ખભામાં પીડા થવી હોઈ શકે છે ડાયબીટીઝનો સંકેત. જાણો શું છે એનું કારણ

ખભાની અકડન (ફ્રોઝન શોલ્ડર) અથવા ખભાની જોડમાં પીડાની સમસ્યા હવે આજકાલ ખૂબ જટિલ બીમારી થતી દેખાઈ રહી છે. તેના દુ:ખાવાની શરૂઆત પહેલા ધીમે ધીમે શરૂ થાય છે અને આગળ જઈને તે અસહ્ય પીડાનું કારણ બની જાય છે.

ખભાની અકડન થવાનું મુખ્ય કારણ એ છે કે લાંબા સમય સુધી કમ્પ્યુટર પર કામ કરવું અને એક્સરસાઇઝની ઉણપથી થાય છે. આખો દિવસ એક જ સ્થિતિમાં બેઠા રહેવાથી શરીરના સાંધાઓ જામ થવા લાગે છે. જેનાથી ખભાના હાડકા જામ થઈને હલવાના બંધ કરી દે છે. અને આથી હાથ ઉપર નીચે કરવાથી ઘણી મુશ્કેલી અનુભવાય છે.

જો તમે પણ ફ્રોઝન શોલ્ડરની સમસ્યાથી દુઃખી છો, તો જાણી લો કે અકડનના લક્ષણ, કારણ અને ઉપાય વિષે.

ખભાની અકડનના લક્ષણો :-

સામાન્ય રીતે ફ્રોઝન શોલ્ડરની સમસ્યા ધીમે ધીમે વિકસિત થાય છે. આ પીડા ત્રણ તબક્કાથી પસાર થાય છે, દરેક તબક્કા ઘણા મહિનાઓ સુધી રહી શકે છે. તેના તબક્કાઓ નીચે પ્રમાણે છે.

અકડન ધીમેથી શરુ થવી :-

શરૂઆતમાં તમારા ખભાનો દુ:ખાવો ધીમે ધીમે શરૂ થાય છે. તેમાં હાથોને કોઈ પણ રીતે હલાવવાથી દુ:ખાવો થાય છે. જેનાથી તમારા ખભાનું કાર્ય મર્યાદિત થાય છે.

અકડનનું વધવું :-

આ પરિસ્થિતિમાં ખભાના દુ:ખાવામાં વધારો થાય છે અને તમારો ખભો મુશ્કેલીથી હલી શકે છે. હાથોને ઉપર નીચે કરવામાં અને ત્યાં સુધી કે તે સ્થળને થોડુંક અડવાથી પણ ભયંકર દુ:ખવાનું શરૂ થઇ જાય છે. જેનાથી તમે તે હાથથી કોઈ પણ કામ કરી શકતા નથી.

અકડન સરખી થવી :-

આ તબક્કા દરમિયાન તમારા ખભાનો દુ:ખાવો ઓછો થવાનો શરૂ થાય છે અને તેમાં સુધારો શરુ થઇ જાય છે. કેટલાક લોકોને આ પીડા રાતમાં વધારે તકલીફ આપે છે. જેના કારણે લોકોની ઊંઘમાં ખલેલ પણ થાય છે. રોજિંદા પ્રવૃત્તિઓ કરવામાં મુશ્કેલી થવી, જેમ કે કપડાં પહેરવા, ડ્રાઇવિંગ કરવી, તમારા દાંત સાફ કરવા, વાળ ઓળવવા, નહાતી વખતે હાથ પાછળની તરફ લઇ જતા સમયે વગેરે.

ખભાની અકડનના કારણ :–

જો ખભાનો દુ:ખાવો સતત ચાલુ છે, તો આ ડાયબીટિઝના શરુઆત થવાનો સંકેત છે, જેનાથી ખભો ઘણો કડક થવા લાગે છે. ડોક્ટર્સ મુજબ, જેમને પણ ડાયબીટિઝની બીમારી હોય છે, તેમના શરીરમાં આ રોગ હાડકાઓના નિર્માણમાં બાધા નાખે છે, તેના કારણે ખભામાં અકડન અને દુ:ખાવો વધવા લાગે છે.

ડાયબીટિઝ, થાઇરોઇડ, કાર્ડિયો વેસ્ક્યુલર, ટીબી અને પાર્કિસનના દર્દીઓને આ સમસ્યા વધારે ઘેરે છે.

પુરુષોની અપેક્ષા કરતાં સ્ત્રીઓમાં આ સમસ્યા વધુ જોવા મળે છે.

