માત્ર 2 અઠવાડિયા માટે છોડી દો ખાંડ અને પછી થશે આ 15 ઉત્તમ ફાયદા જાણી લો ખુબ ફાયદા ની વાત

ખાંડ નું સેવન છોડવાથી થતા લાભ

બે અઠવાડિયા માટે ખાંડ છોડી દો અને જુવો કે તમારા શરીરમાં શું પરિવર્તન આવે છે ખાંડ ખાવાની ટેવ છોડવી જ સારી છે નહી તો 40 વર્ષની ઉંમર માં જ તમારૂ વજન અને આકાર વધી જાય છે.

વધુ પડતી ખાંડ ખાવી એક ટેવ જેવું છે જેને બને તેટલું વહેલું છોડી શકાય તો છોડી દેવું જોઈએ. ખાંડ સ્વાદિષ્ઠ હોય છે અને આપણ ને તે ખાવાથી મજા આવે છે. પણ ખુબ વધુ પ્રમાણમાં તેનું સેવન કરવાથી ઘણી જાતની તકલીફ થઇ શકે છે. દરેક વસ્તુમાં વધુ ઓછી ખાંડ હોય છે તેથી જ સારું થશે કે તમે પોતે સારા માટે તેને છોડી દો. તમારે દૈનિક કેલેરી સેવનનું પ્રમાણ 10% કે તેનાથી ઓછી ખાંડનું પ્રમાણ હોય છે.

ખાંડ ત્યારે એક તકલીફ બની જાય છે જયારે તમે ભોજનમાં સ્વાદ લાવવા માટે તેને વધુ પ્રમાણમાં નાખો છો. તેના ખુબ વધુ પ્રમાણમાં સેવન કરવાથી ખુબ ખરાબ પરિણામ આવે છે. તેનું એક પરિણામ વજન વધવાનું છે. ખાંડ નો વધુ પ્રમાણમાં સેવન કરવાથી ઇન્સ્યુલીન નું સ્તર વધી જાય છે અને શરીર પણ ખરાબ થઇ જાય છે. તેનાથી કેલેરીજ સીધી તમારા પેટમાં જાય છે. ખાંડનું સેવન છોડી દેવાથી તમારું વજન ઓછું થઇ શકે છે અને તમે ઘણી ગંભીર બીમારીઓથી બચી શકો છો.

(1) વજન ઓછું થવું : (Weight Loss)

ખાંડ વાળા આહાર લેવાથી વજન વધે છે. ખુબ લાંબા સમય સુધી ખાંડનો વધુ પ્રમાણમાં સેવન કરવાથી શરીર ઇન્સ્યુલીન હાર્મોન નો પ્રતિરોધ કરવા લાગે છે જેનાથી વજન વધવા લાગે છે. એક વખત જયારે શરીર આ પ્રતિરોધ કરવાનું શરુ કરી દે છે તો આ પ્રક્રિયા અટકાવવામાં ખુબ મુશ્કેલી થાય છે.

(2) તમને ઓછી ભૂખ લાગે છે : (Less hungry)

જેવો તમારા શરીરને જાણ થાય છે કે તમારું વજન ઓછું થઇ રહ્યું છે તેવા જ તમારી ભૂખ સાથે જોડાયેલ હાર્મોન્સ ઉત્તેજિત થવા લાગે છે. ખાંડનું સેવન ન કરવાથી શરીર ની કાર્બોહાઈડ્રેટસ ને પચાવવાની ગતી ઓછી થઇ જાય છે જેના લીધે તમે ઓછું ખાવ છો. ફાઈબર થી પણ તમને સતત શક્તિ મળતી રહે છે.

(3) તમારું પેટ પાતળું થવા લાગે છે : (Thin stomach)

તમે જોયું હશે કે પાતળા લોકો નું પેટ પણ લટકતું રહે છે. આવું એટલે થાય છે કેમ કે તે વધુ પ્રમાણમાં ખાંડનું સેવન કરે છે. ખાંડ નું વધુ પ્રમાણમાં સેવન કરવાથી પેટમાં ખુબ રોગાણું બને છે જેનાથી પેટ ઉપર ચરબી જમા થાય છે. તેનાથી પેટમાં ખરાબ બાયોમ બેક્ટેરિયામાં વધારો થાય છે.

