ખાલી એક રૂપિયા મા થઈ ગઈ હતી સગાઈ, જુઓ ઈન્ટરનેશનલ પહેલવાનના અનોખા લગ્ન, 8 ફેરા, ના બેન્ડ, ના જાન

દંગલ ગર્લ અને આંતરરાષ્ટ્રીય પહેલવાન લગ્નગ્રંથી થી જોડાઈ ગયા છે,પણ એમના લગ્ન એટલા અલગ રીતે થયા છે કે લોકો પીઠ થપથપાવીને શાબાશી આપી રહ્યા છે અને ઘણા વખાણ પણ કરી રહ્યા છે..જુવો તસવીર માં..

ભાજપ નેતા અને પહેલવાન બબીતા ફોગાટ રવિવારે રાતે ભારત કેસરી રહી ચૂકેલા પહેલવાન વિવેક સુહાગ સાથે લગ્ન ગ્રંથી થી જોડાઈ ગયા છે . હરિયાણા માં ચરખી દાદરી જિલ્લાના બલાલી ગામમાં સાધારણ રીતે લગ્નની વિધિઓ થઈ. જ્યાં બબીતા એ ડિઝાઈનર સબ્ય સાચી નો તૈયાર કરેલી લાલ રંગની ચોલી પહેરી જ્યારે વિવેકે ક્રીમ કલરની શેરવાની પહેરી હતી.

લગ્નમાં ફોગાટ અને સુહાગ ફેમિલી સહિત નજીકના સંબંધીઓ જોડાયા. વિવેક માત્ર ૨૧ લોકોને સાથે લઈને ‘દંગલ ગર્લ’ સાથે લગ્ન કરવા ગયા. બબીતાને લગ્નમાં માત્ર એક રૂપિયો આપવામાં આવ્યો છે અને આ લગ્ન દહેજ વિના સંપન્ન થયા છે. ના બેન્ડ વાજા આવ્યા ના ડીજે વાગ્યું. લગ્નમાં પ્લાસ્ટિક નો ઉપયોગ ક્યાંય કરવામાં આવ્યો નહિ. લગ્નમાં લાકડી અને ચમચી આ બંનેનો જ ઉપયોગ થયો.

વિધિ અનુસાર, વરરાજા અને તેની સાથે આવેલા લોકોને મહાવીર ફોગાટના અખડામાં રોકવામાં આવ્યા, જયારે ફેરાની વિધિ બબીતાના ઘરે જ કરવામાં આવી. લગ્ન પ્રસંગ બબીતાના ઘરે જ આયોજિત કરવામાં આવ્યો હતો. સાંજે આશરે સાડા સાત વાગે જાન ગામ બલાલી પહોંચી, આશરે ૮:૫૦ વાગે લગ્નની વિધિ કરવામાં આવી,જેના પછી નવ વાગે ગૌરવા આપવાની વિધિ કરવામાં આવી.

રાતે આશરે ૧૧ વાગે ફેરા પુરા થયા. બબીતા અને વિવેકે આઠમો ફેરો ફરી સમાજને બેટી બચાવો- બેટી પઢાઓનો સંદેશ આપ્યો. બબીતાની મોટી બહેન ગીતા ફોગાટ પોતાના પતિ પવન સહોરા સાથે લગ્નમાં પહોંચી. તેમના સિવાય સંગીતા ફોગાટના મંગેતર અને આંતરરાષ્ટ્રીય પહેલવાન બજરંગ પુનિયા પણ લગ્નમાં સામેલ થવા પોતાના કોચ શાકુના સાથે પહોંચ્યા. શાકુ જ્યોર્જીયા નિવાસી છે.

દ્રોણાચાર્ય અવાર્ડી મહાવીર ફોગાટે જણાવ્યું કે દિલ્હી માં રીસેપ્શન પાર્ટી થશે. તેમાં બધા મહેમાન સામેલ થશે. બબીતા અને વિવેક સુહાગ સારા મિત્રો છે અને બંને પરિવારની સહમતીથી આ લગ્ન નક્કી થયા છે. આશરે ૭ મહિના પહેલા બંનેએ સગાઈ કરી હતી અને આશરે દોઢ મહિના પહેલા બંને પરિવારે લગ્નનો દિવસ નક્કી કર્યા હતો. લગ્ન ઘણી સાદાઈ રીતે સંપન્ન થઈ ગયા છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.