ખરેખર કેટલો જુનો છે હિંદુ ધર્મ? શું છે તેનો વાસ્તવિક ઈતિહાસ જરૂર જાણો.

ઘણા લોકો હિંદુ સંસ્કૃતિની શરુઆત ને સિંધુ ઘાટી ની સભ્યતા સાથે જોડી ને જુવે છે. જે ખોટું છે. વાસ્તવમાં સંસ્કૃત અને ઘણી પ્રાચીન ભાષાઓના ઈતિહાસ ના તથ્યો મુજબ પ્રાચીન ભારતમાં સનાતન ધર્મના ઈતિહાસ ની શરૂઆત ઈસવીસન થી લગભગ ૧૩ હજાર વર્ષ પહેલા થઇ હતી એટલે આજ થી ૧૫ હજાર વર્ષ ઈ.સ. તેની ઉપર વિજ્ઞાન એ પણ શોધ કરી અને તે પણ તેને સાચું માને છે.

જીવનનો વિકાસ પણ સૌપ્રથમ ભારતીય દક્ષીણ પ્રાયદ્વીપમાં નર્મદા નદીના કાંઠા ઉપર થયો, જે વિશ્વની સૌપ્રથમ નદી છે. અહિયાં આખા વિશ્વમાં ડાયનોસોરોના સૌથી જુના ઈંડા અને જીવાશ્મ પ્રાપ્ત થયા છે.

સંસ્કૃત ભાષા :-

સંસ્કૃત વિશ્વની સૌથી જૂની ભાષા છે અને સમસ્ત ભારતીય ભાષાઓની જનની છે. સંસ્કૃતનો શાબ્દિક અર્થ ‘પૂર્ણ ભાષા’. સંસ્કૃત માંથી પહેલા દુનિયા નાની નાની તૂટી ફૂટી બોલીઓમાં વહેચાયેલી હતી. જેનું કોઈં વ્યાકરણ ન હતું અને જેનો કોઈ ભાષા કોશ પણ ન હતો. ભાષાને લીપીઓમાં લખવાનું પ્રચલન ભારત માંથી જ શરુ થયું.

ભારત નથી તેને સુમેરીયન, બેબીલોનીયમ અને યુનાની લોકોએ શીખી. બ્રાહ્મી અને દેવનાગરી લીપીઓથી પણ દુનિયાભરની બીજી લીપીઓનો જન્મ થયો. બ્રાહ્મી લીપી એક જૂની લીપી છે. જેણે દવનાગરી લીપીથી પણ જૂની માનવામાં આવે છે. હડપ્પા સંસ્કૃતિના લોકો આ લીપીનો ઉપયોગ કરતા હતા. ત્યારે સંસ્કૃત ભાષાને પણ આ લીપીમાં લખવામાં આવતું હતું.

જાણો ભાષાઓનીમાં ‘સંસ્કૃત’ સાથે જોડાયેલા દંગ કરી દે તેવા તથ્ય :-

દુનિયાનો પહેલો ધર્મગ્રંથ :-

જૈન પૌરાણીક કથાઓમાં વર્ણન છે કે સભ્યતાને માનવતા સુધી લાવનારા પહેલા તીર્થકર ઋષભદેવને એક દીકરી હતી જેનું નામ બ્રાહ્મી હતું. તેણે આ લેખની શોધ કરી. પ્રાચીન દુનિયામાં સિંધુ અને સરસ્વતી નદીના કાંઠે વસેલી સભ્યતા સૌથી સમૃદ્ધ, સભ્ય અને બુદ્ધિમાન હતી. તેની ઘણી સાબિતી રહેલી છે. તે વર્તમાન અફઘાનીસ્તાન માંથી ભારત સુધી ફ્લાયેલી હતી.

