કેસ લડવા માટે તમારી પાસે પૈસા નથી, તો તમને ફ્રીમાં વકીલ અપાવે છે સરકાર, જાણો પોતાના અધિકાર

સરકાર દ્વારા લોકોને અનેક પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવતી હોય છે, પરંતુ લોકો તે મળતી સુવિધાઓથી અજાણ હોય છે અને તેનો લાભ મેળવી શકતા નથી, આવી જ એક ગરીબો અને નિરાધાર લોકોને મફત કાયદાકીય મદદ પૂરી પાડવાની સરકાર શ્રી દ્વારા મદદ પૂરી પાડવામાં આવી છે. જેના વિષે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

ભારતીય સંવિધાનમાં લોકોને સમાનતાના અધિકાર સાથે જ ન્યાયનો પણ અધિકાર આપવામાં આવે છે. જેમાં ન્યાય પ્રણાલી એ નક્કી કરે છે કે ગરીબો અને નિરાધારને મફત કાયદાકીય મદદ પૂરી પાડી શકાય.

ન્યાયનો આ અધિકાર ભારતીય સંવિધાનના અનુચ્છેદ ‘૩૯ એ’ ની હેઠળ આપવામાં આવે છે. આ ૧૯૮૭ માં વિધિક સેવા પ્રાધિનીકરણ અધિનિયમ બહાર પાડવામાં આવ્યો હતો. જેની હેઠળ દરેક રાજ્યને એ જવાબદારી છે કે તમામને સમાન ન્યાય મળી શકે. તેની હેઠળ એક તંત્રની સ્થાપના તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે. તેના દ્વારા કાર્યક્રમ લાગુ કરવા, તેની દેખરેખ અને મુલ્યાંકન કરવાનું છે. આ કાયદા પાસે હોવા છતાં પણ તેમાં ઘણા પ્રકારની સ્કીમ શરુ કરવામાં આવી છે, જેમાંથી સૌથી વધુ ફેમસ સ્કીમ છે લોક અદાલત.

આ સુવિધાઓને જોડવામાં આવી છે : લોકો માટે કોઈપણ કાયદાકીય કાર્યવાહીમાં કોર્ટની ફી થી લઇને તમામ પ્રકારનું ભારણ પૂરું પાડવું. કેસમાં કાર્યવાહી માટે વકીલ ઉપલબ્ધ કરાવવા. કાર્યવાહી માં આદેશોની પ્રમાણિત નકલો પ્રાપ્ત કરાવવી. કાર્યવાહી માં અપીલ અને ડોક્યુમેન્ટ મેળવવા અને પ્રિન્ટ સાથે જ પેપર બુકને તૈયાર કરવી.

અને મળશે મફત કાયદાકીય સહાયતા : નિરાધાર બાળકો અને મહિલાઓ, ઔદ્યોગિક મજૂરો, અનુસુચિત જાતી, જનજાતીના સભ્યને મોટી આપત્તિઓ જેવી હિંસા, પુર, દુષ્કાળ, ઔદ્યોગિક આપત્તિથી લોકોને, વિકલાંગોને, બેરોજગારો અને અવૈધ માનવ વેપારથી પ્રભાવિત લોકો.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.