નસીબ એક એવી વસ્તુ છે, જે તમારું જીવન સુધારી અને બગાડી બંને જ કરી શકે છે, નસીબ સારું હોય તો રોડ ઉપર બેઠેલો વ્યક્તિ પણ મહેલોમાં આવી શકે છે. અને નસીબ ખરાબ હોય તો મહેલોના કરોડપતિ પણ રોડ ઉપર આવી શકે છે. એટલા માટે દરેક એવું ઈચ્છે છે કે તેનું નસીબ સારું રહે. આમ તો નસીબ આપણા હાથમાં નથી હોતું. તે ઉપર વાળાના આશીર્વાદ છે. એ કારણ છે કે લોકો ભગવાનને મનાવવામાં દિવસ રાત લાગેલા જ રહે છે.
તમામ ભગવાનમાં પણ ગણેશજી ભાગ્ય વિધાતાના નામથી પ્રસિદ્ધ છે. તેવું કહેવામાં આવે છે કે એક વખત જે પણ વ્યક્તિ ગણેશજીને પ્રસન્ન કરી દે છે, તો તેનું ખરાબ ભાગ્ય પણ ચમકી જશે. તેના માટે બસ તમને એક સાચી રીતની ખબર હોવી જોઈએ, જો તમે પણ તમારા નસીબને ચમકાવવા માગો છો, તો એકદમ સાચી જગ્યાએ તમે આવ્યા છો.
આ ઉપાયને તમારે બુધવારના દિવસે કરવાનો છે. તેના માટે તમે બુધવારે સવારે સ્નાન કરી પીળા કે લાલ કપડા પહેરી લો. હવે એક કેળાના પાંદડા લો અને તેને ગંગાજળ અને પાણીથી ધોઈ લો. હવે તેને એક સુકા કપડાથી સાફ કરી પૂજા ઘર પાસે મૂકી દો. આ કેળાના પાંદડા ઉપર ગણેશજીને સ્થાપિત કરો. ત્યાર પછી ગણેશજીને ડાબી તરફ ઘઉં અને જમણી તરફ ચોખાના દાણાની એક ઢગલી બનાવી દો.
ઘઉંની ઉપર સિક્કા મુકો જયારે ચોખા ઉપર પૂજાની આખી સોપારી મુકો. હવે ઘીના બે દીવડા પ્રગટાવો. ત્યાર પછી ગણેશજીની આરતી કરો. હવે ગણપતિ બાપ્પાને તમારી મુશ્કેલી કે મનોકામના જણાવો. ત્યાર પછી હાથ જોડો અને માથું નમાવો.
જયારે ભગવાન સામે મુકેલો દોવડો જાતે ઓલવાઈ ન જાય ત્યાં સુધી ગણેશજીને ફરી પોતાના સ્થાન ઉપર મૂકી દો. જે ઘઉં છે તેને બીજા ઘઉં સાથે દળાવી તેના લોટમાંથી પૂરી બનાવો. તેને પહેલા ગાયને આપો અને પછી ઘરના બીજા લોકો ખાઈ લે. આ ચોખાનો ઉપયોગ ખીર બનાવવામાં કરો અને પ્રસાદ તરીકે ઘરના તમામ સભ્યો ખાઈ લો. જે સિક્કા મુકવામાં આવ્યા હતા, તેને તિજોરીમાં પૈસા પાસે મૂકી દો. તેનાથી પૈસાની આવક વધવા લાગશે. જે સોપારી હતી. તેને તોડીને ઘરના બધા લોકો ખાઈ લો.
આ ઉપાય કરવાથી ઘરમાં પોઝેટીવ વાતાવરણ રહેશે. કુટુંબમાં લડાઈ ઝગડા નહિ થાય. બધાની પ્રગતી થશે. પૈસાની ખામી નહિ રહે. નસીબનો ઉદય થશે. આ ઉપાય તમારી ૯૦ ટકા તકલીફો દુર કરી દેશે. એક બીજી વાત એ ધ્યાનમાં રાખશો કે આ ઉપાય કરતા પહેલા ઘરની સાફ સફાઈ પણ કરો.
તે દિવસે ઘરમાં કોઈ પણ નશો કે નોન વેજનું સેવન ન કરો. તે પૂજા સાચા મન સાથે કરવી જોઈએ. આ નિયમને ધ્યાનમાં રાખ્યા પછી જ તમને ઉચિત ફળ પ્રાપ્ત થશે. આ ઉપાય તમે દર બુધવાર કે ઓછામાં ઓછું મહિનામાં ૧ વખત કરી શકો છો.
જાણકારી સારી લાગી હોય તો તેને સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરવાનું ન ભૂલશો, આ પ્રમાણે તે પણ આ ઉપાયનો પૂર્ણ લાભ લઇ શકશે અને પોતાનું નસીબ ચમકાવી શકશે.
આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.