કેટરીના કૈફને પણ ટક્કર આપે છે મનોજ તિવારીની પત્ની, સુંદરતામાં કોઈ એક્ટ્રેસથી ઓછી નથી.

બોલિવૂડની ટોપની એક્ટ્રેસને ટક્કર આપે છે ક્રિકેટર મનોજ તિવારીની પત્ની, વાયરલ થયા ફોટા

ભારતીય ટીમના ક્રિકેટરો હંમેશાં તેમના આશ્ચર્યજનક પ્રદર્શનને કારણે મેદાન ઉપર તો હંમેશા પ્રસંશા મેળવતા રહે છે. પરંતુ ધીરે ધીરે તેઓ તેમની શૈલીને કારણે પણ સમાચારોમાં છવાયેલા રહે છે. તેમની સ્ટાઇલ સ્ટેટમેન્ટ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાને કારણે જ તે ચર્ચામાં જળવાઈ રહે છે. હવે જ્યારે આ ક્રિકેટરો જ આટલા સ્ટાઇલિશ બની રહ્યા છે, તો તેમની જીવનસાથી તેનાથી એ બાબતમાં કેવી રીતે પાછળ રહી શકે છે.

અહીંયા અમે તમને ભારતીય ક્રિકેટ ટીમના આવા જ એક ક્રિકેટર મનોજ તિવારીની પત્ની વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનું નામ સુષ્મિતા રાય છે અને જે સુંદરતાની દ્રષ્ટિએ બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ સુધીને ટક્કર આપી રહી છે.

નાનપણથી જ પરિચિત

મનોજ તિવારી અને સુષ્મિતા રાય એક બીજાને માત્ર ત્યારથી નથી ઓળખતા. જયારે તેમના લગ્ન થયા. બંને નાનપણથી જ એકબીજાને ઓળખે છે. બાળપણથી જ તે બંને મિત્ર હતા. સમય જતાં આ મિત્રતા પ્રેમમાં ક્યારે બદલાઈ ગઈ તેની તેઓને ખબર જ ન પડી. મનોજ તિવારી જ્યારે ક્રિકેટ રમતા હતા, ત્યારે સુષ્મિતા મોડેલિંગ કરતી હતી. વર્ષ 2013 માં આ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. તેના પરિવારજનોને પણ તેના લગ્ન અંગે કોઈ વાંધો ન હતો. આ રીતે બંનેના લગ્ન થઇ ગયા.

સક્રિય છે સોશિયલ મીડિયામાં

સોશિયલ મીડિયા ઉપર મનોજ તિવારીની પત્ની સુષ્મિતા રાય ખૂબ જ એક્ટિવ જોવા મળી રહી છે. અવાર નવાર તે તેમના ચિત્રો પોસ્ટ કરતી જોવા મળે જ છે, સુષ્મિતાના હજારોની સંખ્યામાં ચાહકો સોશ્યલ મીડિયા ઉપર રહેલા છે. તે તેની તસ્વીરોને હંમેશા લાઈક કરતા રહે છે અને ટિપ્પણી કરીને તેમના પ્રતિસાદ પણ આપે છે.

સુષ્મિતા રાય ઘણી વાર પોતાના પતિ સાથે રજા મનાવવા નીકળી જાય છે. આવી સ્થિતિમાં, જે તસ્વીરો તે આ દરમિયાન પડાવે છે, તેને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવાનું તે ભૂલતી નથી. રજાઓ મનાવતી તેની ઘણી તસવીરો તમને સોશ્યલ મીડિયા ઉપર જોવા મળશે.

કેટરીના કૈફ સાથે સરખામણી

સુષ્મિતા રાય સોશ્યલ મીડિયા ઉપર તેની તસવીરો પોસ્ટ કરતી રહે છે, તો તે જોઇને ઘણાં સોશિયલ મીડિયા યુઝર્સ તેની સરખામણી બોલીવુડની અભિનેત્રીઓ સાથે પણ કરવા લાગે છે. ઘણાં સોશ્યલ મીડિયા યુઝર્સનું માનવું છે કે સુષ્મિતા રાય પણ કેટરીના કૈફને પણ ટક્કર આપી રહી છે.

કરતી હતી મોડેલિંગ

સુષ્મિતા રાય લગ્ન પહેલા મોડેલિંગ સાથે સંકળાયેલી હતી. ઘરની જવાબદારીઓને કારણે તેણે તેની કારકીર્દિ છોડી દીધી. વર્ષ 2018 માં તેનો એક પુત્ર પણ થયો હતો. મનોજ તિવારી જેઓ પશ્ચિમ બંગાળના છે, અને સુષ્મિતા રાય યુપીના બ્રાહ્મણ પરિવારની છે. પહેલા તો બંગાળી રીત રિવાજો સાથે અને પછી યુપીના બ્રાહ્મણના રીત રિવાજો સાથે બંનેના લગ્ન થયા હતા.

અપેક્ષા મુજબ મનોજ તિવારીની કારકિર્દી ચાલી શકી ન હતી. લાંબા સમયથી ભારતીય ક્રિકેટ ટીમ માંથી તે બહાર રહ્યા છે. આઈપીએલમાં પણ મનોજ તિવારીને આ વર્ષે કોઈ ખરીદવા વાળા મળ્યા નથી. તેમ છતાં મનોજ તિવારી ભારતીય ક્રિકેટ ટીમમાં પાછા ફરવાની આશા રાખીને બેઠા છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.