વલૂર મટાડવા માટેનો અકસીર ઉપાય આ રહ્યો, દરેક જાતની ખંજવાળ આ પ્રયોગ દ્વારા મટી જ જશે.

ખંજવાળ આવતી હોય તો આ સરળ પ્રયોગ તમારા માટે જ છે, થોડા દિવસમાં તમને આરામ આપવી શકે છે.

આ વિડીયોમાં આપણે આપણા શરીર ઉપર કોઈ પણ જગ્યાએ વલુર આવતી તેના વિષે આપણે વાત કરવાની છે. વલૂર એટલે ખંજવાળ, મીઠી ખંજવાળ. એના ઈલાજ વિષે વાત કરવાની છે, આપણે આમળા આવે છે, 100 ગ્રામ આમળા લઇ લેવાના, અથવા તેનો પાવડર લેવાનો, સવારે ઉઠો ત્યારે જેટલો જોઈતો હોય એટલો 2 કે 3 ચમચી એક વાટકી કે મોટા વાટકામાં લઇ લેવાનો, પછી તેમાં પાણી નાખવાનું એટલે એ બરાબર પલળી જાય. હવે આ બનેલી પેસ્ટ શરીર ઉપર સાબુની જેમ તેને લાગવાની છે. સારી રીતે એને શરીર ઉપર મસળવાનું છે બરાબર. એ ખંજવાળ મટાડવા માટે ઈંજેક્શન આપ્યું હોય એવું કામ કરશે.

લીમડાનું પાણી ઉકાળીને રાખવાનું કડવા લીમડાનું પાણી, પછી જેટલું ડોલ ભરીને આપણે પાણી લેતા હોય તેમાં આ પાણી ઉમેરી દેવાનું. હવે આ પાણીથી સ્નાન કરવાનું છે. એટલે કે આમળાના પાવડરથી શરીર બરાબર ચોળીને લીમડાના પાણીથી નાવાનું છે. આનાથી વલૂર એટલે કે ખંજવાળ ઓછી થઇ જશે. 15 થી 20 દિવાસ આ પ્રયોગ કરાવથી વલૂર એટલે કે ખંજવાળ, ખુજલી મટી જશે.

સાથે સાથે તમારે હિમેજ લઈને આવાનું છે 100 ગ્રામ તેને એરડિયાની અંદર તળી લેવાની છે. એ પછી એનો પાઉડર બનાવી દેવાનો છે. રાતે સૂતી વખતે એક નાની ચમચીમાં પાણી સાથે લઇ લેવાની છે.

આવે આપણે બીજો ઉપચાર જોઈએ, જે ખંજવાળ માટે જ છે, સવારે નરણા કોઠે એટલે કે જમ્યા પહેલા મહામંજીષ્ઠાદિ ક્વાથ અને લોહાસવ તમારે આયુર્વેદિક સ્ટોર ઉપરથી લઇ લેવાની છે. મંજિષ્ઠદિ ક્વાથ બે ઢાંકણ અને બે ઢાંકણ પાણી નાખીને સવારે નરણા કોઠે પી જવાનું છે. પીધા પછી 30 મિનિટ સુધી કાંઈપણ ખાવું પીવું નહિ. બપોરે જમ્યા પછી તમારે બે ઢાંકણ લોહાસવ અને બે ઢાંકણ પાણી બરાબર મિક્સ કરીને પી જવાનું છે. આનાથી શું થશે કે લોહી બધું જ શુદ્ધ બની જશે. આ બંને વસ્તુ એવી છે કે આપણું લોહી શુદ્ધ કરી શકે છે. રાતે દરરોજ અડધી ચમચી હીમજ લેવાની છે.

હવે આપણે જે ના ખવાય તેની વાત કરીએ, પરેજી.

ચામડીના કોઈપણ રોગ માટે મીઠું નકામું છે. મીઠા વગર આપણને ભાવે નહિ તો શું કરવું? તો સફેદ મીઠાની જગ્યાએ સિંધાલુણ વાપરવું.

ખટાસ પણ ખાવાની નથી. તીખું બહુ નથી ખાવાનું, સાધારણ વાંધો નહિ.

દૂધ બિલકુલ ના લેવું.

બે કોળિયા ભૂખ્યું રહેવાનું છે,

ઝાડો બરાબર સાફ ઉતરે એ ધ્યાન રાખવાનું છે. હિમેજ જો અડધી ચમચી ઓછી પડતી હોય તો થોડી વધારી દેવાની. અને વધુ થતી હોય તો થોડીક ઓછી કરવાની છે. આપણા શરીર પ્રમાણે હીમજ લેવાની, જેથી આપણો ઝાડો ખુલાસીને ઉપરી જાય. તો જ દવા સારી રીતે કામ કરે છે.

એટલે પરેજી પહેલા, પછી દવા.

જો શક્ય હોય તો સાબુ, બોડીસ્પ્રે કે સેન્ટ વગેરેનો ઉપયોગ ટાળવો.

એટલું ચોક્કસ કરશો તો સારું થઇ જશે.

જુઓ વિડીયો :-