પ્રાચીનકાળમાં જેટલી વિશાળ નદી સિંધુ હતી કેટલીય વધુ વિશાળ નદી સરસ્વતી હતી. દુનિયાનો પહેલો ધર્મગ્રંથ સરસ્વતી નદીના કાંઠે બેસીને લખવામાં આવ્યો હતો. પુરાતત્વવિદ્દોના જણાવ્યા મુજબ આ સભ્યતા લગભગ ૯૦૦૦ ઈ.સ. પહેલા અસ્તિત્વમાં આવી હતી, ૩૦૦૦ ઈ.સ. પહેલા તેણે સ્વર્ણ યુગ જોયો અને લગભગ ૧૮૦૦ ઈ.સ. પૂર્વ આવતા આવતા કોઈ ભયંકર કુદરતી હોનારતને કારણે તે લુપ્ત થઇ ગયું. એક તરફ જ્યાં સરસ્વતી નદી લુપ્ત થઇ ગઈ અને બીજી તરફ આ ક્ષેત્રના લોકો એ પશ્ચિમ તરફ પલાયન કરી દીધું.

 

જાણો સનાતન હિંદુ ધર્મમાં કુલ કેટલા ગ્રંથ છે :-

હજારો વર્ષ પહેલાના હિંદુ લોકો :-

સેંકડો હજાર વર્ષ પૂર્વ આખી દુનિયાના લોકો કબીલા, સમુદાય, ધુમંતુ વનવાસી વગેરેમાં રહીને જીવન પસાર કરતા હતા. તેમની પાસે ન તો કોઈ સ્પષ્ટ શાસન વ્યવસ્થા હતી અને ન તો કોઈ સામાજિક વ્યવસ્થા. પરિવાર, સંસ્કાર અને ધર્મની સમજણ તો જરાપણ ન હતી.

એટલે માત્ર ભારતીય હિમાલયન વિસ્તારમાં થોડા ઘણા લોકો હતા, જે આ સંબંધમાં વિચારતા હતા. તેમણે જ વૈદને સાંભળ્યું અને તેને માનવ સમાજને સંભળાવ્યુ. ઉલ્લેખનીય છે કે પ્રાચીનકાળથી જ ભારતીય સમાજ કબીલામાં ન રહ્યા. તે એક વૃહત્તર અને વિશેષ સમુદાયમાં જ રહ્યા.

સંપૂર્ણ ધરતી ઉપર હિંદુ વૈદિક ધર્મ એ જ લોકોને સભ્ય બનાવવા માટે જુદા જુદા વિસ્તારોમાં ધાર્મિક વિચારધારાને નવા નવા સ્વરૂપમાં સ્થાપના કરી હતી? આજે દુનિયાભરની ધાર્મિક સંસ્કૃતિ અને સમાજમાં હિંદુ ધર્મની ઝલક જોઈ શકાય છે ભલે તે યહુદી ધર્મ હોય, પારસી ધર્મ હોય કે ઈસાઈ – ઇસ્લામ ધર્મ હોય. કેમ કે ઈસા થી ૨૩૦૦ – ૨૧૫૦ વર્ષ પહેલા સુમેરિયા, ૨,૦૦,૦૦,૪૦૦ વર્ષ પહેલા પૂર્વ બેબેલોનીયા, ૨૦૦૦-૨૫૦ ઈસા પહેલા ઈરાન, ૨૦૦-૧૫૦ ઇસા પહેલા મિસ્ર (ઈજીપ્ત), ૧૪૫૦-૫૦૦ ઈસા પહેલા અસીરિયા, ૧૪૫૦-૧૫૦ ઈસા પહેલા ગ્રીસ (યુનાન), ૮૦૦-૫૦૦ ઈસા પહેલા રોમની સભ્યતાઓ જોવા મળી હતી.

પરંતુ આ બધાથી પણ પહેલા એટલે આજથી ૫,૦૦૦ વર્ષ પહેલા મહાભારતનું યુદ્ધ લડવામાં આવ્યું હતું. મહાભારતથી પણ પહેલા ૭,૩૦૦ ઈસાપૂર્વ એટલે આજથી ૭૩૦૦ + ૨૦૦૦ = ૯૩૦૦ વર્ષ પહેલા રામાયણના રચનાકાળ પ્રમાણિત થઇ ગયો છે.

