જયારે કોઈને સંકટ આવે છે તો ભક્ત સાચા મનથી હનુમાનજીને યાદ કરે છે હનુમાનજી તેના તમામ દુ:ખ દુર કરી દે છે. હનુમાનજીને સંકટમોચક પણ એટલા માટે કહે છે કેમ કે તે પોતાના ભક્તોના તમામ દુ:ખ દર્દને દુર કરી દે છે. હનુમાનજી છે જે કળયુગમાં પણ રહેલા છે અને પોતાના ભક્તોનું રક્ષણ કરે છે. હનુમાનજીના ઘણા રૂપ છે તેમાંથી એક રૂપ છે પંચમુખી હનુમાનનું. તમે ઘણી જ્ગ્યાએ પાંચ મોઢા વાળા હનુમાનજીના ફોટા જોયા હશે તો સૌથી પહેલા તમને જણાવીએ છીએ કે કેમ અને કેવી રીતે હનુમાનજી એ પાંચ મોઢા વાળું રૂપ ધારણ કર્યું હતું.
કેમ હનુમાનજી બન્યા હતા પંચમુખી :-
રાવણ જયારે સીતા માંનું અપહરણ કરીને લંકા લઇ આવ્યો તો ભગવાન શ્રીરામ એ હનુમાન અને વાનરોની સેના સાથે લંકા ઉપર ચડાઈ કરી. શ્રીરામ એ પોતાની સેના સાથે રાવણની સેના સાથે યુદ્ધ કર્યુ. જયારે યુદ્ધની વચ્ચે મેઘનાથનું મૃત્યુ થઇ ગયું તો રાવણને હારની ચિંતા થઇ.
દુ:ખી થઇને રાવણ વિચારવા લાગ્યો કે કેવી રીતે શ્રીરામ અને લક્ષ્મણને રોકી નહિ શકાય. તે સમયે રાવણની માં કૈકસી એ તેને યાદ અપાવ્યું કે તેના બે બીજા ભાઈ છે જે પાતાળમાં રહે છે. તે ભાઈઓના નામ હતા અહીરાવણ અને મહીરાવણ. લંકાપતિ બન્યા પછી રાવણ એ તેમના હાલ પણ પૂછ્યા ન હતા.
રાવણને ખબર હતી કે અહીરાવણ અને મહીરાવણને જાદુ ટોણા, તંત્ર-મંત્રનું જ્ઞાન છે. સાથે જ માં કામાક્ષી ના પરમ ભક્ત છે. રાવણ એ તેને આમંત્રણ આપ્યું અને કહ્યું કે તે રામ અને લક્ષમણને તેના રસ્તા માંથી દુર કરી દે. વિભીષણને ક્યાંકથી એ વાતની ગંધ આવી ગઈ. તે શ્રીરામ અને લક્ષ્મણ ચિંતા માં પડી ગયા અને તેમણે હનુમાનજીને એ વાત જણાવી.
રામ લક્ષમણ લંકાના સુવેલ પર્વત ઉપર પોતાની કુટીરમાં રહેતા હતા. હનુમાનજી એ કુટીરની બહાર જ લીટો દોરી દીધો જેની ઉપર કોઈ માયાવી જાદુ કામ કરી શકે નહિ. અહીરાવણ અને મહીરાવણ એ કુટીરમાં આવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ આવી ન શક્યા. ત્યાર પછી મહીરાવણ વિભીષણનું રૂપ ધારણ કરી કુટીરની અંદર આવી ગયા.
હનુમાન મકરધ્વજની વાર્તા :-
શ્રીરામ અને લક્ષ્મણ ગાઢ ઊંઘમાં હતા. મહીરાવણ એ પથ્થર સહીત બન્ને ભાઈઓને ઉપાડ્યા અને ચાલવા લાગ્યા. વિભીષણને ભાસ થવા લાગ્યો કે કાંઈક તો ગડબડ તો થઇ છે. ત્યાર તેમણે હનુમાનજીને સચેત કરી દીધા. હનુમાનજી એ વિચાર્યું કે આ સમયે પોતાના રૂપમાં ફરવું યોગ્ય નથી. તેમણે પક્ષી રૂપ ધારણ કર્યું અને નુકુંભલા નગરી પહોચ્યા. ત્યાં પક્ષીઓને એક બીજા સાથે વાતો કરતા સાંભળ્યા કે મહીરાવણ રામ અને લક્ષમણની બલી ચડાવવા માટે કામાક્ષી દેવી પાસે લઇ ગયા છે.
