મેર એટલે ભારતનાં ગુજરાત રાજ્યનાં સૌરાષ્ટ્ર વિસ્તારનાં કાઠિયાવાડમાં મહેર, મિહિર, મૈર, કે મેહર તરીકે પણ ઓળખાતા ક્ષત્રિય કે રાજપૂત વર્ણનાં અને હિંદુ ધર્મના લોકોનો સમુહ છે. તેમનો પોતાના માન સન્માન કાજે કેટલાયે યુદ્ધો, શૌર્ય અને બલિદાનનો સમૃધ્ધ અને વૈવિધ્યપૂર્ણ ઇતિહાસ છે.
તેમના દ્વારા કરાયેલા કેટલાક બલિદાનો શપથ (વચન) ની પૂર્તિ, ફરજ અને સામાન્ય પ્રજાજનો તથા પોરબંદરનાં જેઠવા રાણાઓ પ્રત્યેની જવાબદારીઓને કારણે કરાયેલા.
મેર લોકોની વસ્તી, ૧૯૫૧ની વસ્તી ગણતરી પ્રમાણે લગભગ ૫૦,૦૦૦ જેટલી હતી, જે ૧૫૫ ગામો અને ૨૩ નેસોમાં વહેંચાયેલ હતી. મેર લોકોનો પારંપારીક વ્યવસાય યોદ્ધા અને ખેતિકામ કરનાર તરીકેનો ગણાય છે.
પોરબંદરનાં જેઠવા રાણાઓ દ્વારા મેર લોકોને કેટલાક ગામો અને જમીનો આપવામાં આવેલ (જેને ગરાસદારીનાં ગામો કહેવામાં આવે છે), આક્રમણખોરો સામે રાજ્યના રક્ષણ માટે, રાજ્યની સેનાનો ભાગ બનવા બદલ આ ગરાસદારી આપવામાં આવેલ.
મેર સમાજ ૧૪ ગૌત્રાંતર વંશોમાં વહેંચાયેલ છે. આમાનો દરેક વંશ (જે શાખા તરીકે પણ ઓળખાય છે) પણ વિવિધ નાના મોટા કુળોમાં વહેંચાયેલ છે, જે ઘણાં જુદાજુદા ગામોમાં ફેલાયેલા છે. આમાંનાં કેટલાક કુળો પોતે જે ગામમાં વસવાટ કરતા તે ગામનાં નામ આધારીત અટકથી પણ ઓળખાવવા લાગ્યા.
આ ૧૪ વંશમાંથી ચાર પોતાની વધુ વસ્તી, જમીનદારી અને ઔતિહાસિક મહત્વને કારણે, મહેર સમાજમાં આગળપડતું મહત્વ ધરાવે છે. આ ચાર વંશો કેશવાલા, સિસોદીયા, ઓડેદરા (સુમરા), અને રાજશાખા (ખુંટી) છે, જેનાં બાપદાદાઓ પોરબંદર વિસ્તારનાં ઉંચાણવાળા પ્રદેશોનાં ગામોમાં (જે બરડા વિસ્તાર કહેવાય છે) બહોળી સંખ્યામાં વસવાટ પામ્યા હતા.
અન્ય દશ વંશો પરમાર, વાઘેલા, ચુડાસમા, ચૌહાણ, ભટ્ટી, વાળા, જાડેજા, સોલંકી, ચાવડા અને વાઢેર છે. જેઓએ રાણાવાવ, કુતિયાણા વિસ્તારનાં નિચાણવાળા પ્રદેશોમાં (જેમાં ઘેડ વિસ્તાર સામેલ ગણાય) બહોળા પ્રમાણમાં વસવાટ કર્યો.
કેશવાલા :
શ્રી રામ ભગવાનના વનવાસ વખતની આ વાત છે. જયારે રાવણને મારવા માટે રામ અને તેનુ સૈન્ય રામેશ્વરથી લંકા સુધીનો પુલ બાંધે છે. આ પુલનું નામ સેતુ છે.
સેતુ બંધ પુરેપુરો તૈયાર થઇ જાય છે ત્યારે વચ્ચે કયાંક ખોટ નથી ને! તે માટે રામ ભગવાને જમણા હાથમાંથી યોધ્ધો ઊત્પન્ન કર્યો અને તે યોધ્ધાને સેતુબંધ ચકાસવા માટે મોકલ્યો.
શ્રી રામ ભગવાનના વાળ માંથી એટલે કે કેશમાંથી થયેલો છે એટલે તે કેશવાલા થઇ ગયો. આ યોધ્ધાની વંશ પરંપરા આજ સુધી ચાલી આવી અને હજુ ચાલશે. તેથી કેશવાલાને સૂર્યવંશી કહેવામાં આવે છે.
વિડીયો
https://www.youtube.com/watch?v=A_sUSpPIWHc
મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, ક્રાઈમ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.