કેવી રીતે નક્કી થાય છે ખેલાડીના ટી-શર્ટના નંબર, કારણ ઘણું રસ્પદ છે.

વિશ્વ સ્તર ઉપર ફૂટબોલ પછી ક્રિકેટની રમત ઝડપથી પ્રસિદ્ધ થઇ છે. એ કારણ છે કે નવા ખેલાડીઓમાં પણ ક્રિકેટનો ક્રેજ વધ્યો છે. ભારતમાં તો ક્રિકેટનું ગાંડ પણ કોઈનાથી છુપાયું નથી અને IPL જેવી લીગ આવ્યા પછી તેમાં ઘણો જ વધારો થઇ ગયો છે.

દરરોજ એક નવો ખેલાડી સામે આવે છે અને પોતાના પ્રદર્શનથી રાષ્ટ્રીય ટીમમાં સ્થાન બનાવવાના પ્રયાસ કરે છે.

આ રસપ્રદ જાણકારી મેળવ્યા પછી તમે પણ જણાવો કે તમારો લકી નંબર કયો છે? કોમેન્ટમાં લખજો.

દરેક ક્રિકેટર ઈચ્છે છે કે તે ઇન્ડિયા માટે ડેબ્યુ કરી ટીમનું ટીશર્ટ અને ટોપી પહેરે. ટીમનું ટીશર્ટની વાત કરવામાં આવે તો તેની પાછળ લખેલા નંબરની કહાની જાણવા જેવી હોય છે, ખાસ કરીને ભારતીય ક્રિકેટર્સની કેમ કે અહિયાં દરેક ખેલાડી પોતાની જાતે જ પોતાના ટીશર્ટનો નંબર પસંદ કરે છે. તે અંગે આવો જાણીએ ટીમ ઇન્ડિયાના મોટા ખેલાડીઓના ટીશર્ટ નંબર અને તેની જાણવા જેવી કહાની વિષે.

સચિન તેંદુલકર :-

ક્રિકેટના ભગવાન કહેવાતા સચિનના ટીશર્ટનો નંબર ૧૦ છે. એક ઈન્ટરવ્યું દરમિયાન સચિને જણાવ્યું હતું કે તેની અટકમાં ટેન લખેલું છે(ટેન+ડુલ્કર) એટલા માટે તેમણે પોતાના ટીશર્ટ માટે ૧૦ નંબર પસંદ કર્યો.

વિરાટ કોહલી :-

મોર્ડન ક્રિકેટના સચિન કહેવાતા વિરાટ કોહલીના ટીશર્ટનો નંબર 18 છે. આ નંબરની પાછળની કહાની જણાવતા કોહલીએ કહ્યું હતું કે અંડર-૧૯ માં રમતી વખતે તેમને આ નંબર આપવામાં આવ્યો હતો. જે તેમના માટે લકી સાબિત થયો. તેમણે આ નંબર સાથે અંડર-૧૯ ક્રિકેટ વર્ડ કપ પણ જિત્યો એટલા માટે તેમણે ૧૮ નંબરનું ટીશર્ટ પહેરવાનું ચાલુ રાખ્યું.

રાહુલ દ્રવિડ :-

ક્રિકેટમાં ટીમ ઇન્ડિયાની દીવાલના નામથી ચર્ચિત દ્રવિડ પહેલા 5 નંબરનું ટીશર્ટ પહેરતો હતો, પરંતુ પાછળથી તેમણે 19 નંબરનું ટીશર્ટ પહેરવાનું શરુ કર્યુ હતું. ખાસ કરીને દ્રવિડ તેની પત્નીનો જન્મ દિવસ ૧૯ નો હોય છે. જેને તે પોતાના માટે લકી માને છે. તે ઉપરાંત ટીશર્ટની મદદથી તેને પોતાની પત્નીનો જન્મ દિવસ યાદ રાખવામાં પણ સરળતા રહે છે.

યુવરાજ સિંહ :-

ટીમ ઇન્ડિયાની ઘણી મેચ જીતાડવા વાળા યુવરાજ સિંહના ટીશર્ટનો નંબર 12 છે. તેની પાછળનું કારણ ઘણું જાણવા જેવું છે. ખાસ કરીને યુવરાજનો જન્મ ૧૨ ડીસેમ્બર ૧૯૮૧ના રોજ બપોરે ૧૨ વાગ્યે ચંડીગઢના સેક્ટર ૧૨માં થયો હતો. તો તેને કારણે જ યુવરાજ ૧૨ નંબરને લકી માનીને ટીશર્ટ પહેરવા લાગ્યો. જોયું તારીખ 12, મહિનો 12, બપોરે 12 વાગ્યે જન્મ અને સેક્ટર પણ 12 પછી 12 લક્કી જ કહેવાય ને.

મહેન્દ્ર સિંહ ધોની :-

દુનિયાના બેસ્ટ ફિનીશર અને કેપ્ટન ધોની હંમેશા 7 નંબરનું ટીશર્ટ પહેરે છે. તેની પાછળનું કારણ તેમનો જન્મ દિવસ છે. ધોનીનો જન્મ દિવસ 7 જુલાઈના રોજ આવે છે. તે ઉપરાંત ધોનીને ફૂટબોલ પણ ઘણું પસંદ છે અને તેના પ્રિય ખેલાડી રોનાલ્ડોના ટીશર્ટનો નંબર પણ 7 જ છે.

રોહિત શર્મા :-

ત્રણ બેવડી સદી લગાવનાર અને હીટમેનના નામથી પ્રસિદ્ધ રોહિતના ટીશર્ટનો નંબર 45 છે. જેને તેણે પોતાની માં ના કહેવાથી પસંદ કર્યો. ખાસ કરીને રોહિતનો લકી નંબર ૯ છે. પરંતુ તે નંબર પહેલા જ પાર્થિવ પટેલ પાસે હતો અને એક ટીમમાં બે ખેલાડીઓના એક જ નંબર નથી હોતા એટલા માટે રોહિતે માંની સલાહ ઉપર ૪+૫=૯ ને પસંદ કર્યો.

વીરેન્દ્ર સહવાગ :-

ભારત તરફથી ટેસ્ટમાં પહેલી ત્રેવડી સદી લગાવવા વાળા બેટ્સમેન વીરુના ટીશર્ટના નંબરની કહાની ઘણી જાણવા જેવી છે. તે પહેલા 44 નંબરના ટીશર્ટ સાથે રમતા હતા પરંતુ કાંઈ વિશેષ ન કરી શક્યા, તો જ્યોતિષીની સલાહથી 46 નંબરનું ટીશર્ટ પહેરવાનું શરુ કરી દીધું. આમ તો આ નંબર પણ તેમના માટે લકી સાબિત ન થયો. ત્યાર પછી તેમણે નંબર વગરનું ટીશર્ટ પહેરીને રમવાનું શરુ કરી દીધું.

આ રસપ્રદ જાણકારી મેળવ્યા પછી હવે તમે પણ જણાવો કે તમારો લકી નંબર કયો છે? કોમેન્ટમાં લખજો.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.