ખાલી પેટ નાં ખાસો આ વસ્તુ નહી તો થઇ શકે છે નુકશાન જાણો સવાર સવાર માં આ જમતા હો તો

તે વાતમાં જરાય શંકા નથી કે સવારના નાસ્તો આપણા શરીર માટે ઇંધણ નું કામ કરે છે. પરંતુ તેનો અર્થ તે નથી કે તમે સવારે સવારે સમજ્યા વિચાર્યા વગર કાઈપણ પેટ ભરવા માટે ખાઈ લો. તે સાચું છે કે સવારનો સમય એવો હોય છે, જયારે કોઈપણ ઉતાવળ માં હોય છે અને નાસ્તો બનાવવો અને ખાવામાં વધુ સમય આપવો શક્ય નથી હોતું.

પરંતુ તેમ છતાં પણ થોડી વસ્તુ એવી હોય છે, જે ખાલી પેટ ખાવા કે પીવાથી તમારા શરીરને ખુબ નુકશાન સહન કરવું પડે છે. તો આવો જાણીએ એવા જ થોડા ખાદ્ય અને પીવાતા પદાર્થો વિષે.

ચા કે કોફી

સામાન્ય રીતે ભારતીય ઘરોમાં સવારની શરૂઆત ચા કે કોફી થી જ થાય છે પણ તે તમારા શરીર માટે ઘણી રીતે નુકશાનકારક સાબિત થઇ શકે છે. તે વાત તમને સાંભળીને નવાઈ લાગશે પણ તે સત્ય છે. જ્યાં એક તરફ કોફી માં રહેલ કૈફીન તમારા શરીરની સીસ્ટમ ને બુસ્ટ કરે છે, જેના લીધે તમારી ઊંઘ ઉડી જાય છે અને દૈનિક કર્યો માટે પોતાને તૈયાર અનુભવો છો. ત્યાં બીજી બાજુ, એ તમને પાચન તંત્ર ઉપર ખરાબ અસર કરે છે. એટલું જ નહી, તે તમને પેટમાં એસીડ લેવલ ને વધારી ને હાર્ટ બર્ન જેવી તકલીફોને પણ ઉભી કરે છે. સાથે જ તમને આંતરડા માં પણ બળતરા નો અનુભવ થઇ શકે છે. જ્યાં સુધી વાત ચા ની છે તો ચા માં રહેલ તત્વ તમારી ભૂખને કન્ટ્રોલ કરે છે જેથી તમારું મેટાબોલીજમ નબળું થઇ જાય છે.

ચટપટુ ભોજન (સ્પાઈસી ફૂડ) :

ક્યારેય ખાલી પેટ કોઈપણ પ્રકારનું ચટપટુ ભોજન નો ઉપયોગ ન કરવો. તેમાં નેચરલ એસીડ હોય છે જે પેટના હજમ ને બગડી દે છે. ઘણી વખત પેટમાં આંટી પણ આવવા લાગે છે.

મસાલાદાર ભોજન

ઘણા લોકોને સવારે નાસ્તામાં સ્પાઈસી ખાવાની ટેવ હોય છે. મસાલાદાર ભોજન ખરેખર ખુબ સ્વાદિષ્ઠ હોય છે, તેથી સામાન્ય રીતે ભારતીય ઘરોમાં મસલાદાર ભોજન ને ખુબ મહત્વ આપવામાં આવે છે. પરંતુ જીભના આ સ્વાદને જાળવી રાખવાના નુકશાનને તે શરીરે ભોગવવું પડે છે. સામાન્ય રીતે નાસ્તામાં મરચા અને જલાપેનોસ વગેરે નો ઉપયોગ તમારા માટે ઘણી તકલીફો ઉભી કરી શકે છે. ખાસ કરીને ખાલી પેટ મસાલેદાર ભોજન ખાવાને કારણે તમારા પેટને ખુબ નુકશાન પહોચે છે, જેનાથી ગૈસ્ટીક અલ્સર જેવી તકલીફો નો સામનો કરવો પડે છે. તે ગૈસ્ટીક અલ્સર ન માત્ર તમને દુઃખાવો પહોચાડે છે, પણ તેના લીધે તમારી દૈનિક કામ ઉપર પણ અસર થઇ શકે છે.