જયારે હનુમાનજી રસાતલ તરફ આગળ વધ્યા તો સામે તેને શક્તિશાળી ચોકીદાર મળ્યો. તેણે હનુમાનજીને પાતાળમાં પ્રવેશ કરવાથી અટકાવ્યા. ચોકીદારે કહ્યું કે મને હરાવ્યા વગર તું અહિયાંથી આગળ નહિ જઈ શકે. ચોકીદારનું અડધું શરીર વાનરનું હતું અને અડધું માછલીનું. હનુમાનજીની બુદ્ધીથી ઘણો વધુ તે ચોકીદાર બુદ્ધિશાળી નીકળ્યો. જોરદાર યુદ્ધ પછી હનુમાનજી જ જીત્યા.
હું હનુમાન પુત્ર છું મારું નામ મકરધ્વજ છે :-
હનુમાનજી એ વખાણ કરતા પૂછ્યું કે તમે કોણ છો? ચોકીદારે કહ્યું હું હનુમાન પુત્ર છું. મારું નામ મકરધ્વજ છે. હનુમાનજી બાળબ્રહ્મચારી હતા. તેમને આશ્ચર્ય થયું કે મારો પુત્ર કેવી રીતે પેદા થયો? ચોકીદારે કહ્યું હનુમાનજી સમુદ્રમાં પોતાની અગ્નિ શાંત કરવા પહોચ્યા હતા. તેમના શરીર માંથી પરસેવો વહી રહ્યો હતો. તે સમયે મારી માં જે એક માછલી છે તેણે ખોરાક માટે મોઢું ખોલ્યું હતું તે પરસેવો તેના મોઢામાં જતો રહ્યો અને તે ગર્ભવતી થઇ ગઈ. ત્યાર પછી હનુમાનજી એ પોતાનો પરિચય આપ્યો.
મકરધ્વજ એ હનુમાનજીના ચરણસ્પર્શ કર્યા અને તેમને અંદર જવા દીધા. હનુમાનજી મંદિરમાં પહોચ્યા અને માતાને પૂછ્યું કે તમે ખરેખર રામ અને લક્ષમણની બલી ચડાવવા માગો છો. માં એ કહ્યું નહિ હું અહીરાવણ અને મહીરાવણની બલી ચડાવવા માગું છું. મને પ્રસન્ન કરવા માટે તેણે અહિયાં પાંચ દીવડા જુદી જુદી જગ્યાએ પ્રગટાવ્યા છે. જો તે એક સાથે ઓલવાઈ જાય તો તેનો વિનાશ થઇ જશે.
હનુમાનજી એ પાંચે દીવડા એક સાથે ઓલવવા માટે પંચમુખી હનુમાન રૂપ ધારણ કર્યું. ઉત્તર દિશામાં વરાહ મુખ, દક્ષીણ દિશામાં નરસિંહ મુખ, પશ્ચિમ દિશામાં ગરુડ મુખ, આકાશ તરફ હયગ્રીવ મુખ અને પૂર્વ દિશામાં હનુમાન મુખ કરી પાંચે દીવડાને એક સાથે ઓલવ્યા અને અહીરાવણ અને મહીરાવણનો નાશ કર્યો.
પંચમુખી હનુમાનના પાંચ મોઢાનું મહત્વ :-
પંચમુખી હનુમાનની મૂર્તિ કે ફોટાને ઘણું શુભ માનવામાં આવે છે. પંચમુખી હનુમાનનો ફોટો જો ઘરમાં રાખવામાં આવે તો વાસ્તુદોષની સમસ્યાઓ દુર થઇ જાય છે. તમને જણાવી આપીએ કે પાંચ મોઢાનું મહત્વ.
મૂર્તિના પહેલા વાનર મોઢાથી તમામ દુશ્મનો ઉપર વિજય મળે છે. બીજું ગરુડ મોઢાથી તમામ અડચણો અને દુ:ખોનો નાશ થાય છે. ત્રીજું ઉત્તર દિશાનું વરાહ મોઢાથી લાંબુ આયુષ્ય, પ્રસિદ્ધી અને શક્તિ મળે છે. ચોથું મોઢું છે ડર અને તનાવ અને મુશ્કેલીઓ દુર થાય છે. મૂર્તિના પાંચમું અશ્વ મોઢાથી તમામ મનોકામના પૂરી થાય છે.
કેવી રીતે કરવી પંચમુખી હનુમાનજીની પૂજા :-
પંચમુખી હનુમાનજીની પૂજા જો મંગળવારના રોજ કરવામાં આવે તો વિશેષ ફળ મળે છે. મંગળવારના રોજ ઘરમાં પંચમુખી હનુમાનનો ફોટો કે મૂર્તિ લગાવો. તમે ધારો તો પંચમુખી હનુમાનજીના મંદિરમાં પણ જઈ શકો છો.
