હરસ, પગમાં સોજો, હાથીપગ, અંડકોષ વૃદ્ધિ, પેશાબની બીમારીઓનો અંત કરી શકે છે

કેસુડાને શાસ્ત્રોમાં બ્રહ્માના પૂજા અર્ચના માટે પવિત્ર માનવામાં આવે છે. કેસુડાના ત્રણ પાંદડા ભારતીય દર્શન શાસ્ત્રના ત્રીત્વના પ્રતિક છે. તેના ત્રિપર્નકોમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો નિવાસ માનવામાં આવે છે. કેસુડાના ઝાડમાં આખા ભારતમાં ખુલ્લા વિસ્તારોથી લઈને ૧૨૦૦ મીટરની ઉંચાઈ સુધી મળી આવે છે. તેનું થડ વાંકું અને પાંદડા ૩-૩ ના સમુહમાં લાગેલા હોઈને થોડા મોટા અને એક બાજુથી ખરબચડા અને બીજી તરફથી થોડા સુંવાળા અને વધુ ઘાટા હોય છે. તેના ફૂલ ઘાટા કેસરી લાલ રંગના હોય છે. જેના દલપત્ર ઘાટા કથ્થાઈ રંગના અને સહેજ મોટા અને મખમલી હોય છે. વસંત ની શરૂઆતમાં જયારે તે ઝાડ પાનખર પછી ફૂલોથી લચકે છે. ત્યારે દુરથી જોનારા ઉપર ઝાડ આખું અગ્નિ જ્વાળા જેવું દેખાય છે તેથી તેને જંગલની આગ પણ કહે છે.

જુદી જુદી ભાષાઓમાં તેના નામ

હિન્દી –પલાશ, પરાસ, ઢાક, ટેસુ, છીડ્લ. સંસ્કૃત – પલાશ, કીશુક, ક્ષર શ્રેષ્ઠ, બંગાળી – પલાશ ગાછ, મરાઠી – પલસ ગુજરાતી –ખાસરો ફારસી- દરખપ્તેપલ, અંગ્રેજી – બસ્ટર્ડ ટીક

કેસુડાની પ્રજાતિઓ

કેસુડાની બે પ્રજાતિઓ મળી આવે છે, સફેદ અને લાલ, લાલ કેસુડાને સર્વ સામાન્ય છે પણ સફેદ કેસુડા દુર્લભતા થી મળે છે. કેસુડા ઢગલાબંધ આયુર્વેદિક ગુણોથી ભરપુર છે.

આવો જાણીએ તેના આરોગ્ય લાભ :

છાલ : નાક, મળ મૂત્ર કે યોની દ્વારા રક્ત સ્ત્રાવ થાય તો છાલ ની રાબ (૫૦ મી.લિ.) બનાવીને ઠંડી થાય એટલે સાકર ભેળવીને પિવરાવો.

કેસુડાનો ગુંદર : કેસુડાનો ૧ થી ૩ ગ્રામ ગુંદર સાકરવાળા દૂધ કે આંબળાના રસ સાથે લેવાથી બળ વીર્ય ની વૃદ્ધી થાય છે અને હાડકા મજબુત બને છે. આ ગુંદર ગરમ પાણીમાં ઘોળીને પીવાથી દસ્ત અને સંગ્રહણી માં આરામ મળે છે.

સફેદ કુષ્ઠ ઉપચારમાં

શરુઆતની અવસ્થામાં સફેદ કુષ્ઠ કેસુડાના મૂળ ના ચૂર્ણના સેવનથી ઠીક થઇ જાય છે. તેના માટે કેસુડાના મૂળને સારી રીતે સુકવીને તેનું ચૂર્ણને પાંચ ગ્રામ ના પ્રમાણમાં પાણી સાથે લેવું જોઈએ. મૂળ ને ઘસીને તે જગ્યા ઉપર લગાવી પણ શકાય છે.

લોહી અને પિત્ત વિકાર માં

કેસુડાની તાજી કાઢવામાં આવેલ છાલની રાબનું સેવન થોડા દિવસ સુધી કરો. રાબ પાણીમાં બનાવો. તે માટે ૨૦૦ મી.લિ. પાણીમાં ૧૦ ગ્રામ છાલ ને જરૂર મુજબ ઉકાળીને રાબ તૈયાર કરો.

આંખોનો રોગ :

કેસુડાના તાજા મૂળનું એક ટીપું રસ આંખમાં નાખવાથી આંખની ઝાંખ, ખીલ, ફૂલી, મોતિયાબિંદ અને રતાંધળાપણું વગેરે પ્રકારના આંખના રોગો ઠીક થઇ જાય છે.

કેસુડાના મૂળનો ઉપયોગ રતાંધળાપણા ને ઠીક કરીને, આંખોના સોજાને દુર કરીને આંખોની દ્રષ્ટિ વધારવા માટે કરવામાં આવે છે.

