KGF સ્ટારે પુત્રીનું કરાવ્યું મુંડન, તો દીકરીએ પિતા ઉપર કાંઈક આવી રીતે ઉતાર્યો ગુસ્સો – વાયરલ થયા ફોટા.

પોતાનું મુંડન કરાવવા પર KGF સ્ટારની પુત્રીએ પોતાના પિતા પર આવી રીતે વ્યક્ત કર્યો ગુસ્સો, જુઓ ફોટા

દક્ષિણ ભારતીય ફિલ્મોના જાણીતા અભિનેતા અને ‘કેજીએફ: ચેપ્ટર 1 ના અભિનેતા યશ હાલમાં સોશિયલ મીડિયા ઉપર છવાયેલા છે. યશે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર એક તસવીર શેર કરી છે, આ તસવીરમાં તેની સાથે તેની વ્હાલી પુત્રી આયરા પણ જોવા મળી રહી છે.

સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરાયેલી આ તસવીરની સૌથી વિશેષ વાત એ છે કે તસ્વીરમાં યશની નાની અને વ્હાલી એવી દીકરી આયરા તેના પિતા યશને ગુસ્સાની નજરે જોતી જોવા મળે છે. તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર આ તસવીર શેર કરીને અભિનેતા યશે જણાવ્યું કે તેની પુત્રી આયરાની નારાજગી તેના ઉનાળામાં વાળ કાપવાને કારણે છે.

આજકાલ સોશ્યલ મીડિયા ઉપર આયરા અને યશની આ તસવીર જોરદાર વાયરલ થઈ રહી છે અને તે ઘણી બધી સમાચારોમાં છવાયેલી રહી છે, સાથે સાથે તમામ ચાહકો પણ આ તસવીર ઉપર ઘણી ટિપ્પણી કરી રહ્યા છે. સાઉથ ફિલ્મોના અભિનેતા અને ‘કેજીએફ’ સ્ટાર યશે સોશિયલ મીડિયા ઉપર તેની પુત્રી સાથેની આ તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે, ‘આયરા: પાપા મુજે માલુમ હે યહ ગર્મી હૈ, ઇતના તો પક્કા હૈ કે સમર કટ નહિ હૈ.’ યશે પોતાના કેપ્શન દ્વારા પોતાની પુત્રીની અભિવ્યક્તિ ખૂબ જ સારી રીતે વ્યક્ત કરી છે.

સોશિયલ મીડિયા ઉપર શેર કરવામાં આવેલી આ તસવીરમાં યશની પુત્રી આયરા ખૂબ ગુસ્સે થઈને તેની સામે જોતી જોવા મળી રહી છે, જ્યારે આ તસવીરમાં યશ પણ તેની દીકરી તરફ નજર કરી રહ્યો છે. આ પહેલા પણ યશે તેની પુત્રી આયરા સાથે તેની ઘણી તસવીરો અને વીડિયો શેર કરી ચુક્યા છે.

આ તમામ તસવીરો અને વીડિયોમાં તેમની પુત્રી ખૂબ જ સુંદર અભિવ્યક્તિઓ આપતી જોવા મળી રહી છે. અમે તમને જણાવી દઈએ કે દક્ષિણ ફિલ્મોના અભિનેતા યશ અને તેની પત્ની રાધિકા પંડિત વર્ષ 2016 માં લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા, તેમના લગ્નના ત્રણ વર્ષ પછી એટલે કે વર્ષ 2018 માં તેમના ઘરે એક ખૂબ જ સુંદર અને વ્હાલી એવી પુત્રીનો જન્મ થયો. .

યશે તેની પુત્રીનું નામ આયરા રાખ્યું છે. જો આપણે યશના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ, તો હાલમાં યશ ‘કેજીએફ ભાગ 2’ ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ વખતે ફિલ્મ કેજીએફ ભાગ 2 માં યશની સાથે રવિના ટંડન પણ મુખ્ય ભૂમિકા નિભાવતી જોવા મળશે. તમને જણાવી દઇએ કે આ પહેલા પણ યશની ફિલ્મ ‘કેજીએફ: ચેપ્ટર 1’ ઘણી જ સુપરહિટ ફિલ્મ સાબિત થઈ હતી.

આ ફિલ્મે લોકોનું દિલ જીતી લીધું હતું, આ સિવાય આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર ધમાલ મચાવી હતી. યશની આ ફિલ્મ તમિલ, હિન્દીની સાથે સાથે હિન્દી, કન્નડ, તેલુગુ અને મલયાલમ ભાષાઓમાં પણ રિલીઝ કરવામાં આવી હતી. આ સિવાય આ ફિલ્મ બનાવવામાં 80 કરોડ રૂપિયા ખર્ચ થયો હતો. આ ફિલ્મના લેખક અને દિગ્દર્શક પ્રશાંત નીલ હતા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.