ખાનગી સેક્ટરના કર્મચારીઓ માટે ખુશખબરી, હવે આટલું મળશે રિટાયરમેન્ટ પછી પેંશન

સેવાનિવૃત્તિ પછી હજાર બે હજાર રૂપિયાના સામાન્ય પેંશનમાં જીવન પસાર કરવાની ચિંતામાં રહેતા, પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓને સુપ્રીમ કોર્ટેના એક નિર્ણયે રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે ઈપીએસ પેંશન માટે કર્મચારીઓના છેલ્લા આખા પગાર માંથી અંશદાન કાપવાના કેરલ હાઇકોર્ટના ગયા વર્ષના નિર્ણયને સાચો કહ્યો છે. અને એની વિરુદ્ધની ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ) ની અપીલને નકારી દીધી છે.

આ નિર્ણયના પરિણામ સ્વરૂપ હવે કર્મચારીઓ માટે એમના છેલ્લા પગારના 30 થયો 50 % બરાબર પેંશન પ્રાપ્ત કરવાનો રસ્તો સાફ થઇ ગયો છે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને કર્મચારી ભવિષ્ય નિધિ (ઈપીએફ) સાથે સંબંધિત ઈપીએસ સ્કીમના અંતર્ગત પેંશન મળે છે. આ સ્કીમ 1995 માં લાવવામાં આવી હતી. એમાં પેંશન મેળવવા માટે ઈપીએફઓ કર્મચારીના પગાર માંથી 8.33 % ના દરથી અંશદાન કપાય છે. પરંતુ એ કાપ ફક્ત 15,000 રૂપિયા પર જ થાય છે. પછી ભલે કર્મચારીનો પગાર કેટલો પણ હોય. અંશદાન વધારે કપાતું નથી.

5 વર્ષ પહેલા સુધી આ સીમા ફક્ત 6500 રૂપિયા હતી. જેને 2014 માં એક સંશોધન દ્વારા વધારીને 15,000 રૂપિયા કરી દેવામાં આવી હતી. એટલું જ નહિ, સંશોધનની સાથે આ દાવ પણ શામેલ કરી દેવામાં આવ્યો કે, પેંશનની ગણના છેલ્લા 5 વર્ષના સરેરાશ માસિક પગારના આધાર પર થશે. જો કે આ પહેલા છેલ્લા પગારના આધાર પર ગણતરી થતી હતી. એ જ કારણ છે કે કપાત માટે પગારની સીમા વધવા છતાં પણ ઈપીએસનું પેંશન એટલું ઓછું હોય છે કે રિટાયરમેન્ટ પછી ગરીબ માં ગરીબ કર્મચારીનું જીવન પસાર કરવું પણ મુશ્કેલ હોય છે.

આ સંશોધન વિરુદ્ધ કર્મચારીઓએ કેરલ હાઇકોર્ટમાં દલીલ કરી હતી, અને ઓક્ટોબર 1996 માં ઇપીએસ એક્ટમાં કરેલા સંશોધનનું પ્રમાણ આપતા ઈપીએફઓ કર્મચારીઓના આખા પગાર માંથી પેંશનનું અંશદાન કાપવાનો આદેશ આપવાની અપીલ કરી હતી. એના પર હાઇકોર્ટે ગયા વર્ષે 12 ઓક્ટોબરના રોજ ઈપીએફઓના કર્મચારીઓના આખા પગાર (મૂળ અને મોંઘવારી ભથ્થું ઉમેરીને) માંથી અંશદાન કપાવાનો આદેશ આપ્યો હતો.

વર્ષ 1996 ના સંશોધનમાં આ વાતની જોગવાઈ પણ કરવામાં આવી છે કે, જો કોઈ કર્મચારી ઈપીએફમાં વધારે પેંશન મેળવવા માટે 8.33 % કરતા વધારે અંશદાન આપવા માંગે છે, તો એનો સ્વીકાર કરવામાં આવશે. અને એ હિસાબે કર્મચારીને વધારે પેંશન મળશે.

પરંતુ ઈપીએફઓએ આ જોગવાઈને કયારેય લાગુ કરવાની જરૂર નહિ સમજી. એ તો 2016 માં પબ્લિક સેક્ટરના એક ડઝન સેવાનિવૃત્ત કર્મચારીઓએ ઈપીએફઓના આ વલણ વિરુદ્ધ કેસ કર્યો અને વાત અંતે સુપ્રીમકોર્ટ પહોંચી, તો 2016 માં સુપ્રીમકોર્ટે ઈપીએફઓના કર્મચારીઓના અનુરોધ પર ભવિષ્ય નિધિને મોટું અંશદાન કાપવા અને એના અનુસાર વધારે પેંશન આપવા આદેશ આપ્યો.

સુપ્રીમકોર્ટેના આ નિર્ણયથી ઈપીએફઓના કર્મચારીઓનું પેંશન અઢી ત્રણ હજારથી વધારીને 25-30 હજાર રૂપિયા પ્રતિ માસ થઈ ગયું. જો કે એના માટે એમણે પીએફના થોડા પૈસા પાછા ઈપીએફઓને આપવા પડ્યા. પરંતુ આ નિર્ણય પછી ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે વધારે પેંશન મેળવવાનો માર્ગ ખુલ્લો થઇ ગયો.

ઈપીએફઓએ આ વર્ષે 22 જાન્યુઆરીએ પોતાના બધા ખાનગી કાર્યાલયોને પત્ર લખીને પેંશનનું અંશદાન વધારવા માટે ઇચ્છુક કર્મચારીઓના આવેદન સ્વીકારવા અને વધારે પેંશન આપવા માટે પરિપત્ર જાહેર કર્યુ હતું. પરંતુ કેરલ હાઇકોર્ટના નિર્ણય પછી ઈપીએફઓએ આ વર્ષે 7 ફેબ્રુઆરીના રોજ નવું પરિપત્ર જાહેર કરીને જાન્યુઆરીના જુના પરિપત્રને પાછું લઇ લીધું હતું.

સુપ્રીમકોર્ટના નિર્ણયથી ઈપીએસમાં 2014 ના સંશોધન પછીથી ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે. જેના અનુસાર અત્યારે કર્મચારીઓના છેલ્લા 5 વર્ષના સરેરાશ માસિક પગારના આધાર પર પેંશનની ગણના કરવામાં આવે છે.

હાઇકોર્ટે પહેલાની જેમ અંતિમ પગારના આધાર પર પેંશનની ગણતરી કરવા કહ્યું છે. ઈપીએસની પેંશનની ગણતરી માટે એક ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં નોકરીના વર્ષોની સાથે અંતિમ પગારને શામેલ કરવામાં આવે છે. સુપ્રીમકોર્ટના નિર્ણય પછી હવે જો એ ફોર્મ્યુલાથી પેંશનની ગણતરી થાય, તો લોકોનું પેંશન ઘણું વધી જશે.

ઉદાહરણ માટે જો કોઈ કર્મચારીનો છેલ્લો પગાર 50 હજાર રૂપિયા છે, તો એને લગભગ 25 હજાર રૂપિયા માસિક પેંશન મળશે. જયારે અત્યારે 5000 રૂપિયાથી થોડું વધારે પેંશન મળે છે.