હોટ સીટ પર પહોંચ્યા કશ્મીરી ટીચર, આ અઘરા સવાલોના જવાબ આપીને જીત્યા 12 લાખ રૂપિયા

અમિતાભ બચ્ચનના શો ‘કૌન બનેગા કરોડપતિ’ સતત સમાચારોમાં છવાયેલો છે. ‘કેબીસી’ની ૧૧મી સીઝનના બે કરોડપતિ મળી ગયા છે. ૧ કરોડ રૂપિયા જીતવા વાળા આ કંટેસ્ટેન્ટનું નામ સનોજ રાજ અને ૧૫૦૦ રૂપિયા મહિનાના કમાતી બબીતા તોડે છે. તેમાં વચ્ચે શો માં એક કંટેસ્ટેન્ટના નામની વધુ ચર્ચા થઇ રહી છે. ખાસ વાત છે કે આ કંટેસ્ટેન્ટનું કનેક્શન કલમ ૩૭૦ સાથે છે. આ કંટેસ્ટેન્ટનું નામ મોહમ્મદ યુનુસ ડાર છે.

મોહમ્મદ યુનુસ ડાર જમ્મુ કાશ્મીરના અનંતનાગના રહેવાસી છે. યુનુસ ધંધાથી શિક્ષક છે. મોહમ્મદ યુનુસ કેબીસીમાં પસંદ કરવામાં આવેલા ૧૦ કંટેસ્ટેન્ટમાં રહેલા હતા. ઘાટી માંથી કલમ ૩૭૦ દુર કર્યા પછી બદલાયેલી સ્થિતિને કારણે જ આ શો માં ન આવી શક્યા હતા. મોહમ્મદ યુનુસ ;કેબીસી ૧૧’ માં આવતા પહેલા કાશ્મીરી શિક્ષક છે.

શો દરમિયાન મોહમ્મદ યુનુસે જણાવ્યું કે તેમના મિત્ર તેને હ્યુમન કેલ્કયુલેટર કહીને બોલાવે છે. એવું એટલા માટે કેમ કે તે મોટાભાગના પ્રશ્નો ચપટીમાં હલ કરી દે છે. યુનુસનું એવું કહેતા જ બિગ બી ઉત્સાહિત થઇ ગયા. શો દરમિયાન બીગ બીએ યુનુસને ઘણા પ્રશ્નો પૂછ્યા જેના ઉત્તર યુનુસે ઝડપથી જ આપી દીધા.

યુનુસની હાજર જવાબી જોઇને બિગબીએ યુનુસ પાસે તેની રીત પૂછી. યુનુસે જણાવ્યું કે બધા તે નથી કરી શકતા. મેં થોડી ટ્રીકસ બનાવી રાખી છે. જો હું તમને જણાવી આપૂ તો પણ તમે નથી કરી શકતા કેમ કે તેના માટે અભ્યાસ કરવો પડે છે. ‘કેબીસી’ માં મોહમ્મદ યુનુસ ડારે ૧૨ લાખ ૫૦ હજાર રૂપિયા જીત્યા. ૧૨ લાખ રૂપિયા માટે પ્રશ્ન હતો, ભારતીય ભૌતીક વૈજ્ઞાનિક શિશિર કુમાર મિત્રના નામ ઉપર રાખવામાં આવેલુ ક્રેટર ‘મિત્ર’ તમને ક્યા જોવા મળશે? સાચો જવાબ હતો, ચંદ્ર. સાચો જવાબ આપીને યુનુસે ૧૨ લાખ ૫૦ હજાર જીત્યા. ત્યાર પછી યુનુસે ૨૫ લાખના પ્રશ્ન ઉપર શો છોડવાનો નિર્ણય લીધો.

યુનુસે પહેલા પશ્ચિમ બંગાળની લાબોની બસુ ચર્ચામાં રહી. લાબોની પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરી રહી છે અને તેની ઈચ્છા આઈએએસ અધિકારી બનવાનું છે. ૧૪ વર્ષની ઉંમરમાં તે પ્રાથમિક સ્કુલના બાળકોને સામાજિક વિજ્ઞાન ભણાવતી હતી. શો દરમિયાન લોબાનીને ઠંડી લાગવા લાગી. તે જોઈ અમિતાભે પોતે લોબાનીને બે વખત શાલ ઓઢાડી. બિગબીને એવું કરતા જોઈને ફેંસ ઘણા પ્રભાવિત થયા અને સોશિયલ મીડિયા ઉપર તેમની પ્રસંશા થઇ.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.