ખરાબ નેટવર્કના કારણે, ના લાગ્યો પ્રેમીને ફોન, એ પછી છોકરીએ કર્યો રેપ કેસ

આજકાલ તમે પણ એવા ઘણા કિસ્સાઓ વિષે સાંભળ્યું હશે, જેમાં લગ્નની લાલચ આપી છોકરીઓ સાથે દુષ્કર્મ કરી એમને તરછોડી દેવામાં આવે છે. આજે અમે એક એવો જ કિસ્સો લઈને આવ્યા છીએ જેમાં છોકરી દ્વારા પ્રેમી વિરુધ એવો જ કેસ દાખલ કરવામાં આવ્યો, પણ અહી મામલો કંઈક બીજો નીકળ્યો અને તે છોકરી છેલ્લે પોતાની વાત પરથી ફરી ગઈ. આવો જાણીએ શું છે આખી ઘટનામાં.

દિલ્લીના મુખર્જી નગરમાં ચકિત કરી દેનારી ઘટના સામે આવી છે. અહીં મોબાઈલ નેટવર્ક ન મળવા પર છોકરીએ પોતાના પ્રેમી વિરુદ્ધ રેપનો કેશ દાખલ કર્યો છે. પરંતુ આ ઘટનામાં વળાંક ત્યારે આવ્યો જયારે કેસ કોર્ટમાં પહોંચ્યો અને છોકરી પોતાના નિવેદન પરથી ફરી ગઈ.

ટાઈમ્સ ગ્રુપના આ રિપોર્ટ અનુસાર, છોકરી મુખર્જી નગરમાં રહીને યુપીએસસીની તૈયારી કરી રહી હતી. એનું એક યુવક સાથે અફેયર ચાલી રહ્યું હતું. બંને વચ્ચે લગ્નની વાત પણ ચાલી રહી હતી.

પોલીસને આપેલા નિવેદનમાં છોકરીએ જણાવ્યું કે, 2 જુલાઈ 2017 ના રોજ આરોપીએ પીડિતાના સેંથામાં સિંદૂર ભર્યું હતું. બંને મુખર્જી નગરમાં એક જ રૂમમાં સાથે રહેતા હતા. આ દરમ્યાન એમની વચ્ચે ઘણી વાર શારીરિક સંબંધ પણ બંધાયા હતા.

એના થોડા દિવસ પછી પ્રેમી કોઈ કામ માટે ઘરે ચાલ્યો ગયો હતો. પીડિતાએ ઘણી વાર ફોન કરી એની સાથે સંપર્ક કરવા પ્રયત્ન કર્યો, પણ ખરાબ નેટવર્કને કારણે વાત નહિ થઇ શકી. અને છોકરીને એવું લાગ્યું એની સાથે દગો થયો છે.

છોકરીને લાગ્યું કે એના પ્રેમીએ એને દગો આપ્યો છે. એટલે એ પોલીસ સ્ટેશન પહોંચી ગઈ. પછી કેસ જયારે કોર્ટ સુધી પહોંચ્યો તો છોકરી પોતાનું નિવેદન બદલી નાખ્યું. યુવતીએ કહ્યું તે અને આરોપી એકબીજાના પતિ પત્ની છે.

છોકરીએ જણાવ્યું કે એણે એક સોશિયલ વર્કરના કહેવાથી રેપ કેસ દાખલ કરાવ્યો હતો અને કોર્ટમાં નિવેદન આપ્યું હતું. પણ પાછળથી પીડીતાએ ટ્રાયલ કોર્ટમાં રેપની વાતને નકારી દીધી.

એટલું જ નહિ, એણે એ વાત પણ નકારી દીધી કે લગ્નની લાલચ આપીને યુવકે એની સાથે શારીરિક સંબંધ બનાવ્યો હતો. એણે જણાવ્યું કે એમની વચ્ચે સહમતીથી સંબંધ બન્યો હતો અને બંનેએ એકબીજા સાથે લગ્ન પણ કર્યા છે. આરોપીએ પણ છોકરીની વાતનું સમર્થન કર્યુ છે. પછી કોર્ટે આરોપીને રેપ કેસ માંથી મુક્ત કરી દીધો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.