ખાંસીથી તરત છુટકારો અપાવે છે અજમાના આવા ઉપયોગ જાણી લો ખુબ કામની વસ્તુ

ભારતીય ખાવા પીવામાં અજમાનો ઉપયોગ સદિયોંથી થતો આવેલ છે. આયુર્વેદ મુજબ અજમો પાચનને બરોબર રાખે છે. તે કફ, પેટ કે છાતીનો દુખાવો અને કૃમિ રોગમાં ફાયદાકારક રહે છે. સાથે જ એડકી, જીવ ગભરાવો, ઓડકાર, મૂત્ર અટકવું અને પથરી વગેરે બીમારીઓમાં લાભદાયક રહે છે. આયુર્વેદ મુજબ અજમો પાચક, રુચિકારક, તીક્ષણ, ગરમ, ચટપટ્ટો, કડવો અને પિત્તવર્ધક હોય છે. પાચક ઔષધિઓમાં તેનું ખુબ મહત્વનું સ્થાન છે. એકલો અજમો જ સેંકડો પ્રકારના અન્નને પચાવનાર હોય છે. આવો અમે તમને અજમાના આરોગ્યના લાભ વિષે જાણકારી આપીએ છીએ.

ખાંસી થવા ઉપર

અજમાના રસમાં બે ચપટી કાળા મરી ભેળવીને તેનું સેવન કરો અને તેનું ગરમ પાણી પી લો. તેનાથી તમારી ખાંસી ઠીક થઇ જશે.

શરદી સળેખમ માં

બંધ નાક કે શરદી થવા ઉપર અજમાને અધકચરો વાટીને એક કપડામાં બાંધીને સુંઘો. શરદીમાં ઠંડી લાગે તો થોડો અજમાને સારી રીતે ચાવો અને ચાવ્યા પછી પાણી સાથે ગળી લો. ઠંડીમાં રાહત મળશે.

પેટ ખરાબ થાય તો

પેટ ખરાબ થાય તો અજમાને ચાવીને ખાવ અને એક કપ ગરમ પાણી પીવો. પેટમાં જીવાત છે તો કાળા મીઠા સાથે અજમો ખાવ. લીવરની તકલીફ છે તો ૩ ગ્રામ અજમો અને અડધો ગ્રામ મીઠું ભોજન પછી લેવાથી ઘણો ફાયદો થશે. પાચન તંત્રમાં કોઈપણ જાતની ગડબડ હોય તો મૂળા સાથે અજમો લો. રાહત મળશે.

વજન ઓછું કરે

અજમો મોટાપો ઓછો કરવામાં પણ ઉપયોગી રહે છે. રાત્રે એક ચમચી અજમાના એક ગ્લાસ પાણીમાં પલાળી દો. સવારે ગાળીને એક ચમચી મધ સાથે ભેળવીને પીવાથી ફાયદો થાય છે. તેનું નિયમિત સેવનથી મોટાપો ઓછો થાય છે.

પેઢામાં સોજો

પેઢામાં સોજો આવે તો અજમાના તેલના થોડા ટીપાને હુફાળા પાણીમાં નાખીને કોગળા કરવાથી સોજો ઓછો થાય છે. સરસીયાના તેલમાં અજમો નાખીને ગરમ કરો. તેનાથી સાંધાનું માલીશ કરવાથી પગના દુખાવામાં રાહત મળશે.

એડકી, જીવ ગભરાવો,ઓડકાર, અપચો વગેરેમાં ફાયદાકારક.

પેટ ખરાબ થાય તો તેને એક ઓછા ગરમ પાણી સાથે પીવો.

ઠંડી લાગે તો થોડો અજમો સારી રીતે ચાવો.

સિતોપલાદી ચૂરણ વિષે જાણી લો ઘણું કામનું છે આ ચૂર્ણ.

સિતોપલાદી ચુરણ આયુર્વેદ ની ખુબ જ જાણીતી ઔષધી છે. જયારે શરદી, ખાંસી, તાવ એક સાથે બધું થઇ જાય, તો તેના માટે સિતોપલાદી ચુરણનો ઉપયોગ કરો. એક એવો અનુભવ જેમણે ઘણા ડોક્ટરોની ઊંઘ હરામ કરી નાખી છે. જરૂર જાણો.

ઔષધી

સિતોપલાદી ચુરણ 1 ચપટી (1/4 ચમચી)મધમાં ભેળવીને સવારે અને સાંજે ખાલી પેટે ચટાડો. તેનાથી નાના બાળકોને શરદી, જુકામ, છીંક, ખાંસી, તાવ અને અસ્થમાં જેવા હઠીલા રોગો ઠીક થાય છે. મોટી ઉંમરના લોકો માટે

1/2 ચમચી ચુરણનો ઉપયોગ કરવો.

અહિયાં એક લેખકનો અનુભવ રજુ કરવા માંગું છું, જેમણે અમને પોતાનો અનુભવ રજુ કર્યો, તે મુજબ નાના બાળકોને જેમને ડોક્ટર અસ્થમા મા પંપ આપવાની સલાહ આપે છે, પણ તેમણે આ પંપ ની આડ અસર જોતા કોઈની સલાહ લીધી અને તેમણે સિતોપલાદી ચુરણ વિષે જણાવ્યું અને તેમણે શિયાળામાં સતત ત્રણ ટાઇમ એક ચપટી સિતોપલાદી ચુરણ મધ સાથે આપ્યું અને તે બાળકને શ્વાસની તકલીફ તો દુર થઇ ગઈ પણ શરદી તાવ ખાંસી પણ મટી ગઈ.

સિતોપલાદી ચુરણ બનાવવાની રીત

નીચે જણાવેલ વસ્તુ કોઈપણ કરીયાણા કે ગાંધીની દુકાનમાં સરળતાથી મળી જાય છે.

(1) સાકર 16 ભાગ 160 ગ્રામ

(2) વંશલોચન 8 ભાગ 80 ગ્રામ

(૩) પિપ્પલી 4 ભાગ 40 ગ્રામ

(4) ઈલાયચી 2 ભાગ ૨૦ ગ્રામ

(5) તજ 1 ભાગ 10 ગ્રામ

આ બધાને ઝીણું વાટી લો.

અને તૈયાર થઇ ગયું આ સિતોપલાદી ચુરણ તે મધ કે ઘી સાથે લેવામાં આવે છે. 2 થી ૩ ગ્રામના પ્રમાણમાં લો.
આમ તો આ કોઈપણ મેડીકલ સ્ટોરમાં પણ સીતોપલાદી ચૂર્ણ મળી રહે છે. તે ઝંડુ, વેદનાથ, ડાબર કે પતંજલિ કે બીજી આયુર્વેદિક પ્રોડક્ટ વાળી કંપની ઓ ની દુકાને મળી જશે.