(4) તમારી ચરબી ઓગળવા લાગે છે : (Fat burning)

ખાંડનું સેવન ઓછું કરવાથી તમારા દ્વારા સેવન કરવામાં આવતી કેલેરી નું પ્રમાણમાં ઓછુ આવે છે. તેનાથી શરીરની ચરબી ઓગળવા લાગે છે જે શરીર ને શક્તિ આપવા માટે હોય છે.

(5) તમારી માંસપેશીઓ મજબુત બને છે : (strong mussels)

ખાંડનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી સર્કોપેનીયા નામનું ઝેર ઉત્પન થઇ જાય છે જેનાથી માંસપેશીઓ નબળી થઇ જાય છે. આવું એટલા માટે થાય છે કેમ કે વધુ પ્રમાણમાં ખાંડ શરીરમાં પ્રોટીન નુકશાન થવાથી રોકી શકે છે. ખાંડનું ઓછા પ્રમાણમાં સેવન કરીને તમે માંસપેશીઓને મજબુત અને તાજી બનાવી શકો છો. ખાંડના સેવનને છોડી દેવાનો આ સૌથી મોટો ફાયદો છે.

(6) તમે તમારી જાતને વધુ શક્તિશાળી અનુભવશો : (feel energy)

શરીરમાં કાર્બોહાઈડ્રેટ નું અવશોષણ ધીમુ થવાને કારણે તમને પેટ હમેશા ભરેલ જેવું લાગે છે. તેનાથી શારીરિક થાક, માથાનો દુઃખાવો અને સુસ્તી વગેરે તકલીફો દુર થાય છે.

(7) બ્લડપ્રેશર ઓછું થાય છે : (blood presser)

વધુ પ્રમાણમાં ખાંડના સેવનથી મોટપાની તકલીફ વધે છે જેના લીધે હાઈબ્લડપ્રેશર ની તકલીફ ઓછી થઇ શકે છે. થોડા અભ્યાસથી તે જાણવા મળ્યું છે કે આહારમાં વધુ ખાંડ લેવાથી વજન વધે છે.

(8) ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે : (bed Cholesterol)

આવા લોકો જો વધુ પ્રમાણમાં ખાંડનું સેવન કરે છે તેના એચડીએલ (સારું કોલેસ્ટ્રોલ) નું સ્તર ઓછું થાય છે અને એલડીએલ (ખરાબ કોલેસ્ટ્રોલ) નું સ્તર વધુ હોય છે. એટલે સારું રહેશે કે જેટલું જલ્દી બની શકે તેને છોડી દેવામાં આવે. આ તે અભ્યાસ દ્વારા જાણી શકાયું છે. કારોટેનેમિયા એંડ ડાયાબીટીસ ધ રિલેશનશિપ બીટવીન ધ શુગર, કોલેસ્ટ્રોલ એંડ કોરોટીન ઓફ બ્લડ લાજમાં.

(9) હાર્ટએટેક નો ભય ઓછો થાય છે : (heart attack risk)

એક અભ્યાસ મુજબ એવા લોકો જે વધુ પ્રમાણમાં ખાંડનું સેવન કરે છે તેને હ્રદયની બીમારી થવાની શક્યતા વધુ રહે છે. તે ઉપરાંત ખાંડ યુક્ત પીવાના પદાર્થો નું સેવન કરવાથી પણ હ્રદયની બીમારી નો ભય વધી જાય છે.

(10) તમારા મગજને તેજ રહે છે : (Increase mind power)

શું તમે જાણો છો કે ખાંડ તમારા મગજની શક્તિને છીનવી લે છે? વધુ પ્રમાણમાં ખાંડનું સેવન કરવાથી તમારા સંજ્ઞાનાત્મક કાર્યોમાં ખરાબ થાય છે અને મેમરી અને પ્રતિક્રિયાત્મક શક્તિ માટે જરૂરી પ્રોટીન પણ ઓછા પ્રમાણમાં મળે છે.

