ઘરના મુખ્ય દરવાજા ઉપર રાખો આ વસ્તુ, મહાલક્ષ્મીના આશીર્વાદથી વધશે ધન-સમૃદ્ધી.

મહાલક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે ઘરના મુખ્ય દરવાજા ઉપર રાખો આ વસ્તુ, વધશે ધન-સમૃદ્ધી.

દરેકના ઘરમાં ખુશીઓ હોવી ઘણું જ જરૂરી છે અને આપણા ઘરના મુખ્ય દ્વાર ખુશીઓનું દ્વાર માનવામાં આવે છે, કેમ કે જે પણ ખુશીઓ આપણા જીવન અને આપણા ઘરમાં આવે છે, તે આપણા ઘરના મુખ્ય દ્વારથી જ પ્રવેશ કરે છે, તે કારણે જ તમે લોકોએ જોયું હશે કે મોટાભાગના લોકો પોતાના ઘરના મુખ્ય દરવાજાને હંમેશા શણગારીને રાખે છે.

જો તમારા ઘરમાં કોઈ વ્યક્તિ કે પછી કોઈ મહેમાન આવે છે, તો સૌથી પહેલા તે તમારા ઘરમાં મુખ્ય દરવાજા ઉપર જ નજર કરે છે અને તેમાંથી થઈને જ તમારા ઘરમાં પ્રવેશ કરે છે, એવી સ્થિતિમાં જો તમારા ઘરમાં મુખ્ય દરવાજા સારા ન હોય અને ત્યાં સ્વચ્છતા ન હોય તો દેવી દેવતા તમારા દરવાજાએથી જ પાછા જતા રહે છે.

ખાસ કરીને ધનની દેવી માતા લક્ષ્મીજી તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર ગંદકી જોઇને પાછા જતા રહે છે, તે તમામ વાતોને ધ્યાનમાં રાખીને આજે અમે તમને ઘરના મુખ્ય દરવાજાને કેવી રીતે રાખીને તમે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરાવી શકો છો અને ધન સમૃદ્ધી પ્રાપ્ત કરી શકો છો? તેના વિષે જાણકારી આપવાના છીએ, જો તમે તમારા ઘરના મુખ્ય દરવાજા સાથે જોડાયેલી આ વિશેષ વાતો ઉપર ધ્યાન આપો છો, તો તમારા ઘરમાં ક્યારે પણ નકારાત્મક ઉર્જાનો વાસ નહિ રહે અને તમારા કુટુંબમાં આનંદ જળવાઈ રહેશે.

ઘરના મુખ્ય દરવાજા સાથે જોડાયેલી મહત્વની વાતો :-

તમારે સૌથી પહેલા એ વાત ધ્યાનમાં રાખવાની રહેશે કે સવારે ઉઠીને તમે તમારા ઘરના મુખ્ય દરવાનો ખોલી દો અને પ્રાર્થના કરતા તમારા ઘરના મુખ્ય દરવાનો ખુલો જ રાખો, જયારે તમે તમારા ઘરનો દરવાનો ખોલી દો ત્યાર પછી મુખ્ય દરવાજા ઉપર જળ છાંટો, મુખ્ય દરવાજા ઉપર સવારના સમયે જળ છાંટવા માટે તમે તાંબાના લોટામાં રાતના સમયે જળ ભરીને ઇશાન ખૂણો એટલે દક્ષીણ-પશ્ચિમમાં રાખી દો, તમે ધારો તો તેમાં થોડી હળદર, ગુલાબ જળ કે પછી અત્તર પણ ભેળવી શકો છો.

જો તમે તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર ધનની દેવી માતા લક્ષ્મીજીની તસ્વીર લગાવો છો, તો તે શુભ માનવામાં આવે છે, તમે ક્યાય પણ આવતા જતા આ તસ્વીરના દર્શન કરો.

જો તમે તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર ડોરબેલ લગાવો છો, તો તેને તમે જમણી તરફ લગાવો જેથી જયારે પણ તમે ડોરબેલ વગાડો તો તમારા જમણા હાથથી વગાડો, તે ઉપરાંત તમે તમારા ઘરના મુખ્ય દરવાનાની ડાબી તરફ ચપ્પલ રાખવાનું સ્ટેન્ડ રાખો.

તમે તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર કુમકુમ, રંગોળી કે પછી ચંદનથી સ્વસ્તિક કે પછી ॐ નું ચિન્હ જરૂર બનાવો, તે શુભ માનવામાં આવે છે.

તમે તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર આસોપાલવ કે પછી સામાન્ય તોરણ જરૂર લગાવો, જો તમે તોરણ તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર લગાવો છો, તો તેને તમે મંગળવારના દિવસે લગાવો.

તમે તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર તુલસીનો છોડ જરૂર લગાવો, જો તમે તુલસીનો છોડ તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર લગાવો છો, તો તેનાથી તમારા ઘરમાં જેટલી પણ નકારાત્મક ઉર્જા રહેલી છે. તેનો નાશ થશે અને નકારાત્મક ઉર્જાનો પ્રવેશ નહિ થાય, તમારા ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા જળવાઈ રહેશે.

તમે તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર સાંજ થયા પછી બે દીવા જરૂર પ્રગટાવો, તે ઉપરાંત તમે ઘરના મુખ્ય દરવાજા ઉપર લાઈટ પણ લગાવી શકો છો, અમારો કહેવાનો અર્થ એ છે કે તમે તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર અંધારું જરાપણ ન રાખો હંમેશા અજવાળું રાખો, કેમ કે ઘરના મુખ્ય દરવાજા ઉપર અંધારું શુભ નથી માનવામાં આવતું.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.