ઘર બનાવતા સમયે રાખો આ વાતોનું ધ્યાન, ક્યારેય નહિ થાય નકામો ખર્ચ

જાણો ઘર બનાવતા સમયે થવા વાળા ખોટા ખર્ચને કઈ રીતે ઓછો કરી શકાય છે?

મિત્રો દરેક વ્યક્તિ પોતાનું ખુદનું એક ઘર બનાવવા ઈચ્છે છે. તેના માટે કોઈ લોન લે છે તો કોઈ ઘણા લાંબા સમય સુધી પૈસા ભેગા કરે છે, જેથી એક સારું ઘર બનાવી શકાય. પણ ઘર બનાવતા સમયે આપણો નકામો ખર્ચ ઘણો વધી જાય છે, અને ઘણી વાર પૈસાની અછત થવાને કારણે એવું ઘર નથી બનાવી શકતા જેવું આપણને જોઈએ છે.

એટલા માટે આજે અમે તમને તેના વિષે જ જણાવવાના છીએ, કે ઘર બનાવતા સમયે થવા વાળા ખોટા ખર્ચને કઈ રીતે ઓછો કરી શકાય છે? આજે તમને અમુક એવી જરૂરી વાતો જણાવવાના છીએ, જેનું ઘર બનાવતા સમયે ધ્યાન રાખીને તમે ખર્ચને ઘણો ઓછો કરી શકો છો.

સૌથી પહેલી ધ્યાન રાખવા વાળી વાત એ છે કે, જયારે ઘર બનવતા સમયે પાયા માટે ખોદકામ કરવામાં આવે છે, તો ફાઉંડેશન તૈયાર કરવા માટે તમે તેમાં અડધા રોડા છૂંદીને નાખો છો. તેમાં મજૂરીનો ખર્ચ પણ વધે છે અને મટીરીયલ પર પણ વધારે પૈસા ખર્ચ થાય છે. તેની જગ્યાએ તમે મોટા કોંક્રીટના રોડા નાખશો તો તે વધારે મજબૂત પણ થાય છે અને તેમાં મજૂરીનો ખર્ચ પણ ઘણો ઓછો થશે.

બીજી ધ્યાન રાખવા જેવી વાત એ છે કે, જો તમે ઘણા મોટા કોલમ પણ નથી નાખવા માંગતા અને સાથે જ તમે એ પણ ઈચ્છો છો કે તમારું કામ પણ થઈ જાય, તો તમે અન્ય એક રીત અજમાવી શકો છો. દીવાલોનું ચણતર કરાવતા દરમિયાન તમે કોલમમાં દીવાલોનો બંને તરફ ઉપર ફોટામાં દેખાડ્યા મુજબ સળિયા ફિટ કરાવી શકો છો.

એવું કરવાથી દીવાલને કોલમનો સપોર્ટ મળશે અને દીવાલ મજબૂત થશે, પણ ઓછા ખર્ચમાં. આ રીતે ઘર બનાવતા સમયે ખર્ચ ઓછો આવશે આ પદ્ધતિને તમે નીચેનો વિડીયોમાં જોઈને સમજી શકો છો.

ત્રીજી વાત એ છે કે, મોટાભાગના લોકો શું કરે છે કે કોલમ ઉઠાવતા સમયે પહેલા 5 ફૂટ ભરે છે, પછી બીજું 5 ફૂટ ભરે છે. પણ એવું ન કરવું જોઈએ. લાકડાના સપોર્ટની જગ્યાએ લોખંડના સપોર્ટથી તમે કોલમ ભરશો તો એક જ વારમાં તમારું કામ થઈ જશે અને તમારો મજૂરી ખર્ચ પણ ઓછો થશે. કેમ કે જો તમે પહેલા 5 ફૂટ ભરશો પછી બીજું પાંચ ફૂટ ભરશો તો લેવલ મિસ્ત્રી બે વારનો ખર્ચ લેશે તેની જગ્યાએ તમે લોખંડના સપોર્ટથી એક વારમાં જ આખી કોલમ ભરી શકો છો.

ચોથી વાત એ કે, કોલમ ભરાયા પછી સપોર્ટ ખોલ્યા પછી ચેક કરી લો કે માલ વધારે બહાર ફેલાયો નથીને. જો એવું હોય તો તે બહાર નીકળેલો માલ પહેલા જ કાપી નાખો. તે તાજો હોય એટલે સરળતાથી તેને કાઢી શકાય છે. તેના સંપૂર્ણ રીતે સુકાયા પછી તેને કાપવામાં વધારે મહેનત અને સમય લાગે છે.

જુઓ વિડીયો :

આ માહિતી ઉન્નત ઉદ્યોગ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.