મહાભારત કાળમાં ઉપયોગ થયેલા બ્રહ્માસ્ત્ર ની સાબિતી, શું કહે છે વેજ્ઞાનિક :-

મનુસ્મૃતિ :-

હવે આમ તો મહર્ષિ વાલ્મીકી રચિત રામાયણમાં તેના પણ પહેલા લખવામાં આવેલી મનુસ્મૃતિનો ઉલ્લેખ આવ્યો છે તો આવો હવે જાણીએ રામાયણ સાથે પણ પ્રાચીન મનસ્મૃતિ ક્યારે લખવામાં આવી.

કીસ્કીન્ઘા કાંડમાં શ્રી રામ અત્યાચારી બાલીને ઘાયલ કરી તેને દંડ આપવા માટે મનસ્મૃતિના શ્લોકોનો ઉલ્લેખ કરતા તેને અનુજભાર્યાભીમર્શના દોશી ગણાવતા કહે છે, હું તને યોગ્ય દંડ કેમ ન આપું?

श्रूयते मनुना गीतौ श्लोकौ चारित्र वत्सलौ ।।

गृहीतौ धर्म कुशलैः तथा तत् चरितम् मयाअ ।।

वाल्मीकि ४-१८-३०

राजभिः धृत दण्डाः च कृत्वा पापानि मानवाः ।

निर्मलाः स्वर्गम् आयान्ति सन्तः सुकृतिनो यथा ।।

वाल्मीकि ४-१८-३१

शसनात् वा अपि मोक्षात् वा स्तेनः पापात् प्रमुच्यते ।

राजा तु अशासन् पापस्य तद् आप्नोति किल्बिषम् ।

वाल्मीकि ४-१८-३२

ઉપરના શ્લોક ૩૦માં મનુનું નામ આવે છે અને શ્લોક ૩૧,૩ ૨ પણ મનુસ્મૃતિના જ છે અને ઉપરના તમામ શ્લોક મનુ અધ્યાય ૮ ના છે. જેની સંખ્યા કુલ્લુકભટ્ટની ટીકાવળીમાં ૩૧૮ અને ૩૧૯ છે.

એટલે એ સિદ્ધ થયું કે શ્લોકબદ્ધ મનસ્મૃતિ જે મહર્ષિ વાલ્મીકી રચિત રામાયણમાં અનેકો સ્થાન ઉપર આવી છે. તે મનસ્મૃતિ રામાયણકાળ (૯૩૦૦ વર્ષ) પહેલા જોવા મળી હતી.

મનુસ્મૃતિ કે વિદેશી પ્રમાણ :-

હવે આવો વિદેશી પ્રમાણોનાં આધાર ઉપર જાણીએ રામાયણથી પણ પહેલાની મનુસ્મૃતિ કેટલું જુનું છે?

ઈ.સ. ૧૯૩૨માં જાપાનના બોમ વિસ્ફોટ દ્વારા ચીનની ઐતિહાસિક દીવાલને તોડી તો તેમાંથી એક લોખંડનો ટ્રંક મળ્યો જેમાં ચીની ભાષાની પ્રાચીન પાંડુલીપિયા વાળી હતી. તે હસ્તલેખ Sir Augustus Fritz George ના હાથ લાગી ગઈ. તે તેને લંડન લઇ ગયા અને બ્રિટીશ મ્યુઝીયમમાં મૂકી દીધું. તે હસ્તલેખને Prof. Anthony Graeme એ ચીની વિદ્વાનો દ્વારા ભણાવ્યું.

ચીની ભાષાના એ હસ્તલેખો માંથી એકમાં લખ્યું છે.

