ગરમીઓમાં સ્વાદિષ્ટ કેરીના પના બનાવની રેસિપી, આ પીને બહાર જશો તો લુ પણ વાળ વાંકો નહિ કરી શકે.

ઉનાળાની ઋતુમાં પીવામાં આવતું સૌથી સ્વાદિષ્ટ અને પોષ્ટિક જ્યુસ હોય છે કેરીના પના. તેના કોઈ પણ પ્રકારની કોઈ ભેળસેળ થતી નથી તે બધુ શુદ્ધ વસ્તુ માંથી બનાવવામાં આવે છે, જે આપણા આરોગ્ય માટે ઘણું ફાયદાકારક છે. તેનું સેવન ગરમીમાં રોજ કરો. કેરીના પના બનાવવા ઘણું સરળ છે. તમે જયારે ઈચ્છો ગરમીમાં તે બનાવી શકો છો. તે બનાવવાની તમામ વસ્તુ સરળતાથી ઘર માંથી જ મળી જાય છે.

બજાર માંથી કોઈ જ્યુસ લાવીને પીવા કરતા સારું છે, તમે ઘરે જ કેરીના પના બનાવીને પીવો. આજે અમે તમારા માટે લાવ્યા છીએ એક સરળ રીત જેની મદદથી તમે સ્વાદિષ્ટ કેરીના પના બનાવી શકો છો. અને સરસ કેરીના પના બનવીને સૌને ખુશ કરો.

જયારે ઉનાળાની ઋતુ પોતાના ઊંચા તાપમાનના સ્તર ઉપર હોય અને તમે તેનાથી દુ:ખી હો ત્યારે તમે શું કરો છો? ઉનાળાની ઋતુમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતું પારંપરિક ભારતીય પીણું છે, કાચી કેરીના પના કે કેરીના પના, બીલીનું સરબત, ફાલસા સરબત, લીંબુની શિકંજી, તરબૂચનો રસ, ઠંડાઈ વગેરે.

બજારમાં વેચાતા નકલી રંગ અને સ્વાદથી બનેલા ગળ્યા પાણીની વાસી બોટલો તો સ્વાદ અને ગુનોમાં પારંપરિક ભારતીય પીણાના પડછાયાને પણ સ્પર્શી શકતી નથી. આકરી ગરમીમાં તમારા શરીરને લુથી બચાવવા અને તમારા શરીરના તાપમાનને સ્થિર રાખવામાં કેરીના પના ઘણા મદદરૂપ હોય છે. તે બનાવવાનું તો ઘણું સરળ છે. આવો આજે આપણે કેરીના પના બનાવીએ.

જરૂરી સામગ્રી –

કાચી કેરી, ૨-૩ મીડીયમ આકારની ૩૦૦ ગ્રામ

શકેલો જીરૂ પાવડર, ૨ નાની ચમચી

કાળું મીઠું, સ્વાદ મુજબ (૨ નાની ચમચી)

કાળા મરી, એકની ચોથા ભાગની ચમચી

ખાંડ અથવા સાકર કે મીઠો ગોળ, ૧૦૦-૧૫૦ ગ્રામ (૧/૨, ૩/૪ કપ)

ફુદીનો, ૨૦-૩૦ પાંદડા

બનાવવાની રીત :–

પહેલા જયારે ચુલા ઉપર ખાવાનું બનાવતા હતા ત્યારે ચુલાની રાખમાં દબાવીને કાચી કેરીને શેકતા હતા અને તે શકેલી કાચી કેરી માંથી કેરીના પના બનાવતા હતા.

આજકાલ કેરીને બાફીને પીસીને કેરીના પના બનાવવામાં આવે છે, પરંતુ આ બાફેલી કેરીને છોલીને ગરબ કાઢવાને બદલે કાચી કેરીને બાફતા પહેલા છીણવી વધુ સારું રહેશે. હવે કેરીના પના નીચે મુજબ બનાવીએ છીએ.

કાચી કરી ધોઈ લો, તેને છોલીને ગોટલી અને ગરબ અલગ કરી લો.

આ ગરબને એક કપ પાણીમાં નાખીને બાફી લો.

હવે આ બાફેલા ગરબને મીક્ષરમાં ખાંડ, કાળું મીઠું અને શેકેલું જીરું પાવડર નાખો.

કેરીના પના તૈયાર છે. તે એકદમ ઠંડા ઠંડા બરફના ક્યુબ નાખીને પીરસો. ફુદીનાના પાંદડાથી પણ સજાવીને પીરસી શકો છો.

કેરીના પનાને ફ્રીજમાં રાખીને ૩-૪ દિવસ સુધી ઉપયોગ કરી શકાય છે.

આ રીતે તમે શરીરને ઠંડક આપે સાથે સાથે લુ થી પણ બચાવતી કેરીના પના બનાવી શકો છો, જે તમારા શરીર માટે ખુબ ઉપયોગી સાબિત થશે.

આ માહિતી આકરતી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.