કેરીની ગોટલી પણ છે આરોગ્ય માટે લાભદાયક, ચમત્કારી ફાયદા જાણીને રહી જશો દંગ. હવે ફેંકી ના દેતા ગોટલીને…

“આમ કે આમ ઔર ગુટલી કે દામ” અથવા ‘આંબાની કેરીને, ગોટલીઓની કમાણી’ બાળપણમાં વડીલો પાસેથી આ કહેવત સાંભળી હશે. તે સમયે ભલે તેનો કોઈ અર્થ આપણી પોતાની સમજમાં નહી આવેલ હોય, પણ સાચું એ છે કે ફળોનો રાજા કેરી ખાવામાં જેટલી સ્વાદિષ્ઠ હોય છે, તેનાથી વધુ તેની ગોટલી આપણા માટે રામબાણથી ઓછી નથી.

લોકો કેરીનો સ્વાદ લઈને તેની ગોટલીને ફેંકી દે છે. પણ તેના ફાયદા તમે જાણશો તો ફરી વખત ગોટલી ફેંકતા પહેલા હજાર વખત વિચાર કરશો. કેમ કે ગોટલી છે જ એવી વસ્તુ, તો આવો જાણીએ ગુજ્જુ ફેન ક્લબ દ્વારા આ ગોટલીના ફાયદા.

ફળોનો રાજા કેરી થોડા જ દિવસોમાં બજારમાં આવવા લાગશે, કેરીની તમામ વેરાયટી બજારમાં આવી જશે. કેરી ખાઈને દૂધ પીવાના ફાયદા બધા જાણે છે, પણ કેરીની ગોટલીના જે ફાયદા છે, તે આપણા શરીર માટે ઘણા ફાયદાકારક છે.

હરસ માટે ગોટલી :

કેરીની ગોટલી પેટના રોગ માટે પણ લાભદાયક હોય છે. ગોટલી, બીલ ગીરી, સાકર સરખા ભાગે લઈને વાટીને બે ચમચી ફાકવાથી પેટની બીમારીઓ ઠીક થઇ જાય છે. સાથે જ દસ્ત અને હરસ માટે પણ ફાયદાકારક છે. કેરીની ગોટલીનો પાવડર છાશમાં ભેળવીને પીવાથી હરસના દર્દીઓને આવતું લોહી બંધ થઇ જાય છે.

હાઈ બ્લડ પ્રેસર અને હદય માટે ગોટલી :

કેરીની ગોટલી જો ચાવીને ખાવામાં આવે તો બ્લડપ્રેશર વ્યવસ્થિત રહે છે. ખાસ કરીને ચાવીને ખાવાથી હાઈ બ્લડપ્રેશરમાં આરામ મળે છે. સાથે જ ગોટલી હ્રદયની બીમારીઓમાં પણ લાભદાયક છે. ગોટલીનો પાવડર ફાકવાથી હ્રદયની બીમારીઓમાં પણ લાભ મળે છે. તેની સાથે જ લોહીનો પ્રવાહ પણ સામાન્ય થાય છે.

મોટાપા માટે ગોટલી :

દોડધામ વાળા જીવનમાં લોકોમાં મોટાપો વધી જાય છે. નાની ઉંમરના લોકો પણ ચરબીને કારણે ભારે ભરખમ પેટ વાળા થઇ જાય છે. તેવામાં કેરીની ગોટલીનો પાવડર ઘણો મદદગાર સાબિત થઇ શકે છે. ગોટલીના પાવડરનું સેવન કરવાથી શરીરની ચરબી ઓછી થાય છે. સાથે જ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. કોલેસ્ટ્રોલનું લેવલ પણ સંતુલિત કરે છે.

દાંતના દુઃખાવા માટે ગોટલી :

આજે લોકો દાંતોના દુ:ખાવા અને જીવાતથી પરેશાન છે, ગળી વસ્તુ ખાઈ નથી શકતા. ખાસ કરીને બાળકોના દાંતમાં ઘણી જીવાત પડી જાય છે. તેવામાં કેરીના સુકા પાંદડા બાળીને તેમાં કેરીની ગોટલી ઝીણી વાટીને ભેળવી દો. બન્નેના પાવડરથી રોજ સવારે મંજન કરો.

થોડા જ મહિનામાં દાંતનો દુ:ખાવો મૂળમાંથી દુર થઇ જશે. સાથે જ દાંતોની પીળાશ દુર કરીને ચમકદાર બનાવી દેશે. દાંતને મજબુત અને શ્વાસની દુર્ગધને પણ દુર કરી દેશે. તે ઉપરાંત રોજ અંબાના પાંદડા થોડી વાર ચાવીને થુકવાથી દાંતનું હલવું અને પેઢામાંથી લોહી આવવાનું બંધ થઇ જાય છે.

વાળનું ખરવું, ટાલીયાપણું કે વાળનું સફેદ થવા માટે ગોટલી :

કેરીની ગોટલીનું તેલ ફેટી એસીડ, મિનરલ્સ અને વિટામીનથી ભરપુર હોય છે. તેનું તેલ ઘરે જ કાઢી શકાય છે. ટાલીયાપણું દુર કરવા માટે દસ બાર કેરીની ગોટલીઓ ફોડીને વાટી લો. તેમાં નારીયેલ તેલ નાખીને પકવી દો. તે રોજ એક મહિના સુધી માથા ઉપર લગાવો. તેનાથી ન માત્ર વાળનું ખરવાનું ઓછું થઇ જશે. પણ વાળનું સફેદ થવું પણ અટકી જશે.

માથામાં જુ માટે ગોટલી :

કેરીની ગોટલી માથાની જુ માટે ઘણી ફાયદાકારક છે. તેના માટે આંબાના ઝાડની છાલ અને કેરીની ગોટલીને સુકવીને તેને વાટી લો અને ઝીણો પાવડર બનાવી લો, ગોટલીના પાવડરમાં લીંબુનો રસ ભેળવીને માથામાં લગાવો. થોડા જ દિવસોમાં માથાની જુ દુર થઇ જશે.