ઘરે જ કેમિકલ વિના થોડા જ દિવસમાં જ પાકી જશે કેરીઓ, જાણી લો આ સરળ રીત

આમ તો અડધો ઉનાળો પૂરો થવા આવ્યો પણ હજુ કેરીનાં કોઈ સમાચાર નથી, પણ જલ્દી જ તમારી પાસે કેરીઓ આવવા માંડશે અને ત્યારે તમને કેરી પકવવાની પણ જલ્દી હશે તો આવો જાણી લઈએ ધીરજનાં ફળ કેવા મીઠા બનશે.

પહેલાના સમયમાં કેરી પકાવવા માટે કેલ્શિયમ કાર્બાઇડ વપરાતો (જેને ટૂંકમાં કાર્બાઇડ કહે છે). સામાન્ય રીતે ફ્રૂટ પાકવાની પ્રક્રિયામાં ફ્રૂટ પોતે ઇથિલિન ગેસનું આંતરિક સર્જન કરે છે અને તેનાથી તે ફ્રૂટ પાકે છે.

તેવી રીતે કાચી કેરીનો દાબો નાખો (ઢાંકી ને રાખો) એટલે આંતરિક ઇથિલિન ગેસ પેદા થાય અને કેરી પાકે. આ પ્રક્રિયામાં વાર લાગે એટલે ઘણાની ધીરજ ખૂટે, કે જલ્દી વ્યાપારિક લાભ લેવા ગેરકાયદેસર અને લોકોના સ્વાસ્થ્ય બગડે એ રીતે કાર્બાઇડથી પકવતા હોય છે. પણ એવું કરવાની જરૂર જ નથી જાણો દેશી સરળ રીતો.

  1. કેરીના દાબા સાથે એક બે સામાન્ય પાકેલું કેળું મુકવાથી જલ્દી કેરીઓ પાકે છે.

2. જો ઘરમાં પાકી કેરી હોય તો બે ચાર પાકી કેરી કાચી કેરીઓ સાથે રાખવી તેનાથી ઇથિલિન ગેસ કાચી કેરીને ઝડપી મળે અને કેરી પાકવામાં 7 દિવ ને બદલે 3 થી 4 દિવસમાં પાકી જાય છે એવું કહેવામાં આવે છે.

3. નીચે પેપર ગોઠવવુ તેના પર કાચી કેરીના ડીટીયા ઉપર રહે તેમ સીધી ગોઠવવી તેની ઉપર છુટી છુટી 10-12 ડુંગળી રાખવી ઉપર પેપરથી કેરી ઢાકવી તેના પર એક સણનો કોથળો ઢાકવો પાંચ દિવસે કેરી પાકવા લાગશે. બાળપણમાં કેરી ખાતા તે ટેસ્ટ જોવા મળશે.

કુદરતી રીતે પાકેલી કેરીઓ અને કાર્બાઈડથી પકવેલી કેરીમાં મુખ્ય તફાવત એ છે કે કુદરતી રીતે પાકેલી કેરી ચારે બાજુ એક સરખી પાકેલી નથી હોતી. કાર્બાઈડથી પકવી હોય તો ચારે બાજુ એક સરખા ટેક્શ્ચર વાળી હોય છે. જે દેખાવમાં ભલે સારી હોય પણ કાર્બાઈડથી પકવી હોય છે.

આનાથી સારી રીતો તમે જાણતા હોય તો તમે પણ કોમેન્ટમાં જણાવી શકો છો જેથી લોકોને જલ્દી કેરીનો સ્વાદ ચાખવા મળે.