(11) તમને અલ્જાઈમર કે ડીમનેશિયા હોવાનો ભય ઓછો થઇ જાય છે :

વધુ ખાંડ વાળા આહાર મસ્તિક માં ઉત્પન થતા રસાયણ જેને ન્યુરોટ્રાફિક કારક પણ કહેવામાં આવે છે, ના ઉત્પાદનને ઓછું કરી દે છે. આ રસાયણ જૂની વાતો અને નવી વાતો ને યાદ રાખવામાં મદદગાર થાય છે. એટલે કે ખાંડનું ઓછા પ્રમાણમાં સેવન કરવાથી આ બીમારીઓ નો ભય ઓછો થઇ જાય છે. તેનાથી તમને જાણ થાય છે કે જયારે તમે ખાંડ નું સેવન કરવાનું છોડી દો છો તો શું થાય છે.

(12) ચિંતા : (tensions)

જયારે તમારા મસ્તિકને એ અનુભવ થાય છે કે ખાંડ નું લેવલ વધી ગયું છે તો ઇન્સ્યુલન પોતાની અસરને જ પ્રતિરોધ કરવા લાગે છે અને આવી રીતે ઓછી અસરવાળું થઇ જાય છે. તેનાથી અવસાદ અને ચિંતા ની તકલીફ થઇ શકે છે. ખાંડનું સેવન બંધ કરવાનો આ પણ એક ફાયદો છે.

(13) તેનાથી તમારી ગળ્યું ખાવાની ટેવ છૂટી જાય છે : (eating sweet habit)

વધુ પ્રમાણમાં ખાંડનું સેવન કરવાથી ડીપામીન નો સંકેત મળવાનો ઓછો થઇ જાય છે જેના લીધે મિલ્કશેક જોવા છતાં પણ તેવી હાલત થઇ જાય છે જેવી હાલત કોઈ ડ્રગ ના નશાના બંધાણી ની કોકિન જોયા પછી થાય છે. એટલે કે ખાંડનું સેવન બંધ કરવાથી હકીકતમાં તમે તમારા નશા ને બંધ કરો છો. (ચોકલેટ આપતા જ બાળક રડતો બંધ થાય છે હકીકત માં તમે જ તેને ચોકલેટ નું વ્યશન લગાવ્યું છે)

(14) ડાયાબીટીસ નો ભય ઓછો થાય છે : (type 2 Diabetes)

દિવસમાં એક કે બે ખાંડ વાળા પીણા લેવાથી તમને 2 ટાઈપ ડાયાબીટીસ થવાનો ભય 26% સુધી વધી જાય છે. આવું શરીર દ્વારા ઇન્સ્યુલીન નો પ્રતિરોધ કરવાને લીધે થાય છે. વધુ પ્રમાણમાં ખાંડ જેમ કે ફ્રકટોસ, ગ્લૂકોજ કે શુગર નો બીજી કોઈ રીતે ઉપયોગ કરવાથી ખાંડ ના કણ કોશિકાઓમાં ચોંટી જાય છે અને લોહીમાં ભળી જાય છે. આ તે અભ્યાસ માં જણાવવામાં આવેલ છે, ‘ઈઝ શુગર ધ સેમ એજ ડાયાબીટીસ’

(15) લીવરની ચરબીની બીમારીથી બચાય છે : (fatty Liver)

વધુ ખાંડ વાળા આહાર લેવાથી લીવરની ચરબી ની બીમારી થવાની શક્યતા હોય છે. ખાંડ ને લીધે ઇન્સ્યુલીન વધે છે જે ચરબી ને લીવર સેલ માં ફેરવે છે અને તેના કારણે સોજો અને ઘાવ ની તકલીફ પણ થઇ શકે છે. એટલે કે ખાંડનું સેવન બંધ કરવાથી આ ભય થી બચી શકાય છે.

ખાંડ ધીમું ઝેર છે જાણો ક્લિક કરી >>> જાણો શું કામ ખાંડ થી ડાયાબીટીસ અને હાર્ટ એટેક થાય છે? શું કામ ખાંડ નાં ખાવી? વિકલ્પ કયા?