આ રોગથી પીડિત 60% લોકો ત્રણ વર્ષમાં જાતે સરખા થઇ જાય છે.

90% લોકો સાત વર્ષની અંદર સરખા થઇ જાય છે.

ઇજા અથવા શૉકથી થતો દરેક દુ:ખાવો ફ્રોઝન શોલ્ડર નથી હોતો.

10% લોકો સરખા નથી થઇ શકતા, તેમની ચિકિત્સા સર્જિકલ અને નોન-સર્જીકલ બંને પ્રક્રિયાઓ દ્વારા કરવામાં આવે છે.

ફ્રોઝન શોલ્ડરના દુ:ખાવાથી રાહત મેળવવાના ઉપાયો :-

યોગ કરો :-

ફ્રોઝન શોલ્ડરના દુ:ખાવાથી રાહત મેળવવા માટે યોગ ઘણી સારી સારવાર સાબિત થઇ શકે છે, તેના માટે તમે પર્વતાસન કરો. જે ખભાના દુ:ખાવાને દૂર કરવાની સાથે સાથે જોડની વચ્ચે ખેંચાણ ઓછુ કરે છે. પરંતુ તે કરતા પહેલાં ડૉક્ટરની સલાહ જરૂર લેવી.

સ્વસ્થ આહાર લો :-

ફ્રોઝન શોલ્ડરની સમસ્યાથી રાહત મેળવવા માટે તમે મસાલેદાર અને તીખો ખોરાક ન ખાવ. તેની જગ્યાએ તમે ગરમ સૂપ, શાકભાજી, ફળો અને જડી બુટીઓનું સેવન કરો. ખાવામાં મીઠાનું પ્રમાણ ઓછામાં ઓછુ કરો. શોલ્ડરમાં લુબ્રિકેશનને વધારવા માટે તમે આહારમાં સ્વસ્થ તેલોનો(રીફાઇન નહિ) સમાવેશ કરો.

હીટ અને કોલ્ડ થેરાપી :-

ફ્રોઝન શોલ્ડરના દુ:ખાવાથી રાહત મેળવવા માટે તમે હીટ અથવા કોલ્ડ થેરાપી પસંદ કરો. જેમ કે ખભાના દુ:ખાવા દરમિયાન તમે આઈસ પેકને 15 મિનિટ સુધી ખભા ઉપર રાખીને મસાજ કરો. તે ઉપરાંત તમે ગરમ સેક માટે 15 મિનિટ હિટીંગ પૅડ દિવસમાં ઘણી વખત લગાવવાનો પ્રયત્ન કરો.

ઓઇલ મસાજ કરો :-

ફ્રોઝન શોલ્ડરમાં ખભાના દુ:ખાવાથી રાહત મેળવવા માટે ઓઇલ મસાજ એક સારો ઉપાય હોઈ શકે છે. તેના માટે એક પેનમાં થોડું સરસવના તેલમાં બે લસણની કળીઓ અને અજવાઇન નાખીને ગરમ કરો. જ્યારે લસણ ભૂરૂ થઈ જાય તો તેલને તાપથી હટાવી દો. આ તેલને હળવું ગરમ કર્યા પછી તેનાથી ખભાની માલીશ કરો. એવું કરવાથી ઘણો આરામ મળશે.

એક્યુપંક્ચર અને ફિઝિયોથેરેપી :-

ફ્રોઝન શોલ્ડરના દુ:ખાવાથી ઝડપથી રાહત મેળવવા માટે તમે એક્યુપંક્ચર ચિકિત્સા પદ્ધતિની મદદ લઈ શકો છો. અથવા પછી ફિજિયોથેરાપી તેનો શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે. ફિઝિયોથેરાપીમાં ખભામાં ખેંચાણ ઉત્પન્ન કરીને ખભાઓને ફરીથી ગતિમાન બનાવવામાં આવે છે. આમ કરવા માટે ખભાના વિવિધ બિંદુઓને એક્સરસાઇઝ દ્વારા ધીમે ધીમે સામાન્ય સ્થિતિમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

જો ડોક્ટરે ગોઠણ બદલવાના કીધા હોય, કમરનો દુખાવો, સર્વાંઇકલ, સાઈટીકા કે સ્લીપ ડિસ્ક સૌની રામબાણ દવા જાણવા અહી ક્લિક કરો >>>>> જો ડોક્ટરે ગોઠણ બદલવાના કીધા હોય, કમરનો દુખાવો, સર્વાંઇકલ, સાઈટીકા કે સ્લીપ ડિસ્ક સૌની રામબાણ દવા