ફટાફટ કેરીનું અથાણું બનવાની રીત, સાથે સાથે અથાણાને વધુ સ્વાદિષ્ટ અને વધુ સમય સાચવવાની ટીપ્સ.

કેરીની સીઝન છે, બજારમાં કાચી પાકી કેરી ઘણી મળી રહી છે, કેરીનું અથાણું તો બધાને પસંદ છે, અને આ અથાણું આ સમયે બનાવીને રાખી શકાય છે, કેરીનું અથાણું ઘણી રીતે બનાવી શકાય છે, આજે અમે કેરીનું અથાણું નાના નાના ટુકડા કાપીને બનાવીશું. આપણે ખાતી વખતે મોટા ભાગે થોડા એવા અથાણાનો જ ઉપયોગ કરીએ છીએ અને નાના અથાણાના ટુકડા ખાવામાં પણ ઘણી સરળતા રહે છે.

૩-૪ વખત વરસાદ વરસી જાય ત્યારે અથાણું નાખો, કેરીનો સ્વાદ વધુ સારો થઇ જાય છે, તેનાથી અથાણાનો સ્વાદ પણ વધી જાય છે, અને અથાણું વધુ ટકાઉ પણ બને છે. અથાણું બનાવવા માટે કેરી ખરીદતી વખતે એ વાતનું ધ્યાન જરૂર રાખશો, કે જે કેરી તમે અથાણા માટે લઇ રહ્યા છો, તે રેસા વાળી કેરી ન હોય (રેસા વાળી કેરીનું અથાણું વધુ સ્વાદિષ્ટ નથી બનતું), અને બીજું કોઈ કેરી સડેલી ન હોય, તો આવો કેરીનું અથાણું બનાવવાનું શરુ કરીએ.

જરૂરી સામગ્રી :

૨ કિલો દેશી કાચી કેરી

૩૦૦ ગ્રામ લસણ ફોલેલું

૩૦૦ ગ્રામ આદુ છોલેલું

૧૦૦ ગ્રામ હળદર

૨૫૦ ગ્રામ લાલ મરચું

૩૦૦ ગ્રામ મીઠું

૨૦૦ ગ્રામ સરસીયું (વાટેલું)

૫૦૦ ગ્રામ સરસીયાનું તેલ

૧ ચમચી વરીયાળી

૧ ચમચી જીરું

૧ ચમચી લાલ મરચાના બીજ

૧ ચમચી કલોંજી(શાહજીરું)

૧ ચમચી હિંગ

૧ ચમચી મેથી

૧ ચમચી આખું સરસીયું

બનાવવાની રીત :

કેરીને નાના ટુકડામાં કાપી લો, (એક કેરીના આઠ ટુકડા) કાપેલી કેરીને સ્વચ્છ પાણીથી ધોઈને વધુ તડકામાં ૫-૬ કલાક માટે સુકવી દો.

આદુને ધોઈઓને છોલીને તડકામાં પાણી સુકાય ત્યાં સુધી સુકવી લો. લસણને ફોલીને રાખી લો.

આદુ અને લસણને મીક્ષરમાં નાખીને પેસ્ટ બનાવી લો.

એક મોટા વાસણમાં સુકાયેલી કેરીને નાખો પછી આદુ લસણની પેસ્ટ, હળદર, મરચા પાવડર, મીઠું, સરસીયાનો પાવડર નાખીને સારી રીતે ભેળવી લો.

એક કડાઈમાં તેલ નાખીને ગરમ કરો ગરમ તેલમાં કલોંજી, મેથી, સરસીયાના દાણા, જીરું, વરીયાળી, મરચાના બીજ, નાખીને એકમેક થવા દો.

પછી ગેસ બંધ કરીને હિંગ નાખી દો. અને તેલને એકદમ ઠંડુ થવા દો.

જયારે તેલ એકદમ ઠંડુ થઇ જાય તો અથાણામાં નાખી દો અને સારી રીતે ભેળવી લો.

એક કાચની બરણીમાં અથાણું ભરી દો. ઉપરથી કપડું બાંધી દો. અને દર ૨-૪ દિવસે સ્વચ્છ ચમચાથી હલાવતા રહો.

૧૫-૨૦ દિવસમાં અથાણું પાકીને તૈયાર થઇ જશે. ઢાંકણાથી સારી રીતે બંધ કરી દો. અને સુકી જગ્યા ઉપર મૂકી દો જેથી હવા ન લાગી શકે.

જો અથાણું વધુ સુકું લાગે તો થોડું તેલ બીજું ગરમ કરીને ઠંડુ કરીને ભેળવી દો. મીઠું અને મરચું પોતાના સ્વાદ મુજબ વધુ ઓછું કરી શકો છો.

આ અથાણાને તડકામાં રાખવાની જરૂર નથી, આ અથાણાને ૧-૨ વર્ષ સુધી એવું જ રાખીને ખાઈ શકો છો, ખરાબ નહિ થાય.

જયારે પણ અથાણું કાઢો તો સ્વચ્છ અને સુકા ચમચાથી જ કાઢો અને ઢાંકણું હંમેશા બંધ રાખો.

સૂચનો અને જરૂરી ટીપ્સ :

અથાણું બનાવતી વખતે જે પણ વાસણ ઉપયોગ કરો, તે બધા સુકા અને સ્વચ્છ હોય, અથાણામાં કોઈ પ્રકારનો ભેજ કે કચરો ન જવો જોઈએ.

અથાણા માટે બરણી કાચનું કે પ્લાસ્ટિકનું હોય, વાસણને ઉકળતા પાણીથી ધુવો અને તડકામાં સારી રીતે સુકવી લો. બરણીને ઓવનમાં પણ સુકવી શકાય છે.

જયારે પણ અથાણું બરણી માંથી કાઢો, સ્વચ્છ અને સુકા ચમચાનો જ ઉપયોગ કરો, અઠવાડિયામાં ૧ વખત અથાણાને ચમચાથી હલાવીને ઉપર નીચે કરી દો.

જો તડકો છે ત્યારે અથાણાને ૩ મહિનામાં ૧ દિવસ માટે તડકામાં રાખી દો, અથાણું વધુ દિવસ સુધી ચાલે છે અને સ્વાદિષ્ટ પણ રહે છે.

આ માહિતી આકરતી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.