નકસીર (નાકમાંથી લોહી આવવું) :

કેસુડાના ૫ થી ૭ ફૂલને આખી રાત ઠંડા પાણીમાં પલાળો. સવારના સમયે તેને પાણીમાંથી કાઢી નાખો અને પાણીને ગાળીને તેમાં થોડી સાકર ભેળવીને પી લો તેનાથી નકસીર માં લાભ મળે છે.

મીર્ગી :

૪ થી ૫ ટીપા કેસુડા ના મૂળનો રસ નાકમાં નાખવાથી મીર્ગી નો હુમલો બંધ થઇ જાય છે.

ગલગન્ડ(ધેંધા) રોગ :

કેસુડાના મૂળને ઘસીને કાનની નીચે લેપ કરવાથી ગલગન્ડ મટે છે.

આફરો (પેટમાં ગેસ બનવો) :

કેસુડાની છાલ અને શુંઠ ની રાબ ૪૦ મી.લિ. ના પ્રમાણમાં સવાર અને સાંજ પીવાથી આફરો અને પેટનો દુખાવો દુર થઇ જાય છે.

ઉમરકૃમિ (પેટની જીવાત) :

કેસુડાના બીજ, કબીલા, અજમો, વાયવિડીગ, નીસાત અને કીરમાનીને થોડા એવા પ્રમાણમાં ભેળવીને ઝીણું વાટીને રાખી દો. તેને લગભગ ૩ ગ્રામમાં ગોળ સાથે આપવાથી પેટની તમામ પ્રકારની જીવાત નો નાશ થઇ જાય છે. કેસુડાના બીજના ચૂર્ણને ૧ ચમચી ના પ્રમાણમાં દિવસમાં બે વખત સેવન કરવાથી પેટની તમામ જીવાત મરીને બહાર આવી જાય છે.

પ્રમેહ (વીર્ય વિકાર) :

કેસુડાની મુંહમુદી (એકદમ નવી) કુપળોને છાયામાં સુકવીને વાટીને ગાળીને ગોળમાં ભેળવીને લગભગ ૧૦ ગ્રામ ના પ્રમાણમાં સવાર સાંજ ખાવાથી પ્રમેહ દુર થઇ જાય છે.

કેસુડાના મૂળનો રસ કાઢીને તે રસમાં ૩ દિવસ સુધી ઘઉંના દાણામાં પલાળી દો. ત્યાર પછી બન્ને ને વાટીને હલવો બનાવીને ખાવાથી પ્રમેહ, શીધ્રપર્ણ (ધાતુનું જલ્દી નીકળી જવું) અને કામશક્તિની નબળાઈ દુર થાય છે.

વાજીકરણ (સેક્સ પાવર) :

૫ થી ૬ ટીપા કેસુડા ના મૂળનો રસ રોજ બે વખત સેવન કરવાથી અનેચ્છીક વીર્યસ્ત્રાવ (શીધ્રપતન) અટકી જાય છે અને કામ શક્તિ વધે છે.

કેસુડાના બીજ ના તેલથી લિંગની સીવણ સુપારી છોડીને બીજા ભાગ ઉપર માલીશ કરવાથી થોડા જ દિવસોમાં દરેક જાતની નપુંસકતા દુર થાય છે અને કામશક્તિમાં વધારો થાય છે.

લીંગની મજબુતાઈ માટે :

કેસુડાના બીજના તેલનું હળવું માલીશ લિંગ ઉપર કરવાથી તે મજબુત થાય છે. જો તેલ ન મેળવી શકો તો કેસુડાના બીજને વાટીને તલના તેલમાં બાળી લો અને તે તેલને ગાળીને ઉપયોગ કરો. તેનાથી પણ તેના પરિણામ મળે છે.

સ્તભ્ભન અને શુક્ર શોધન માટે :

તેના માટે કેસુડાનો ગુંદર ઘી માં શેકીને દૂધ અને સાકર સાથે સેવન કરો. દૂધ જો દેશી ગાયનું હોય તો ઉત્તમ છે.

હાથ પગમાં

કેસુડાના મૂળનું ચૂર્ણ એરંડિયાના તેલમાં ભેળવીને લગાવવાથી ફાયદો થાય છે. તેના માટે જરૂરિયાત મુજબ મૂળનું ચૂર્ણ અને તેલનો ઉપયોગ કરો.

લોહી વાળા હરસ :

કેસુડાના પંચાંગ (મૂળ, ડાળી, પાંદડા, ફળ અને ફૂલ) ની રાખ લગભગ ૧૫ ગ્રામ હુફાળા ઘી સાથે સેવન કરવાથી લોહીવાળા હરસમાં આરામ મળે છે. તે થોડા દિવસો સતત ખાવાથી હરસના મસ્સા સુકાઈ જાય છે.