કેળા (Banana) :

ખાલી પેટ કેળા ખાવાથી શરીરમાં મેગ્નીશીયમ નું પ્રમાણ મોટા પ્રમાણમાં વધી જાય છે જેના લીધે જ શરીરમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ ના પ્રમાણમાં અસંતુલન થઇ જાય છે. તેને કારણે સવારે ખાલી પેટ કેળા ન ખાવ.

ખાટા ફળ

આમ તો વિટામીન ‘સી’ થી ભરપુર ખાટા ફળ જેવા કે લીંબુ, દ્રાક્ષ અને સંતરા વગેરે તમારી ત્વચા અને વાળ માટે કોઈ વરદાન થી ઓછા નથી. પણ તેનો ખરેખર ફાયદો શરીરને ત્યારે મળે છે, જયારે તમે તેનો યોગ્ય સમયે ખાવ. નાસ્તા ના ટેબલ ઉપર મુકવામાં આવેલા ખાટ્ટા ફળ તમારા શરીરને ફાયદો ઓછો અને નુકશાન વધુ આપે છે. ખાસ કરીને ખાલી પેટ તેનું સેવન કરવાથી તમને હ્રદયમાં દુઃખાવો કે હાર્ટ બર્ન જેવી તકલીફ નો સામનો કરવો પડી શકે છે. જો તમે નાસ્તામાં ટેબલ ઉપર ફળને પણ સ્થાન આપવા માગો છો તો ઉત્તમ રહેશે કે તમે ખાટ્ટા ફળની જગ્યાએ સ્ટોબરી, બ્લુબેરી, સફરજન અને તરબૂચ વગેરે પણ રાખી શકો છો.

ટામેટા (Tomato)

ટમેટા માં એસીડ હોય છે જેને કારણે તમે તેને ખાલી પેટ ખાઈ લો તો તે રીએકટ કરે છે અને પેટમાં અધુલનશીલ જેલનું નિર્માણ કરી દે છે જે પેટમાં સ્ટોન બનવાનું કારણ બની જાય છે.

www.mediatimez.com

દવાઓ (Medicine) :

હમેશા તમે ડોક્ટરને સલાહ આપતા સાંભળ્યા હશે કે ખાલી પેટ દવાઓ નું સેવન ન કરસો. ખાલી પેટ દવા ખાવાથી પેટમાં એસીડ ની તકલીફ થઇ જાય છે જેથી શરીરમાં અસંતુલન ઉત્પન થઇ જાય છે.

કાર્બોનેટેડ પીણું

કાર્બોનેટેડ પીણા ને કોઈપણ સમયે પીવું તમારા આરોગ્ય માટે નુકશાનકારક છે પણ ખાલી પેટ તે પીવાથી નુકશાન ની શક્યતા ખુબ વધુ થઇ જાય છે. પીણું તમારા લીવરને ડેમેજ કરે છે અને તેનાથી હ્રદય ની બીમાંરીઓ પણ થઇ શકે છે. તે તો આપણે બધા જાણીએ જ છીએ કે કાર્બોનેટેડ પીણા માં મીઠા નું પ્રમાણ વધુ હોય છે, જેથી તે તમારા શરીરનું insulin લેવલ ઉપર પણ વિપરીત અસર પડે છે. તેથી જેટલું શક્ય હોય તે કાર્બોનેટેડ પીણા થી દુર રહો.
દહીં (Curd) :

દહીં સ્વાસ્થ્યવર્ધક હોય છે પણ ખાલી પેટ, તેનું સેવન કરવાથી પેટ માં મરોડ ઉઠી શકે છે.

શક્કરીયા (Sweet Potato)

શક્કરીયા માં ટેન્નીન અને પૈકટીન હોય છે જે ખાલી પેટ ખાવાથી ગૈસ્ટીક એસીડ ની તકલીફ થઇ જાય છે જેના લીધે છાતીમાં બળતરા થઇ શકે છે.

સોડા (Soda) :

સોડા માં મોટા પ્રમાણમાં કાર્બોનેટ એસીડ હોય છે. જો તમે ખાલી પેટ પી લેશો તો ઉલ્ટી જેવું આવી શકે છે અને તમને વિચિત્ર અનુભૂતિ થઇ શકે છે.