ખરાબ ટેવની શિકાર બની 14 વર્ષની છોકરી, ડોકટરી ચેકઅપમાં એવી વાત જાણવા મળી કે માતાના ઉડી ગયા હોશ.

એક ખરાબ ટેવથી દુ:ખી હતી 14 વર્ષની છોકરી, દીકરીની સ્થિતિ જોઈ, ઘરવાળા લઈ ગયા તેને હોસ્પિટલ, ચેકઅપ પછી ડૉક્ટરએ જે સાચું જણાવ્યું તો તે સાંભળતા જ માતાનાં પગ નીચેથી ખસી ગઈ જમીન, માંએ કહ્યું તે એવું કરશે મને વિશ્વાસ જ ન હતો.

છોકરી બોલી :- જ્યારે તેની સહેલીઓ ઘરે કોઈ ન હતું, તો તે બધા મળીને આ કામ કરતા હતા.

હું એક ખાનગી શાળામાં આઠમાં ધોરણમાં ભણું છું. અમારા વિસ્તારમાં ત્રણ ચાર છોકરીઓ જે પ્લસ વન અને પ્લસ ટુના સ્ટુડેન્ટ છે. તેની સાથે થોડા સમય પહેલા મારી મુલાકાત થઈ. તે છોકરીઓ સારા પરિવારની છે. એક દિવસ તેમણે મને સફેદ રંગનું એક પદાર્થ લાવીને બતાવ્યું, જે જોવામાં પાઉડર જેવું હતું. તેઓ દોસ્તીનું બહાનું આગળ કરીને તે પદાર્થ સુગંવાનું કહ્યું.

સહેલીઓની વાત માનીને તેણે તે પદાર્થને એક કાગળમાં લઇને સુંઘી લીધું. ધીમે ધીમે તેને તેની આદત થઈ ગઈ. ત્યાર પછી હું છેલ્લા એક વર્ષથી આ નશો કરી રહી છું. એવું કહેવાય છે કે બઠીંગાની સરકારી હોસ્પિટલમાં દાખલ રામાં ભંડીની 8 માં ધોરણની 14 વર્ષની દીકરીનું. કેમ કે પ્રોફેશનલ કોલેજકાળ પછી હવે નશો નિશાળના બાળકો સુધી પણ પહોચવા લાગ્યા છે.

છોકરી બોલી… પ્રથમ વખત સહેલીઓને આપ્યો હતો નશો, એક વર્ષથી થયું બંધાણ :-

છોકરીએ કહ્યું કે જ્યારે તેમની સહેલીઓમાંથી કોઈના ઘરે કોઈ ન હતું, તો તે એક જગ્યાએ એકઠી થતી હતી. જ્યાં બધા મળીને નશો કરતા હતા. તે તેમની સહેલઓ સાથે દિવસમાં એક વાર 50 એમએલનો ડોઝ લે છે. જે લગભગ 600 થી 700 રૂપિયામાં મળતો હતો. આ પૈસા સહેલીઓ મળીને વહેચી લેતી હતી.

ગામના છોકરા વેચે છે નશો :-

હોસ્પિટલમાં દાખલ થયેલી છોકરીએ કહ્યું કે તેમના ગામમાં રહેતા કેટલાક યુવાનો તેમના ગ્રુપને આ નશો લાવીને આપતા હતા. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તે લોકોની ઓળખાણ બતાવી શકે છે, તો તેણે તેમાં અસમર્થતા વ્યક્ત કરી. તેણે કહ્યું કે તે તેને ઓળખતી નથી, તેમના સહેલીઓ પાસે તે જ નશો આવે છે. જે તેને આવીને આપતી હતી.

નશો છોડવા માગતી હતી પીડિતા :-

હોસ્પિટલમાં દાખલ થયેલી છોકરીએ કહ્યું કે તેને એ વાતનો અફસોસ છે કે તે સહેલીઓના ચક્કરમાં ખોટી સંગતમાં પડી ગઈ છે. પરંતુ હવે તે નશો છોડવા માંગે છે અને તે પણ સામાન્ય બાળકોની જેમ પોતાનું જીવન જીવવા માંગે છે. તેણે તેની સહેલીઓને પણ વિનંતી કરી કે તે નશો છોડી દે.

દીકરીના સ્વભાવમાં અચાનક ફેરફાર આવ્યો ત્યારે ખબર પડી :-

માતાએ કહ્યું કે જ્યારે દીકરી ક્યારે અને કેવી રીતે નશાની બંધાણી બની ગઈ ખબર નથી, પતિનું વર્ષ 2011 માં મૃત્યુ થઇ ગયું છે અને તે પોતે કપડાંનું હોલસેલનું કામ કરે છે. દીકરીના વાપરવાના ખર્ચા માટે થોડા પૈસા આપતી હતી, તે ક્યાં ખર્ચ કરી રહી હતી તેની તેને ખબર ન હતી. થોડા દિવસોથી દીકરીના સ્વભાવમાં અચાનક પરિવર્તન પછી તેને તેની ગંધ આવી.

દીકરી શરીરમાં નબળાઈ અનુભવવા લાગી. તે જોતા આજે તે દીકરીને લઇને ચેકઅપ માટે સિવીલ હોસ્પિટલ બઠીંડામાં આવી હતી. હોસ્પિટલમાં દીકરીના ટેસ્ટ કરાવ્યા પછી તેને ડૉક્ટર્સ પાસેથી જાણવા મળ્યું કે તેની દીકરી એચઆઈવી પોઝેટીવ પણ છે. તે સાંભળતા જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ.

માતાએ પોલીસમાં કરી ફરિયાદ :-

છોકરીની માતાએ પોલીસ પાસે ફરિયાદ કરી હતી કે તેની છોકરી ડ્રગ એડિકટ છે અને એક છોકરો તેની છોકરીને નશો કરાવવા આવ્યો હતો. ઘટના ધ્યાનમાં આવતા જ અમે અમારી દીકરીને હોસ્પિટલ સારવાર માટે ભરતી કરાવી. કાલ સુધી છોકરી નિવેદન આપવાની સ્થિતિમાં ન હતી. નશો તેને કોણ આપીને જતું હતું, જે લોકોનું નામ તે લઇ રહી છે, તે વેરીફાઈ કરી રહ્યા છે. છોકરીની માતાએ એક યુવકનું નામ લીધું હતું. જેના ઘર ઉપર દરોડો પણ પાડવામાં આવ્યો હતો. એસઆઈ સુખવીર કૌર, એસ.એચ.ઓ. રામા મંડી.

આવું થવાનું કારણ શું હોઈ શકે કે હવેના બાળકો આ રીતે ડ્રગ્સ એડિટર થઇ રહ્યા છે? તમારા મતે કોણ જવાબદાર? કોમેન્ટમાં જણાવો જેથી બીજા વાલીઓ પણ ચેતી પોતાના બાળક કે બાળકીનું ભવિષ્ય અંધકારમય થતું બચાવી શકે.