મનુનું ધર્મશાસ્ત્ર ભારતમાં સર્વાધિક માન્ય છે. જે વૈદિક સંસ્કૃતમાં લખ્યું છે અને દસ હજાર વર્ષથી વધુ જુનું છે અને તેમાં મનુના શ્લોકોની સંખ્યા ૬૩૦ પણ જણાવવામાં આવી છે. આ વિવરણ મોટવાણીના પુસ્તક ‘મનુ ધર્મશાસ્ત્ર : એશોશીયોલોજીકલ એંડ હિસ્ટોરીકલ સ્ટડીઝ’ પેઈઝ ૨૩૨ ઉપર પણ આપવામાં આવ્યું છે. તે ઉપરાંત R.P. Pathak ના Education in the Emerging India માં પણ પેઇઝ ૧૪૮ ઉપર છે.

હવે જુવો ચીનની દીવાલના બનવાના સમયે લગભગ ૨૨૦-૨૦૬ BC છે એટલે લખવા વાળા એ ઓછામાં ઓછું 220BC થી પૂર્વ જ મનુ વિષે પોતાના હસ્તલેખમાં લખ્યું 220+10000 =10220 ઇ.સ.પૂર્વ એટલે આજથી જ ઓછામાં ઓછું 12,220 વર્ષ પહેલા સુધી ભારતમાં મનસ્મૃતિ વાચવા માટે ઉપલબ્ધ હતું.

મનસ્મૃતિમાં સેંકડો સ્થળો ઉપર વૈદોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે વૈદ મનુસ્મૃતિથી પહેલા લખવામાં આવી. હવે હિંદુ ધર્મના આધારે વૈદોની પ્રાચીનતા જાણે છે.

વૈદોની ઉત્પતી ક્યારે થઇ?

વૈદોનું રચનાકાળ એટલું પ્રાચીન છે કે તેના વિષે સાચું સાચું કોઈને ખબર નથી. પાશ્ચ્યાત વિદ્વાન વૈદોના સૌથી પ્રાચીન મળ્યા પાંડુલીપીઓના હિસાબે જ વૈદોના રચનાકાળ વિષે અનુમાન લગાવે છે. જે ઘણું હાસ્યાપદ છે. કેમ કે વૈદ લખતા પહેલા હજારો વર્ષ સુધી પેઢી દર પેઢીને સંભળાવવામાં આવતું હતું. એટલા માટે વૈદોને ‘શ્રુતિ’ પણ કહેવામાં આવે છે. આ કાળમાં ભોજપત્રો ઉપર લખવામાં આવ્યું હતું એટલે જો કાળખંડમાં વૈદોને હસ્તલેખિત પણ કરવામાં આવ્યું હશે ત્યારે પણ આજે હજારો વર્ષ પછી તે ભોજપત્રોનું મળવું અશક્ય છે.

અદ્દભુત વૈદોમાં છુપાયેલું છે બરમુંડા ટ્રાયંગલનું વણ ઉકેલાયેલું રહસ્ય :-

છતાં પણ વૈદો ઉપર સૌથી વધુ શોધ કરવા વાળા સ્વામી દયાનંદજી એ પોતાના ગ્રંથોમાં ઈશ્વર દ્વારા વૈદોની ઉત્પત્તિનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદના પુરુષ સૂક્ત (ઋક ૧૦,૯૦, યજું ૩૧ અર્થવ ૧૯.૬) માં સૃષ્ટિ ઉત્પતિનું વર્ણન છે કે પરમ પુરુષ પરમાત્મા એ ભૂમિ ઉત્પન્ન કર્યું, ચન્દ્રમા અને સૂર્ય ઉત્પન્ન કર્યું, ભૂમિ ઉપર જાત જાતના અન્ન ઉત્પન્ન કર્યા, પશુ પક્ષી વગેરે ઉત્પન્ન કર્યા. તે અનંત શક્તિશાળી પરમ પુરુષએ મનુષ્યોને ઉત્પન્ન કર્યા અને તેમના કલ્યાણ માટે વૈદોનો ઉપદેશ આપ્યો. તેમણે શતપથ બ્રાહ્મણ દ્વારા એજ ઉદ્દરણ આપ્યું જણાવ્યું.

