૪૦ હજાર રૂપિયે કિલો વાળા કેસરે ખેડૂતને કરી દીધો માલામાલ જાણો મહારાષ્ટ્ર માં કરી કમાલ

૨૭ વર્ષના સંદેશ પાટીલે માત્ર ઠંડી ઋતુમાં પાલન પોષણ થઇ શકે તેવા કેસર ને મહારાષ્ટ્ર ના જલગામ જેવા ગરમ વિસ્તારમાં ઉગાડીને લોકોને વિચાર કરતા કરી દીધા છે. તેણે મેડીકલમાં અભ્યાસ છોડીને પોતાની જિદ્દ ઉપર પોતાના ખેતરમાં કેસરની ખેતી કરવાનું નક્કી કર્યું અને હવે તે દર મહીને લાખો નો નફો પણ કમાઈ રહેલ છે. તેથી તેણે સ્થાનિક અને દેસી પાકના પેટર્ન માં ફેરવી લીધા.

ઈન્ટરનેટ દ્વારા મેળવી ખેતીની જાણકારી

* જલગામ જીલ્લાના મોરગામ ખુર્દ માં રહેતા ૨૭ વર્ષના સંદેશ પાટીલે મેડીકલ બ્રાંચ ના બીએએમએસ માં પ્રવેશ મેળવ્યો હતો, પણ પસંદ ન પડ્યું.

* તેના વિસ્તારમાં કેળા અને કપાસ જેવી સ્થાનિક અને પારંપરીક ખેતીથી ખેડૂતો કોઈ વધુ નફો મેળવી શકતા ન હતા.

* આ વાતે સંદેશ ને પાકને એક્સ્પેરીમેંટ કરવા માટે પડકાર વાળા કામનો સ્વીકાર કર્યો.

* ત્યાર પછી તેણે સોઇલ ફર્ટીલીટી નો અભ્યાસ કર્યો. તેણે માટીની ઉત્પાદન શક્તિ ને વધારીને ખેતી કરવાની પદ્ધતિમાં ફેરફાર કરવાનું વિચાર્યું.

* તેના માટે તેણે રાજસ્થાનમાં કરવામાં આવતી કેસરની ખેતી ની જાણકારી ઈન્ટરનેટ દ્વારા મેળવી.
પિતા અને કાકા પણ હતા તની વિરુદ્ધ

* તમામ માહિતી મેળવીને સંદેશે તેના વિષે પોતાના કુટુંબમાં વાત કરી. શરૂઆતમાં તેના કુટુંબમાં તેના પિતા અને કાકા પણ તેની વિરુદ્ધ હતા.

* પણ સંદેશ પોતાના નિર્ણય ઉપર અડગ હતો. છેવટે તેની જિદ્દ અને ધગશ જોતા ઘરવાળાઓએ તેની વાત માની લીધી.

* ત્યાર પછી રાજસ્થાનના પાલી શહેરથી ૪૦ રૂપિયા ભાવના ૯.૨૦ લાખ રૂપિયાના ૩ હજાર છોડ ખરીદ કર્યા અને આ છોડને તેને પોતાની અડધો એકર જમીનમાં રોપી દીધા.

* સંદેશે અમેરિકાના અમુક મહત્વના વિસ્તારો અને ઇન્ડીયાના કાશ્મીર ઘાટીમાં કરવામાં આવતી કેસરની ખેતીને જલગામ જેવા વિસ્તારમાં કરવાનું કારસ્તાન કરી બતાવ્યું છે.

* બીજા ખેડૂતો પણ લઇ રહ્યા છે રસ

* સંદેશ પાટીલે પોતાના ખેતરમાં કુદરતી ખાતરનો ઉપયોગ કર્યો. મેં ૨૦૧૬ માં સંદેશે ૧૫.૫ કિલો કેસર નું ઉત્પાદન કર્યું.

* આ પાકના તેને ૪૦ હજાર રૂપિયા કિલો ના હિસાબે ભાવ મળ્યા. આવી રીતે કુલ ૬.૨૦ લાખ રૂપિયાની ઉપજ થઇ.

* છોડ, ખેડાણ, વાવણી, અને ખાતર ઉપર કુલ ૧.૬૦ લાખ નો ખર્ચ બાદ કરતા તેને સાડા પાંચ મહિનામાં ૫.૪૦ લાખ રૂપિયાનો ચોખ્ખો નફો મેળવ્યો.

* સંકટ સમયે પણ સંદેશે આ મુશ્કેલ લગતા કામને પાર પાડેલ.

* જીલ્લાના કેન્હાલા, રોવેર, નીંભોરા, અમલનેર, અંતુર્કી, એમપી ના પલાસુર ગામના ૧૦ ખેડૂતોને સંદેશ પાટીલે કામ સાથે પ્રોત્સાહન મેળવીને કેસરની ખેતી કરવાનો નિર્ણય કર્યો છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.