આ ટાલ માં નવા વાળ ઉગાડી દેં, આ સુંઘવા માત્ર થી માઈગ્રેન દુર થઇ જાય, ૧ વર્ષ જૂની કબજિયાત દુર કરી દે

નમસ્કાર મિત્રો આજે અમે તમને એ વસ્તુ નાં ફાયદા જણાવીસુ જેમા ૧ વર્ષ જૂની કબજિયાત દુર કરી દે, ટાલ માં નવા વાળ ઉગાડી દેં, આ સુંઘવા માત્ર થી માઈગ્રેન દુર થઇ જાય પીવાથી શરીર શક્તિશાળી ને યુવા બની જાય. જેવા ઘણા ગુણ છે

કેસર ના ૧૬ ચમત્કારી ગુણો વિષે જણાવીશું. કેસર એક સુગંધ આપવા વાળું ઝાડ છે. પાતળા દોરા જેવું કેસર ૧૫-૨૦ સેન્ટીમીટર ઊંચું હોય છે. તેના ફૂલોને હિન્દીમાં કેસર, ઉર્દુમાં જાફરાન અને અંગ્રેજી માં સેફ્રોન કહે છે.

આયુર્વેદિક શાસ્ત્ર મુજબ નિયમિત રીતે ઓછા પ્રમાણ માં લેવાથી તે ત્રિદોષ (વાત,પિત્ત કે કફ) થી છુટકારો અપાવે છે. તેની પ્રકૃતિ ગરમ છે. એટલે કે ઔષધી તરીકે ૨૫૦ મિલી ગ્રામ કે ખાવામાં ૧૦૦ મીલીગ્રામ થી વધુ પ્રમાણ માં તેના સેવન ની સલાહ આપવામાં આવતી નથી.(અને એના ભાવ પણ વધુ છે એટલે આપણને પોસાય પણ નહિ)

કેસર સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે. કેસરની સુગંધ ખુબ તેજ હોય છે. કેસરને જુદા જુદા પ્રકારના વ્યંજનોમાં નાખીને ખાવામાં આવે છે. ભારતમાં કેસર કાશ્મીરમાં થાય છે. ગરમ પાણીમાં નાખવાથી કેસરથી ઘાટો પીળો રંગ થઇ જાય છે. પેટને લગતી તકલીફો ના ઈલાજ માટે કેસર ખુબ જ ફાયદાકારક છે. ચોટ લાગવી કે ગુમડા ઉપર પણ કેસર નો લેપ લગાવવાથી ફાયદો થાય છે. તે ચામડી નો રંગ ઉજળો કરવા વાળી, રક્તશોધક, શારીરિક પોષ્ટિક, પ્રદર અને નિમ્મ રક્તપાચ ને ઠીક કરવા વાળી, કફ નાશક, મનને પ્રશન્ન કરવા વાળી રંગીન અને સુગંધિત કરવા વાળું હોય છે. આવો તમને કેસરના ગુણો ની જાણકારી આપીએ.

કેસરના ૧૬ ચમત્કારિક ફાયદા

૧. પેટના રોગ : પેટને લગતી બીમારીઓ ના ઇલાજમાં કેસર ખુબ જ ફાયદાકારક છે. હજમ ન થવું, પેટમાં દુઃખાવો કે પેટમાં ઘૂમરી, વગેરે હજમ ને લગતી તકલીફોમાં કેસર નું સેવન કરવાથી ફાયદો થાય છે.

૨. માસિક ધર્મ : મહિલાઓ ના માસિક ધર્મ દરમિયાન થતા દુખવા ને દુર કરવા માટે ૨-૨ રત્તીભાર કેસર દુધમાં હલાવી ને દિવસ માં ત્રણ વખત આપવું ફાયદાકારક બને છે.

૩. આંખ અને મસ્તિક : ચંદન ને કેસર સાથે ઘસીને તેનો લેપ માથા ઉપર લગાવવાથી માથું, આંખ અને મસ્તિક ને ઠંડક, શાંતિ અને શક્તિ મળે છે.

૪. માથાનો દુઃખાવો : માથાનો દુઃખાવો દુર કરવા માટે કેસર નો ઉપયોગ કરી શકાય છે. માથાનો દુઃખાવો થાય તો ચંદન અને કેસર ને ભેળવીને માથા ઉપર તેનો લેપ લગાવવાથી માથાનો દુઃખાવા માં રાહત મળે છે.

૫. નસકોરી ફૂટે : નાકમાંથી લોહી નીકળવાની તકલીફ ના ઉપચાર માટે પણ કેસર ખુબ જ ફાયદાકારક છે. નાસકોરી ફૂટે ત્યારે ચંદન ની સાથે કેસર ને ભેળવીને લેપ લગાવો, નાકમાંથી લોહી નીકળતું બંધ થઇ જશે અને માથાનો દુઃખાવો તરત દુર થઇ જાય છે.

