KBC 11 : સોનાક્ષીને ખબર નથી, હનુમાનજી કોના માટે લાવ્યા હતા સંજીવની બૂટી, જવાબ માટે વાપરી લાઈફલાઈન

હાલમાં ટીવી પર કોન બનેગા કરોડપતિની 11 ની સીઝન ચાલી રહી છે. દર વખતની જેમ આ વખતે પણ આ શો ને સારો પ્રતિભાવ મળી રહ્યો છે. અને લોકો પણ પોતાના જ્ઞાનભંડોળ વડે સારી એવી રકમ જીતી રહ્યા છે. આ શો માં શુક્રવારે કર્મવીર સ્પેશિયલ એપિસોડમાં રુમા દેવી આવ્યા હતા. જણાવી દઈએ કે, રુમા દેવીને 2018 માં રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે નારી શક્તિ એવોર્ડથી સમ્માનિત કર્યા હતા.

રુમા 22 હજાર મહિલાઓને સ્કિલ ટ્રેનિંગ આપી ચુકી છે. અને સોનાક્ષી સિન્હા પણ રુમા દેવીના કામથી ઘણી પ્રભાવિત થઈ, અને તે રુમા દેવીની પ્રોડક્ટની બ્રાન્ડ એમ્બેસેડર બની. અને રુમા સાથે શો માં સોનાક્ષી સિન્હા પણ આવી હતી. શો માં એક સવાલ પૂછવામાં આવ્યો, એ પછી સોનાક્ષીને ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે.

હકીકતમાં, બિગ બી એ સવાલ પૂછ્યો હતો કે, રામાયણ અનુસાર હનુમાનજી કોના માટે સંજીવની બૂટી લાવ્યા હતા?

એના વિકલ્પ હતા, A. સુગ્રીવ, B. લક્ષ્મણ, C. સીતા અને D. રામ.

તમને જાણીને નવાઈ લાગશે કે, સોનાક્ષીને આ સવાલનો જવાબ ખબર ન હતો, તો એના માટે એમણે એક્સપર્ટ વાળી લાઈફલાઈન પસંદ કરી. અને આ સરળ સવાલનો જવાબ સોનાક્ષીને ખબર ન હતો, એ કારણે તે સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ થઈ રહી છે. તમે પણ બીજા લોકોની જેમ એ જ વિચારી રહ્યા હશો કે, આ સવાલનો જવાબ તો સ્કૂલમાં ભણતા નાના બાળકોને પણ આવડે. અને એમાં સોનાક્ષીએ લાઈફલાઈન વાપરી.

હવે તમને એ જણાવી દઈએ કે, સોનાક્ષીના ઘરનું નામ રામાયણ છે, અને એના બંને ભાઈઓના નામ લવ અને કુશ છે. તો આ પરથી લોકો એવું કહી રહ્યાં છે કે, ઘરમાં જ રામાયણનું આટલું અનુસાર થાય છે, તો પછી સોનાક્ષીને આટલા સરળ સવાલનો જવાબ કેમ ન આવડ્યો. આ સવાલ પછી લોકો સોનાક્ષીને બરાબરની ટ્રોલ કરી રહ્યા છે.

અમુક લોકો કહી રહ્યાં છે કે, હવે આલિયા ભટ્ટ કહી શકે છે કે, મારા કરતા પણ બુધ્ધુ લોકો ઇન્ડસ્ટ્રીમાં છે. આલિયા ભટ્ટ હવે પોતાને ઈન્ટેલીજન્ટ માની શકે છે.

સોનાક્ષીના પ્રોફેશનલ જીવનની વાત કરીએ તો તેણે સલમાન ખાનની ફિલ્મ દબંગથી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી અને તે ઘણી પ્રખ્યાત હિરોઈન બની ગઈ છે. હાલમાં તે સલમાન ખાન સાથે પોતાની ફિલ્મ દબંગ 3 ના શૂટિંગમાં વ્યસ્ત છે. અને આ ફિલ્મ પણ આગળના બંને ભાગની જેમ સુપરહિટ સાબિત થાય એવી આશા છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.