ખંજવાળ કોઈપણ ને થઇ શકે છે, અને તે ખુબ જ તકલીફ આપે છે જાણો તેના ઘરેલું ઉપચાર

સીઝન બદલવાથી જાત જાતની બીમારિયો ઉત્પન થાય છે, અને ઘણી વાર બીમારીઓ ખુબ તકલીફ પણ આપે છે. તેમાંથી એક છે ખંજવાળ તે થવાથી ખુબ જ તકલીફ આપે છે, કેમ કે તે વ્યક્તિનો મોટા ભાગનો સમય ખંજવાળવામાં જ જાય છે. જયારે ચામડીની ઉપર બળતરાનો અહેસાસ થાય છે, અને ચામડીને ખોદી નાખવાનું મન થાય છે, તો તે બોધ ને પણ ખંજવાળ કહે છે, ખંજવાળના ઘણા કારણ હોય છે જેમ કે તનાવ અને ચિંતા, સુકી ચામડી, વધુ સમય સુધી તડકામાં રહેવું, ઔષધિની આડ અસર, મચ્છર કે કોઈ જીવડાનું કરડવું, ફફૂદીય સંક્રમણ, અવૈધ યોન ને લગતા કારણો, સંક્રમણ રોગ ને કારણે, કે ત્વચા ઉપર ફોડકીઓ, માથા કે શરીરના બીજા ભાગમાં જુ થવી વગેરે થી.

ખંજવાળ થાય ત્યારે સાવચેતી : ખંજવાળ થાય ત્યારે શરૂઆત સાવધાની તરીકે સફાઈ નું પૂરું ધ્યાન રાખવું જોઈએ. ખંજવાળ જયારે પણ ઉભી થાય, તમે ચોખ્ખા અને મુલાયમ કપડાથી તે જગ્યાએ ફેરવી દો પ્રવૃત્તિ મુજબ ઠંડુ કે ગરમ પાણી થી તે જગ્યાને ધોઈ લો કોઈને ઠંડા પાણી થી તો કોઈને ગરમ પાણીથી આરામ મળે છે, તે માટે તમારા માટે પાણીનો ઉપયોગ લો , સાબુ જેટલો ઓછો કરી શકો તેટલો ઓછો કરવો જોઈએ, અને ફક્ત મૃદુ સાબુનો જ ઉપયોગ કરો. કબજિયાત હોય તો તેનો ઈલાજ કરો.

ખંજવાળ માટે આયુર્વેદિક ઉપચાર : ખંજવાળ વાળી જગ્યા ઉપર ચંદનનું તેલ લગાવવાથી ખુબ ફાયદો થાય છે. દશાંગ લેપ જે આયુર્વેદ ની 10 જ્ડ્ડી બુટ્ટી થી તૈયાર કરવામાં આવે છે તેનાથી ખંજવાળ મા ઘણે અંશે ફાયદો અપાવે છે. લીંબડાનું તેલ, કે લીંબડાના પાંદડાની લુગદી થી પણ ખંજવાળ થી છુટકારો મળે છે.

ગંધક ખંજવાળ ને ઠીક કરવા માટે ખુબ જ સારો ઉપચાર માનવામાં આવે છે. લીંબડાનો પાવડરનું સેવન કરવાથી ત્વચા ના સંક્રમણ અને ખંજવાળ થી આરામ મળે છે. સવારે ખાલી પેટ કુવારપાઠા(એલોવેરા) નું જ્યુસ નું સેવન કરવાથી ખંજવાળ માંથી છુટકારો મળે છે.

લીંબુનો રસ સરખા પ્રમાણમાં અળસી ના તેલ સાથે ભેળવીને ખંજવાળ વાળી જગ્યા ઉપર ઘસવાથી દરેક પ્રકારની ખંજવાળ માંથી છુટકારો મળે છે. નારીયેલનો તાજો રસ અને ટમેટા નું મિશ્રણ ખંજવાળ વાળા ભાગ ઉપર લગાવવાથી પણ ખંજવાળ દુર થાય છે.

સુકી ચામડી ને લીધે થતી ખંજવાળ ને દૂધ ની ક્રીમ લગાવવાથી ઓછી કરી શકાય છે. 25 ગ્રામ આંબા ના ઝાડ ની છાલ, અને 25 ગ્રામ બાવળના ઝાડની છાલને એક લીટર પાણીમાં ઉકાળી લો, અને તે પાણીથી અસર વાળી જગ્યા ઉપર શેક આપો. જયારે આ પ્રક્રિયા થઇ જાય તો અસર વાળી જગ્યા ઉપર ઘી ઘસીને લગાવો. ખંજવાળ દુર થઇ જશે. ખંજવાળ માટે સૌથી સારો ઉપાય છે, તેલ નું માલીશ જેનાથી ઘાયલ અને સુકી ત્વચામાં તાજગી લાવે છે.

વિડીયો

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.