આ રહસ્યમયી મંદિરમાં અખંડ જ્યોત માંથી નીકળે છે કેસર, આને લગાવવાથી આંખોના રોગ થાય છે દૂર

આપણા ભારત દેશમાં ઘણા બધા મંદિરો એવા છે જે પોતાના ચમત્કારો અને ધાર્મિક મહત્વ માટે પ્રખ્યાત છે. આ બધા મંદિરોમાં એવા ઢગલાબંધ રહસ્યો છુપાયેલા છે, જેને આજ સુધી કોઈ જાણી નથી શક્યું. એટલે સુધી કે વેજ્ઞાનિકો પણ આ મંદિરોના રહસ્યો સામે ઘૂંટણ ટેકવી ચુક્યા છે. આજે અમે એક એવા જ મંદિર વિષે જાણકારી આપવા જઈ રહ્યા છીએ, જે મંદિર ઘણુ પ્રસિદ્ધ છે. કારણ કે આ મંદિરની અખંડ જ્યોત માંથી કાજળ નહિ પણ કેસર નીકળે છે. આ મંદિરમાં જે અખંડ જ્યોત સળગી રહી છે એમાંથી કાજળ નહિ પણ કેસર નીકળે છે.

જી હાં, તમે એકદમ સાચું વાંચી રહ્યા છો. આ મંદિરમાં અખંડ જ્યોત સળગે છે, જેમાંથી કાજળની જગ્યાએ કેસર નીકળે છે. આઈજી માતા મંદિરના નામે સ્થાપિત આ મંદિર રાજસ્થાનના જોધપુર જીલ્લામાં બિલાડા નામના ગામમાં આવેલું છે. આ મંદિર રાજસ્થાન ઉપરાંત સમગ્ર ભારતમાં પણ ઘણું પ્રસિદ્ધ છે. સાથે જ આ મંદિરને ઘણું પવિત્ર સ્થળ પણ માનવામાં આવે છે. આ મંદિરની સૌથી મહત્વની વાત એ છે કે મંદિરના પરિસરમાં સળગી રહેલી અખંડ જ્યોત માંથી કાજળ નહિ પણ કેસર નીકળે છે, જેને વ્યક્તિની આંખો પર લગાવવાથી ભક્તોની આંખ સંબંધિત બધી સમસ્યાઓ દુર થાય છે.

આ મંદિર વિષે એવી પોરાણિક માન્યતાઓ છે કે આ સ્થળે દેવીમાં રોકાયા હતા, એ કારણે આ મંદિરનું નામ આઈજી માતા મંદિર પડ્યું. એવું માનવામાં આવે છે કે માતા દુર્ગાનો જ એક અવતાર એવા શ્રી આઈજી માતાએ ગુજરાતના અંબાપુરમાં જન્મ લીધો હતો. અંબાપુરમાં ઘણા ચમત્કારો કર્યા પછી શ્રી આઈ માતાજી ફરતા-ફરતા આ સ્થળે આવી પહોંચ્યા.

તેમણે ત્યાંના દરેક ભક્તોને ૧૧ ગુણો શીખવ્યા અને હંમેશા સત્યના માર્ગે ચાલવા માટે ઉપદેશ પણ આપ્યો હતો, જે આજના જમાનામાં પણ ઘણા લોકો જાણે છે અને તેઓ તે ઉપદેશોને માતાનો આશીર્વાદ સમજે છે, અને એ ભક્તો તેનું પાલન પણ કરે છે. આવા સારા ઉપદેશો આપ્યા પછી એક દિવસ તેમણે પોતાને હજારો ભક્તોની સામે અખંડ જ્યોતમાં વિલીન કરી દીધા હતા. અને એ અખંડ જ્યોતમાંથી આજ સુધી કેસર નીકળે છે, જે એ વાતનું સાક્ષાત પ્રમાણ છે કે આ મંદીરમાં આઈજી માતા વર્તમાનમાં પણ ઉપસ્થિતિ છે.

ઘણી જ માટી માત્રામાં માતાના ભક્તોની ભીડ આ મંદીરમાં જામેલી રહે છે. એમને વિશ્વાસ છે કે આ અખંડ જ્યોતના દર્શનથી જ એમના તમામ પ્રકારની સમસ્યાઓ અને તકલીફો દુર થઈ જાય છે. આ મંદિરમાં માતાનો માત્ર ફોટો મુકવામાં આવ્યો છે જે ગાદી ઉપર બિરાજમાન છે. ભક્તો દુર દુરથી મોટી સંખ્યામાં આઈજી માતાના દર્શન માટે અહીં આવે છે. અહીંયાના લોકોનું એવું માનવું છે કે આ અખંડ જ્યોત માંથી નીકળતું કેસર આંખોમાં લગાવવામાં આવે, તો આંખોની દરેક પ્રકારની બીમારીઓ દુર થઈ જાય છે.

નવરાત્રીના દિવસોમાં આ મંદિરમાં ભક્તોની ઘણી વધારે ભીડ જોવા મળે છે. આ મંદિર એટલું સુંદર છે કે, તમે આ મંદિરના દર્શન કરવા જશો તો આરસમાંથી બનેલા આ મંદિરને તમે જોતા જ રહી જશો. તમે જેવા આ મંદિરની અંદર પહોંચશો તો તમે તમારા મનમાં શાંતિનો અનુભવ કરશો. તમને એવું લાગશે કે જાણે તમે સ્વર્ગમાં જ આવી ગયા છો.

આ મંદિરની પાછળ એક પોરાણિક કથા પણ છે. એ પ્રાચીન માન્યતાઓ મુજબ એક દિવસ દીવાન વંશજ રાજા માધવ અચાનક જ ક્યાંક અદ્રશ્ય થઈ ગયા હતા, અને માતા તેમને શોધવા માટે નીકળી પડયા હતા. માતાને આ ગામમાં રાજા માધવ મળ્યા હતા, અને એવું માનવામાં આવે છે કે એ સમયથી જ માતા આ મંદીરમાં વીરાજમાન છે. મંદીરમાં સળગતો આ અખંડ દીવો લગભગ ૫૫૦ વર્ષ જુનો છે, અને તે આજે પણ એવો જ પ્રકાશિત છે.