અતિસાર (દસ્ત) :

કેસુડાનો ગુંદર લગભગ ૬૫૦ મિલી ગ્રામ થી લઈને ૨ ગ્રામ સુધી લઈને તેમાં થોડું તજ અને અફીણ (ચોખાના એક દાણા જેટલું) ભેળવીને ખાવાથી દસ્ત આવવાનું બંધ થઇ જાય છે.

કેસુડાના બીજની રાબ એક ચમચી, બકરીનું દૂધ ૧ ચમચી બન્ને ને ભેળવીને ભોજન પછી દિવસમાં ૩ વખત ખાવાથી અતિસાર માં ફાયદો થાય છે.

સોજો :

કેસુડાના ફૂલની પોટલી બનાવીને બાંધવાથી સોજો ઓછો થાય છે.

સાંધાના દુખાવા (સંધીવાત) :

કેસુડાના બીજને ઝીણા વાટીને મધ સાથે દુખાવા વાળી જગ્યા ઉપર લેપ કરવાથી સંધીવાતમાં ફાયદો મળે છે.

ગાંઠ (બંધગાંઠ) :

કેસુડાના પાંદડાની પોટલી બાંધવાથી ગાંઠમાં ફાયદો થાય છે.

કેસુડાના મૂળના ત્રણ થી પાંચ ગ્રામ છાલને દૂધ સાથે પીવાથી ગાંઠમાં ફાયદો થાય છે.

અંડકોશનો સોજો :

કેસુડાના ફૂલની પોટલી બનાવીને નાભી નીચે બાંધવાથી મૂત્રાશય (તે જગ્યા જ્યાં પેશાબ એકઠો થાય છે) ના રોગ દુર થઇ જાય છે અને અંડકોશનો સોજો પણ દુર થઇ જાય છે.

કેસુડાની છાલને વાટીને લગભગ ૪ ગ્રામ માં પાણી સાથે સવારે અને સાંજે મધ સાથે આપવાથી અંડકોશના વધવાનું દુર થઇ જાય છે.

હેજા :

કેસુડાના ફૂલ ૧૦ ગ્રામ અને કલમી શોરા ૧૦ ગ્રામ બન્ને ને પાણીમાં ઘસીને લેપ બનાવી લો. પછી તેને રોગોના પેડુ ઉપર લગાવો. આ લેપ રોગીના પેડુ ઉપર વારંવાર લગાવવાથી હેજા રોગ ઠીક થઇ જાય છે.

ગર્ભનિરોધ:

કેસુડાના બીજને બાળીને રાખ બનાવી લો અને આ રાખમાં અડધી હિંગ ભેળવીને રાખી દો. તેમાંથી ત્રણ ગ્રામ સુધીના પ્રમાણમાં માહવારી શરુ થતા જ અને તેના થોડા દિવસો પછી સુધી સેવન કરવાથી સ્ત્રીની ગર્ભધારણ શક્તિ નાશ પામે છે.

કેસુડાના બીજ દસ ગ્રામ, મધ વીસ ગ્રામ અને ઘી ૧૦ ગ્રામ બધાને ભેળવીને તેમાં રૂ પલાળીને વાટ બનાવી લો અને તેને સ્ત્રી પ્રસંગના ૩ કલાક પહેલા પૂર્વ યોની ભાગ માં રાખવાથી ગર્ભધારણ નહી થાય.

વાંજીયાપણામાં :

વાંજીયાપણામાં કેસુડાના ફળને સુકવીને બાળીને તેની રાખ બનાવી લો. આ રાખને દેશી ગાયના દૂધ સાથે સેવન કરવાથી વાંજીયાપણું દુર થાય છે.

કેસુડાના પાંદડા પણ ગર્ભધારણ કરવામાં ઘણા ઘણા ઉપયોગી છે. ગર્ભધારણ પહેલા મહીને એક પાંદડું, બીજા મહીને ૨ પાંદડા, આવી રીતે નવમાં મહીને નવ પાંદડા લેઈને એક ગ્લાસ દુધમાં પકાવીને સવાર સાંજ લેવા જોઈએ. આ પ્રયોગ જેમણે પણ કરેલ છે તેમને ચમત્કારી ફાયદા થયા છે.

કેસુડાના પત્તર :

કેસુડાના પાંદડામાંથી બનેલા પત્તર ઉપર રોજ થોડા દિવસો સુધી ભોજન કરવાથી શારીરિક ચિંતાઓ શાંત થાય છે. તે કારણ છે પ્રાચીન સમય માં આના પત્તર પર જમતા.

કોઈ પણ ઉપાય કરતા પહેલા નિષ્ણાતની સલાહ જરૂર લેવી.