કેબીસી 11 ગુજરાતી ટીચર ધોની સાથે જોડાયેલ સવાલનો જવાબ આપી ના શક્યા જાણો કયો હતો સવાલ

કેબીસી સીઝન ૧૧ ના મંગળવારે પ્રસારિત થયેલો એપિસોડમાં ભાવનગરની રહેવાવાળી બીનાબેન પ્રવીણભાઈ રાઠોડ હોટ સીટ ઉપર પહોંચી. બીનાબેન વ્યવસાયથી એક ટીચર છે. તે 6 થી 8 ધોરણના બાળકોને ગણિત અને વિજ્ઞાન વિષય ભણાવે છે.

શો માં અમિતાભ બચ્ચને બીનાબેન સાથે કેટલીય મજેદાર વાતો કરી. અમિતાભ બચ્ચન તેમનું નામ લઈને બોલાવતા હોય છે. જેના ઉપર બીનાબેન કહે છે કે તમે મને ફક્ત બીના કહીને બોલાવો, આખું નામ લેવાથી એવું લાગી રહ્યું છે કે હું બહુ મોટી થઈ ગઈ છું. આગળ અમિતાભ કહે છે કે, તમે મારાથી તો મોટા ના થઈ શકો ને? હું 77 પાર થઈ ગયો છું. અમિતાભની આ વાત સાંભળીને બધા દર્શકો હસવા લાગ્યા.

બીનાબેને જણાવ્યું કે, મારા સાસુ સસરા અમારી સાથે જ રહે છે. તે બોલી અને સાંભળી શકતા નથી. મારા પતિને પણ સાંભળવામાં મુશ્કેલી થાય છે. આવું હોવા છતાં અમારા વચ્ચે જબરજસ્ત બોન્ડિગ છે. બીનાબેનની આ વાત સાંભળીને અમિતાભ પૂછે છે કે, તમને બેલેન્સ કરવામાં મુશ્કેલી ના થઈ? જેના ઉપર બીનાબેન કહે છે, મને એવું લાગી રહ્યું છે કે મારા લગ્ન ક્યાંક બીજે થાય હોત તો કદાચ હું એટલી ખુશ ના રહી શકત.

બીનાબેન કહે છે કે થોડી મુશ્કેલી આવે છે, પણ ઘરમાં ખુશીનું વાતાવરણ વધુ છે. શો માં બીનાબેનના પતિ પણ હાજર હતા. તે બીનાના વખાણ કરતા ઇમોશનલ થઈ જાય છે. રમતની વાત કરીએ તો બીનાબેન દાવ એટલો લાંબો ના રહી શક્યો. એ ફકત 1.60 લાખ રૂપિયા જ જીતી શક્યા.

બીનાબેને આ સવાલ ઉપર કવીટ કરી લીધું. પરંતુ એમણે જવાબમાં એમ.એસ.ધોની નું નામ લીધું હતું. પરંતુ તે આ સવાલના જવાબને લઈને શ્યોર ન હતા.

સવાલ: કેપ્ટન પદ સાથે આઇપીએલમાં 100 મેચ જીતવા વાળા પહેલા ખેલાડી કોણ છે?

A. ગૌતમ ગંભીર

B. રોહિત શર્મા

C. એમએસ ધોની

D. શેન વોર્ન

જવાબ : એમએસ ધોની

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.