હનુમાનજીની પૂજા કરો. તેને લાલ ગુલાબનું ફૂલ ચડાવો. સાથે જ તેને સિંદુર અને ચમેલીનું તેલ અર્પણ કરો. ગોળ અને ચણાનો ભોગ ચડાવો. હનુમાનજી સામે બેસીને હનુમાન ચાલીસા કે સુંદરકાંડના પાઠ કરો. મંદિરના પુજારીને દાન કરો. જે પ્રસાદ હનુમાનજીને ચડાવો તેને સ્વયં ન ખાવ, પરંતુ બીજાને વહેચી દો.
પંચમુખી હનુમાન કવચ પાઠ વિધિ :-
હનુમાનજી પોતાના ભક્તોની દરેક પ્રકારના દુ:ખો દુર કરી દે છે. તેની પૂજા પાઠથી માણસ તમામ દુ:ખોથી દુર થઇ જાય છે. અને જો હનુમાન કવચના પાઠથી મરી ગયેલા માણસ પણ જીવિત થઇ જાય છે. રોગ માંથી છુટકારો મળી જાય છે. આ કવચ તુટકા અને જાદુથી પણ બચાવે છે.
કવચ પાઠ માટે સૌથી પહેલા મંગળવારનો દિવસ પસંદ કરો. સવારે ઉઠીને સ્નાન કરો અને હનુમાનજીની મૂર્તિ આગળ આ કવચ રાખી દો. ત્યાર પછી હનુમાનજીને પ્રાર્થના કરો કે આ કવચમાં તે શક્તિ આપે જે તમને સત્યના રસ્તા ઉપર લઇ જાય અને ક્યારે તમારા હાથે કોઈ ખોટા કામ ન થાય. ત્યાર પછી મનમાં ૭ વખત હનુમાન ચાલીસાના પાઠ કરો. ત્યાર પછી “ हं हनुमंते नम: ના ૧૦૮ વખત ઉચ્ચારણ કરીને એ કવચને ધારણ કરો.
હનુમાનજી શાબર મંત્ર :-
હનુમાનજીની કોઈપણ વ્યક્તિ પૂજા કરી શકે છે. હનુમાનજી દરેક પ્રાણીના દુ:ખ દર્દને દુર કરી દે છે, પરંતુ તેની પૂજા કરવામાં વિશેષ ધ્યાન રાખવું જોઈએ. હનુમાન ચાલીસા ઉપરાંત હનુમાનજીના શાબર મંત્ર ઘણા જ સિદ્ધ મંત્ર છે. કહે છે કે આ મંત્રને જપવાથી હનુમાનજી તરત ભક્તોની વાત સાંભળી લે છે, પરંતુ તમને જણાવી આપીએ કે આ મંત્રના જાપથી પહેલા પોતાને તન અને મન બન્ને રીતે જ પવિત્ર કરી લો. હનુમાનજીના ઘણા શાબર મંત્ર છે. જે જુદા જુદા કામ માટે છે. તમને જણાવી આપીએ કે બે શાબર મંત્ર.
|| ऊं नमो आदेश गुरु को, सोने का कड़ा,
तांबे का कड़ा हनुमान वन्गारेय सजे मोंढें आन खड़ा||
હનુમાનજી શાબર અઠાઈ મંત્ર
||ऊं नमो बजर का कोठा,
जिस पर पिंड हमारा पेठा
ईश्वर कुंजी ब्रह्म का ताला,
हमारे आठो आमो का जती हनुमंत रखवाला||
જણાવી આપીએ કે કોઈ બ્રાહ્મણને પૂછીને જ આ મંત્રના જાપ કરો.
પંચમુખી હનુમાન મંત્ર અને ફાયદા
ऊं एं श्रीं ह्रीं ह्रीं हं ह्रौं ह्रः ह्र ऊं नमो भगवते महाबल पराक्रमाय भूत पिशाच ब्रहम् राक्षस शाकिनी डाकिनी यक्षिणी पूतना मारीमहामारी राक्षस भैरव बेताल ग्रह राक्षसादिकान् क्षणेन हन, हनस भंजय मारय, मारय, क्षय शिक्षय महामहेश्वर रुद्रवतार।
नित्य दिव ऊं हुम फट स्नवाहा ऊं ननमो भगवते हनुमदाख्याय सर्व दुष्टजन मुख स्तभ्भनं कुरु स्वाहाईं ह्रीं ह्रीं हं ह्रः ऊं ठं ठं ठं फट स्वाहा।
આ મંત્રનો રોજ જાપ કરવાથી પરિવારમાં કલેશ દુર થાય છે અને પિરવારમાં સમૃદ્ધી આવે છે. તેનાથી દુશ્મનોનો નાશ થાય છે. જીવનમાં આવનારી તમામ અડચણો દુર થઇ જાય છે. તમને યશ વૈભવ, દીર્ઘાયુ અને સંતોષ ની પ્રાપ્તિ થાય છે.
(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)