છેવટે કેમ મંગળવાર અને શનિવારે વાળ અને નખ ન કાપવાની માન્યતા છે, જાણો આવું કેમ છે

એક અઠવાડિયામાં સાત દિવસ હોય છે અને આ સાત દિવસનું પોતાનું જુદું જુદું મહત્વ હોય છે. આ સાત દિવસો સાથે જોડાયેલ આપણી કોઈ ને કોઈ વિશેષ પરંપરા અને માન્યતાઓ હોય છે. જેનો ઉલ્લેખ આપણા ઋષિ-મુનીઓ એ તો કર્યો જ છે સાથે જ સાથે તેની ચર્ચા આપણા પ્રાચીન વેદોમાં અને જ્યોતિષ શાસ્ત્રો માં પણ કરવામાં આવેલ છે. હિંદુ ધર્મગ્રંથો મુજબ અઠવાડિયાના દરેક દિવસનું કોઈ ને કોઈ વિશેષ ગ્રહ નો પ્રભાવ પૃથ્વી ઉપર પડે છે. જે મુજબ જ આપણે જુદા જુદા કાર્ય કરવા જોઈએ કે ન કરવા જોઈએ.

શું કહે છે વૈદિક વિજ્ઞાન : આપણે ત્યાં રોજીંદા કાર્યો સાથે જોડાયેલ પણ ઘણી પરંપરાઓ છે. જેમ કે સ્નાન કર્યા પછી જ પૂજા કરવી, જમ્યા પહેલા ન્હાવું, અગ્યારસ માં ચોખા અનાજ ન ખાવા, મંગળવાર અને શનિવાર ના દીવસે વાળ ન કપાવવા વગેરે આવી જ એક ખુબ મહત્વપૂર્ણ અને જરૂરી પરંપરા અને નિયમો માં વાળ કપાવવા ની બાબતમા પણ સ્પસ્ટ સંકેત જોવા મળે છે.

આજના આધુનિક સમયમાં લોકો આ બધી વાતોને અંધવિશ્વાસ કહીને કાઢી નાખે છે. તો તે આપણા વડવાઓ-વડીલો તે નિયમ નું પૂરી નિષ્ઠા થી પાલન કરે છે. જેનું આપણે પણ પાલન કરવું જોઈએ, હિંદુ ધર્મ દ્વારા બનવવામાં આવેલ તમામ પરંપરાઓ નું કે રીત-રીવાજો નું આપણા વડવાઓ-વડીલો પાલન એમ જ નહોતા કરતા પણ તે પરંપરાઓ નું અને રીત-રીવાજો ની પાછળ એક ચોક્કસ વેજ્ઞાનિક કારણ હોય છે. જેના કારણે જ તે માન્યતાઓ નું પાલન આખો સમાજ કરે છે.

હમેશા આપણે આપણા ઘરમાં કે આપણા આડોશ પડોશ માં રહેવાવાળા લોકો પાસેથી સાંભળીએ છીએ કે આપણે અઠવાડિયાના બે દિવસ મંગળવાર અને શનિવારે ન તો નખ કાપવા જોઈએ અને ન તો વાળ કપાવવા જોઈએ. આધુનિક જીવન પસાર કરવાવાળા યુવાનોમાં દરેક કામ કેમ કરવું જોઈએ કે કેમ ન કરવું જોઈએ, તેની પાછળનું મહત્વ જાણવાની જીજ્ઞાસા રહે છે.

જો યુવાન આ પ્રશ્ન નો જવાબ જાણવા માંગે છે કે સાત દિવસમાં ક્યાં દિવસે નખ કાપવા જોઈએ કે ન કાપવા જોઈએ. તો તેના વિષે ની જાણકારી માટે પ્રાચીન તેમજ પ્રમાણિત પુસ્તકોનું અધ્યયન કરી શકો છો. જેમાં તેની પાછળ ના વેજ્ઞાનિક કારણો વિષે ખુબ જ સ્પષ્ટ રીતે જણાવવામાં આવેક છે, કે મંગળવાર અને શનિવાર એટલે અઠવાડિયાના સાત દિવસમાં થી બે દિવસે ગ્રહ નક્ષત્રો ની દિશા ઠીક નથી હોતી અને તે દિવસોમાં અનંત બ્રહ્માંડ થી આવનારી સુક્ષ્મ થી સુક્ષ્મ કિરણોનું માનવીના મસ્તિક ઉપર ખુબ જ સંવેદનશીલ અસર પડે છે.

માનવ શરીરની આંગળીઓનો ભાગ તથા માથું ખુબ જ સંવેદનશીલ હોય છે. જેનું એક્શન આપણા કડક નખ અને વાળ કરે છે અને બ્રહ્માંડ ના સુક્ષ્મ વીકિરણોની પણ અસર સૌથી વધુ તે ભાગ ઉપર જ પડે છે. તેથી આપણા વડવાઓ-વડીલો તથા હિંદુ ધર્મ માં આ દિવસોમાં વાળ કાપવાની અને નખ ન કાપવાનું કહેવામાં આવે છે અને તે કાપવું પૂરેપૂરું અધાર્મિક અને નિંદનીય ગણાવવામાં આવેલ છે, તો તે અઠવાડિયા ના પહેલા દિવસે એટલે કે સોમવારે નખ કાપવા શુભ ગણાવવામાં આવેલ છે. જેની પાછળ પણ એક વિશેષ કારણ છે.

જ્યોતિષ શાસ્ત્રો મુજબ અને હિદુ ધર્મ મુજબ સોમવારે નખ કાપવાથી મનુષ્ય ના આયુષ્યમાં સાત વર્ષનો વધારો થાય છે અને ઠીક તેનાથી ઉલટું મંગળવાર અને ગુરુવારે નખ કાપવાથી મનુષ્યની ઉંમરમાં સાત વર્ષ ઘટી જાય છે. સોમવારે નખ કાપવા એટલા માટે પણ શુભ ગણવામાં આવે છે કેમ કે તે દિવસે ગ્રહ નક્ષત્રો ની દિશા ઠીક હોય છે અને બ્રહ્માંડ માંથી આવનારા સુક્ષ્મ કિરણ ખુબ શુભ હોય છે. જેની અસર આપણા શરીર ઉપર પડે છે અને આપણા આયુષ્યમાં સાત વર્ષનો વધારો થઇ જાય છે.

શું વિજ્ઞાન છે વાળ કપાવવા માટેના ખાસ દિવસોની પાછળ :

વિજ્ઞાન મુજબ અઠવાડિયામાં થોડા એવા દિવસો ગણાવવામાં આવેલ છે જયારે ગ્રહો માંથી એવા કિરણો નીકળે છે જે આપણા સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે. મંગળવાર અને શનિવારે નીકળતા આ કિરણો ની સીધી અસર આપણા માથા ઉપર પડે છે.આપણા શરીર ના સૌથી મહત્વપૂર્ણ ભાગ મસ્તિક જ છે, માથા નો મધ્ય ભાગ ખુબ સંવેદનશીલ અને ખુબ કોમળ હોય છે. જેનું રક્ષણ વાળ થી થાય છે. તેના કારણે તે દિવસોમાં વાળ ન કપાવવા જોઈએ.

બાકી કોઈ ની શ્રદ્ધા ને તોડી ને એની મજાક ઉડાવવી વ્યાજબી નથી તમે ના માનો તો કાંઈ નહિ જે માને છે એની મજાક ના ઉડાવશો એને એની માન્યતા મુબારક તમને તમારી એટલે જે શનિવાર કે મંગળવારે વાળ ને નાખ નથી કાપતા તે પણ સાચા છે.

જય હનુમાન