૬. શરદી-જુકામ : બાળકોને શરદી-જુકામ હોય તો કેસર ની ૧-૨ પાંખડી ૨-૪ ટીપા દૂધ સાથે સારી રીતે હલાવો જેથી કેસર દુધમાં ભળી જાય. એક ચમચી દુધમાં ભેળવી ને બાળકોને સવાર સાંજ પિવરાવો. તેનાથી તેને ઘણો લાભ થશે. માથું,નાક,છાતી કે પીઠ ઉપર લગાડવા માટે કેસર, જાયફળ કે લવિંગ નો લેપ પાણીમાં બનાવો અને રાત્રે સુતા સમયે તેનો લેપ કરો.

૭. કબજિયાત : અડધો ગ્રામ કેસર ને ઘી માં વાટીને ખાવાથી ૧ વર્ષ જૂની કબજિયાત દુર થાય છે.

૮. હ્રદય ની કમજોરી : ૧૨૦ મીલીગ્રામ કેસર ને ૫૦ મિલીલીટર પાણીમાં ભેળવીને માટીના વાસણ માં રાત્રે પલાળી દો. સવારે ૨૦-૨૫ સુકી દ્રાક્ષ ખાઈને આ પાણીને પીવો. તેનું સેવન ૧૫ દિવસ સુધી કરવાથી હ્રદય ની નબળાઈ દુર થાય છે.

૯. અતિસાર : અતિસાર માં પણ કેસર ખુબ જ ફાયદાકારક છે. અતિસાર થય ત્યારે કેસરને જાયફળ, કેરીની ગોટલી, સુંઠ ને પત્થર ઉપર પાણી સાથે ઘસીને વાટવું અને તે લેપ લગાવવાથી ફાયદો થાય છે.

૧૦. માથા ની ટાલ , વાળ ખરવા રૂસી : ટાલીયા લોકો માટે તો આ સંજીવની બુટ્ટી જેવી કારગર છે. જેના વાળ વચ્ચે થી ઉતરી જાય છે, તેણે થોડા જેઠીમધ દુધમાં વાટી દો. ત્યાર પછી તેમાં ચપટી કેસર નાખીને તેનું પેસ્ટ બનાવીને સુતા સમયે માથામાં લગાડવાથી ટાલીયાપણા ની સમસ્યા દુર થાય છે. રુસીની તકલીફ હોય કે પછી વાળ તૂટી રહ્યા છે તો પણ આ ઉપાય કારગર છે.

૧૧. શારીરિક શક્તિ : આ એક શારીરિક શક્તિ વધારવા વાળું રસાયણ છે. એટલે કે બજીકરન માટે પણ કરવામાં આવે છે.

૧૨. હિસ્ટીરીયા : કેસર, વચા અને પીપળામૂળ ૧૦-૧૦ ગ્રામ ની માત્રામાં લઇ ને વાટીને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ ને ૫ ગ્રામ ની માત્રા માં પાણી સાથે લઇ લેવા થી હિસ્ટીરિયા રોગ માં સારું થાય છે. હિસ્ટીરિયા જેવી બીમારીઓને નીયત્રિત કરવા કેસર ફાયદાકારક થાય છે.

૧૩. ત્વચા : ત્વચા ને દાઝવા કે લાગવા થી કેસર નો લેપ લગાડવો જોઈએ. તેનાથી તરત ફાયદો થઇ છે.
નવી ત્વચા બને છે.

૧૪. સારી ઊંઘ માટે : જો ઊંઘ ના આવતી હોય કે પછી શરદી થઇ ગઈ હોય તો રાત્રે એક ગ્લાસ દુધમાં એક ચપટી કેસર અને એક ચમચી મધ નાખીને જો દર્દી ને પિવરાવવા માં આવે તો તેને સારી ઊંઘ આવે છે.

૧૫. શક્તિ : કેસર ને દૂધ સાથે પીવાથી શારીરિક શક્તિ વધે છે. કેસર દૂધ પોરુષ ક્રાંતિવર્ધક હોય છે. ઠંડી માં ગરમ દૂધ કે ગરમીમાં ઠંડા દૂધ સાથે કેસર નો ઉપયોગ સ્વાસ્થ્યવર્ધક હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન કેસરનું સેવન કરવાથી થનાર બાળક તંદુરસ્ત થાય છે અને ઘણી જાતની બીમારીઓથી બચી રહે છે.

૧૬. માઈગ્રેન : કેસર અને ખાંડ ને ઘી માં હલાવીને સુંધવાથી માથાનો દુઃખાવો ઠીક થાય છે.