‘अग्नेर्वा ऋग्वेदो जायते वायोर्यजुर्वेदः सूर्यात्सामवेदः।।
शत.।।

પ્રથમ સૃષ્ટિના બધામાં પરમાત્મા એ અગ્નિ, વાયુ, વગેરે અને અંગીરા આ ત્રણે ઋષીઓના આત્મામાં એક એક વૈદનો ફેલાવો કર્યો. (સત્યાર્થપ્રકાશ, સત્યમસમુલ્લાસ, પાનાં ૧૩૫ એટલા માટે વૈદોની ઉત્પતીનો કાળ માણસ જાતીની ઉત્પતિ સાથે જ માનવામાં આવે છે.)

સ્વામી દયાનંદની આ માન્યતાનું સમર્થન ઋષિ મનુ અને ઋષિ વૈદ્વ્યાસ પણ કરે છે. પરમાત્મા એ સૃષ્ટિના આરંભમાં વૈદોના શબ્દોથી જ તમામ વસ્તુઓ અને પ્રાણીઓના નામ અને કર્મ અને લૌકિક વ્યવસ્થાઓની રચના કરી છે. (મનસ્મૃતિ ૧.૨૧)

સ્વયંભુ પરમાત્મા એ સૃષ્ટિના આરંભમાં વૈદ રૂપે નિત્ય દિવ્યવાણીનો ફેલાવો કર્યો. જેથી માણસોના તમામ વ્યવહાર સિદ્ધ થાય છે. (વૈદવ્યાસ, મહાભારત શાંતિ પર્વ ૨૩૨/૨૪)

બધું મળીને વૈદો, સનાતન ધર્મ અને સનાતની પરંપરાની શરૂઆત ક્યારે થઇ. એ હજુ પણ એક શોધનો વિષય છે. તેનો અર્થ છે કે હજારો વર્ષ ઇસવીસન પૂર્વ ભારતમાં એક પૂર્ણ વિકસિત સભ્યતા હતી. અને અહિયાંના લોકો વાચતા લખતા પણ જાણતા હતા. ત્યાર પછી ભારતીય સંસ્કૃતિનો ફેલાવો ધીમે ધીમે આખા વિશ્વમાં ફેલાવા લાગ્યો. ત્યારે ભારતનો ધર્મ દુનિયાભરમાં જુદા જુદા નામોથી પ્રચલિત થયો.

હિંદુ ધર્મના પાંચ એવા રહસ્ય, જેને આજકાલ કોઈ નથી ઉકેલી શક્યું.

અરબ અને આફ્રિકામાં જ્યાં સામી, સબાઇન, મુશરીક, યજીદી,અશ્શુર, તુર્કી, હિત્તી, કુર્દ, પેગ્ન વગેરે આ ધર્મને માનવા વાળો સમાજ હતો. તો રોમ, રૂસ, ચીન અને યુનાનના પ્રાચીન સમાજના લોકો બધા કોઈ ને કોઈ રીતે હિંદુ ધર્મ મુ પાલન કરતા હતા. પછી ઇસી અને પછી દુનિયાની ઘણી સભ્યતાઓ અને સંસ્કૃતિઓ ને નાશ કરવા વાળો ધર્મ ઇસ્લામ એ તેને વિલુપ્ત એવો કરી દીધો.

મેક્સીકો માં એવા હજારો પ્રમાણ મળે છે જેથી એ સિદ્ધ થાય છે. જીસસ ક્રાઈસ્ટસ પહેલા ત્યાં હિંદુ ધર્મ પ્રચલિત હતો. આફ્રિકા માં ૬૦૦૦ વર્ષ જુનું એક શિવ મંદિર મળી આવ્યું અને ચીન, ઇન્ડોનેશિયા, મલેશિયા, લાઓસ, જાપાનમાં હજારો વર્ષ જુની વિષ્ણુ, રામ અને હનુમાનની મૂર્તિઓ મળવું એ વાતની સાબિતી છે કે હિંદુ ધર્મ સંપૂર્ણ ધરતી ઉપર હતો.