ઓફીસ લુકને વિશેષ બનાવવા માટે હેન્ડ પર્સમાં આ 5 મેકઅપ પ્રોડક્ટસ જરૂર રાખો, જાણો કઈ વસ્તુ છે ઉપયોગી.

જો તમે ઓફીસમાં દેખાવા માંગો છો સુંદર, તો તમારી બેગમાં રાખો આ મેકઅપ પ્રોડક્ટસ, સુંદરતા જળવાઈ રહેશે.

મહિલાઓ માટે ઓફીસ માટે તૈયાર થવું સરળ નથી હોતું. શું પહેરવાનું છે અને કેવી રીતે તૈયાર થવું એ બધું પહેલાથી વિચારવું પડે છે. કેટલીક મહિલાઓ પોતાના લુકને લઈને ઘણી સીરીયસ હોય છે, તે પોતાના લુકને સિમ્પલ રાખવાને બદલે એલીગેંટ રાખવા અને સુદંર દેખાડવાનું પસંદ કરે છે. રોજ સવારે ઉઠીને આ બધું નક્કી કરવું એક અઘરું કામ હોય છે. અને ઓફીસ માટે હેયર સ્ટાઈલ બનાવવાથી લઈને ડ્રેસ પહેરવામાં જ બધો સમય પસાર થઇ જાય છે. તેથી મેકઅપ કરવા માટે સમય જ નથી વધતો.

એટલા માટે કેટલીક મહિલાઓ પોતાની ઓફીસ બેગમાં મેકઅપ પ્રોડક્ટ્સ રાખે છે, જેથી પહોંચ્યા પછી તરત પોતાના લુકને ઠીક કરી શકાય. આ સૌથી સરળ રીત પણ છે, કેમ કે તેનાથી તમે મીટીંગ કે પછી બીજા ઓકેશન મુજબ તરત તૈયાર થઇ શકો છો. અને ઓફીસ લુકને ઈંપ્રેસીવ બનાવવા માટે મેકઅપ મહત્વનો ભાગ ભજવે છે. તેથી આજે અમે 5 એવી મેકઅપ પ્રોડક્ટ્સ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમારી બેગમાં જરૂર રાખો. ખાસ કરીને આ મેકઅપ પ્રોડક્ટ્સની જરૂર હંમેશા પડે છે અને તેનાથી તમે સમય બગાડ્યા વગર જલ્દી તૈયાર પણ થઇ શકો છો.

બીબી ક્રીમ : રોજ ચહેરા ઉપર ફાઉંડેશન નથી લગાવી શકાતું. તેને વધારે સમય ચહેરા ઉપર લગાવી રાખવાથી સ્કીન ખેંચાયેલી ખેંચાયેલી જોવા મળે છે, જેથી તમારો લુક નેચરલ નથી લાગતો. નેચરલ લુક માટે તમે ધારો તો લાઈટ વેટ બીબી ક્રીમનો ઉપયોગ કરી શકો છો. બીબી ક્રીમ એક મલ્ટી ટાસ્કીંગ પ્રોડક્ટ છે, જે ન માત્ર તમારી સ્કીનને મોઈસ્ચરાઈઝ રાખશે પણ ત્વચાને યુવી કિરણોથી પણ બચાવશે. તમારી સ્કીનને ટોન પણ કરશે. લાઈટ વેટ બેઝડ ક્રીમ ડેઈલી બેઝ માટે ઉપયુક્ત છે, કેમ કે તે લુકને કેકી બનાવ્યા વગર તમને નેચરલ લુક આપવાનું કામ કરે છે.

કંસીલર : ખીલ કે પછી ફોડકીને કારણે ચહેરા ઉપર ઘણા ડાઘ થાય છે, જે બીબી ક્રીમ લગાવવા છતાં પણ નથી છુપાતા. તેથી તમે કંસીલરનો ઉપયોગ કરી શકો છો. પણ ધ્યાન રાખો કે તેને તમે તે જગ્યા ઉપર લગાવો, જ્યાં ડાઘ છે. તેના માટે કંસીલર લો અને ટેબ કરીને ચહેરા ઉપર લગાવો અને પછી તેને સારી રીતે બ્લેન્ડ કરી લો. અને કંસીલરનો ઉપયોગ બીબી ક્રીમ પછી કરો. નેચરલ ફીનીશીંગ માટે તમે આંગળીઓનો ઉપયોગ કરી શકો છો. ખાસ કરીને આંગળીઓની ગરમીથી કંસીલર સારી રીતે બ્લેન્ડ થાય છે.

કાજલ : મેકઅપમાં કાજલ સૌથી મહત્વની વસ્તુ છે, તેનો તમે આઈલાઈનરની જેમ પણ ઉપયોગ કરી શકો છો. આજકાલ ઘણી એવી બ્રાંડ છે, જેનું કાજલ ઘણું સારું અને વોટરપ્રૂફ હોય છે. તમે તેનો ઉપયોગ સરળતાથી કરી શકો છો. આંખોની નીચે ઉપરાંત ઉપર આઈલાઈનરઆઈલાઈનરની જેમ પણ તે બેસ્ટ છે. કાજલ વગર મેકઅપ અધુરો હોય છે, તેથી તમે ધારો તો તેને અલગ અલગ રીતે લગાવીને તમારા લુકને નિખારી શકો છો.

લીપસ્ટીક : ઓફીસ બેગમાં લીપસ્ટીકના ઘણા શેડ સાથે રાખો. મેટ કે પછી ગ્લોસી લીપસ્ટીકની જરૂર ક્યારે પણ પડી શકે છે. તમે ધારો તો ન્યુ-ડનું પણ ઓપ્શન રાખી શકો છો. લીપસ્ટીકને તમે બ્લશની જેમ પણ ઉપયોગ કરી શકો છો. ખાસ કરીને ઘણી વખત મીટીંગમાં આપણે થોડા ડીફરેંટ અને ફ્રેશ દેખાવાની ઈચ્છા હોય છે, તેથી તમે ધારો તો બ્લશ લગાવી શકો છો. પિંક ગાલ માટે તમે લીપસ્ટીકનો ઉપયોગ કરીને ન્યુ પિંક કલર પસંદ કરો. ઉપયોગ કરતી વખતે પ્રમાણ અને લગાવવાની રીત ઉપર ખાસ ધ્યાન રાખો.

બોડી મીસ્ટ : આખો દિવસ ફ્રેશ અને તાજા રહેવા માટે તમે ફેવરેટ પરફયુમનો ઉપયોગ કરો છો. મુસાફરી દરમિયાન કે પછી આખો દિવસ કામ કરતી વખતે સુગંધ ગાયબ થઇ જાય છે. એવી સ્થિતિમાં તમારી બેગમાં એક બોડી મીસ્ટ જરૂર રાખો. જેથી સમયે સમયે તેનો ઉપયોગ કરી શકાય. તે બોડી મીસ્ટને પસંદ કરતી વખતે ધ્યાન રાખો કે તે વધુ સ્ટ્રોંગ ન હોય, કેમ કે તે ઓફીસમાં રહેલા બીજા લોકોને પરેશાન કરી શકે છે. એટલા માટે વધુ સ્ટ્રોંગના બદલે ફ્રેગરેંસ વાળા બોડી મીસ્ટનો ઉપયોગ કરો.

આ માહિતી હરજિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.