુષ્કા શર્મા તું ટીમના કેપ્ટનને મારી ભલામણ કરી દે, મારા સ્વીંગમાં થોડો સુધારો થઇ શકે છે, પરંતુ હું ખરાબ ઓલરાઉન્ડર નથી. તેની સાથે જ કેટરીનાએ #apna time aayega લખ્યું. કેટરીનાના એ વિડીયો ઉપર ફેન્સની સરસ કમેન્ટ આવી રહી છે. એક યુઝરે લખ્યું, ભાઈએ જ ખવરાવ્યું છે ભાભીને, તો બીજા યુઝરે લખ્યું, ઓલરાઉન્ડર, હાર્દિક પંડ્યાનું સારું રિપ્લેસમેંટ મળી ગયું.

કેટરીનાને મળી એક બીજી તક :

વર્ષ ૨૦૧૮ માં કેટરીના કેફની બે મોટી ફિલ્મો આવી, જેમાંથી એક ફિલ્મ ‘એક ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ હતી અને બીજી ફિલ્મ ‘ઝીરો’ હતી. તે બન્ને ફિલ્મો બોક્સ ઓફીસ ઉપર ઉંધી પડી ગઈ જો કે તે ફિલ્મોમાં આમીર ખાન અને શાહરૂખ ખાન એવા મોટા કલાકારો હતા. હવે એક વખત ફરી કેટરીનાને સલમાન ખાનનો સાથ મળી ગયો છે, અને આ વખતે તે તેની સાથે ઈદ, ૨૦૧૯ માં આવી રહી છે. રીપોર્ટસના જણાવ્યા મુજબ કેટરીનાનું ફિલ્મમાં મહત્વનું પાત્ર હશે જે તમારા દિલને સ્પર્શી શકે છે.

જુઓ વિડીયો :